Aug 14, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1193

 

અધ્યાય-૧૯૫-અશ્વત્થામાનો ક્રોધ 


II संजय उवाच II छह्मना निहतं श्रुत्वा पितरं पापकर्मणा I वाश्पेणापूर्यत द्रोणी रोषेण च नरर्षभ II १ II

સંજય બોલ્યો-હે પુરુષશ્રેષ્ઠ,પાપકર્મી ધૃષ્ટદ્યુમ્ને પોતાના પિતાને કપટથી મારી નાખ્યા છે તે સાંભળીને અશ્વત્થામાના નેત્રો અશ્રુઓથી ભરાઈ ગયાં ને તે ક્રોધથી ધુંધવાઇ ઉઠ્યો.ને દુર્યોધનને કહ્યું કે-'ક્ષુદ્ર શત્રુઓએ,શસ્ત્રહીન થયેલા મારા પિતાને જે રીતે મારી નાખ્યા છે તથા ધર્મનું મોટું ઠૂંઠું ગણાતા યુધિષ્ઠિરે જે પાપ કર્યું છે તે બધું મારા સાંભળવામાં આવ્યું છે.યુદ્ધમાં મચેલા પુરુષોનો જય કે પરાજય અવશ્ય નક્કી જ હોય છે પરંતુ યુધ્દ્ધ કરતાં જે મરણ થાય છે તે એ બંનેના કરતાં વિશેષ પ્રશંસાપાત્ર છે.જો સંગ્રામમાં યુદ્ધ કરનાર પુરુષનો ન્યાયપૂર્વક વધ થાય તો તેના સંબંધીઓને દુઃખ થતું નથી  એમ વિદ્વાનો કહે છે.મારા પિતા અવશ્ય વીરલોકમાં જ સિધાવ્યા છે એમાં સંશય નથી.

Aug 13, 2026

ભાગવત રહસ્ય -૨૨૪-Bhgavat Rahasya-224

વશિષ્ઠજી એ-મોક્ષ-મંદિરના ચાર દરવાજા બતાવ્યા છે.
(૧) શુભેચ્છા –શુભ પરમાત્માને મળવાની ઈચ્છા ને શુભેચ્છા કહે છે.
(૨) સંતોષ- જે કંઈ મળ્યું છે-તેમા સંતોષ માનવો.
(૩) સ્વરૂપાનુસંધાન –પોતાના સ્વ-રૂપ ને ભૂલવું નહિ.લક્ષ્ય ને ભૂલે 
તે ચોર્યાસી લાખના ચક્કરમાં ભમે છે.
(૪) સત્સંગ-થી શુભ વિચારો સદા મળતા રહે છે.સતત પ્રભુની આત્મીયતા-સાનિધ્ય રહે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1192

 

અધ્યાય-૧૯૪-ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન 


II धृतराष्ट्र उवाच II अधर्मेण हतं श्रुत्वा ध्रुष्टध्युम्नेन संजय I ब्राह्मणं पितरं वृद्वंमश्वत्थामा किमब्रवीत II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પોતાના વૃદ્ધ બ્રાહ્મણ પિતાને ધૃષ્ટદ્યુમ્ને અધર્મથી મારી નાખ્યા તે સાંભળીને અશ્વત્થામા શું બોલ્યો?જેમની પાસે માનવ,વારુણ,આગ્નેય,ઐંદ્ર,અને નારાયણ આદિ દિવ્ય અસ્ત્રો નિત્ય રહેતાં હતાં તે પોતાના ધર્મનિષ્ઠ આચાર્યને ધૃષ્ટદ્યુમ્ને અધર્મથી રણમાં મારી નાખ્યા-એ સાંભળીને તે અશ્વત્થામાએ શું કહ્યું હતું?

Aug 12, 2026

ભાગવત રહસ્ય-૨૨૩-Bhgavat Rahasya-223

પછી રામચંદ્રજી ૧૬ વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળેલા.
જાત્રા કરીને આવ્યા પછી-તેમને વૈરાગ્ય થયો.
મરણ માટે જીવનો જન્મ થાય છે,અનાદિ કાળથી આ જીવ સંસારમાં રખડે છે, 
આ સંસારમાં કોને સુખ મળ્યું છે ? 
આ સંસારનું દુઃખ જોતાં ગભરામણ થાય છે.જેનો વિનાશ થવાનો છે-
એવા વિષયો સાથે કોણ પ્રેમ કરે ? “મારે આ સંસાર છોડીને જવું છે”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1191

નારાયણાસ્ત્ર મોક્ષપર્વ 

અધ્યાય-૧૯૩-દ્રોણાચાર્યના વધના વૃતાંતનું અશ્વત્થામાને નિવેદન 

II संजय उवाच II ततो द्रोणे हते राजन कुरवः शस्त्रपीडिताः I हतप्रवीरा विध्वस्ता भृशं शोकपरायणाः II १ II

સંજય બોલ્યો-હે રાજન,આમ દ્રોણાચાર્યનું મરણ થતા શસ્ત્રથી પીડાયેલા કૌરવો અત્યંત શોકપરાયણ થઇ ગયા હતા.તેમનો ઉત્સાહ નાશ પામ્યો હતો અને શોકને લીધે તેમનું તેજ હણાયું હતું,કારમી ચિચિયારીઓ પાડતા તે સર્વ તમારા પુત્રની આસપાસ વીંટાઈ વળ્યા.કૌરવોના કંઠો અશ્રુઓથી ગળગળા થઇ ગયા હતા.તેઓ બધા ધૂળથી ભરાઈ ગયા હતા,થરથર ધ્રુજતા હતા ને દશેય દિશાઓને નિહાળી રહ્યા હતા.તમારો પુત્ર જાણે ત્રાસ પામેલાં મૃગોનાં ટોળાઓથી વીંટાઈ ગયો હતો અને ત્યાં ઉભો રહેવાને પણ અશક્ત થઈને નાસી જવા તત્પર થયો.

Aug 11, 2026

ભાગવત રહસ્ય-૨૨૨-Bhgavat Rahasya-222

ભારતભૂમિ એ કર્મભૂમિ છે.આ કર્મભૂમિમાં જેવું કર્મ આપણે કરીએ તેવું જ ફળ મળે છે.
આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ તેવો જ ભાવ તે આપણા માટે રાખશે.
અભિમાન મૂરખાઓને ત્રાસ આપતું નથી,પણ જગત જેને માન આપે છે-તેવા જ્ઞાનીને –
અભિમાન પજવે છે.માનની પાછળ અભિમાન ઉભું જ છે.
વિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાનને “અમાની-માનદા “ કહ્યા છે.
ભગવાન અમાની છે-ભગવાન માન આપનાર છે.