Apr 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1128

વસિષ્ઠ કહે છે કે-દેવતાઓ ઉપર પ્રમાણે કહેતા હતા,તેટલામાં તો એ દેવીના ગણો (ભૂતો) એ પૃથ્વીને
મેદ(ચરબી)ના સમૂહ વડે લીંપી દીધી અને પોતે મત્ત બનીને આકાશની અંદર નૃત્ય કરવા લાગ્યા.
જયારે તેઓ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે દેવતાઓએ તે ભૂતોએ પી લીધા પછી બાકી રહેલ રુધિરનો,
પોતના સંકલ્પ વડે એક પ્રવાહ કરીને સાગરમાં નાખ્યો અને સંકલ્પથી જ તે સાગરને 'સુરા' (મદિરા)નો બનાવી દીધો.
ત્યારથી તે સાગર મદિરાનો થઇ રહ્યો છે કે જે મદિરાને તે ભૂતો પીએ છે અને આકાશમાં નૃત્ય કરે છે.

Apr 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1127

દેવતાઓએ કહ્યું કે-'હે અંબિકા,આ શબ આપને અમે ભેટ કરેલું છે.માટે પરિવાર સહિત આપ તરત જ તેનો ઉપયોગ કરો'
ત્યારે તે દેવી પોતે 'સર્વની પ્રાણ-શક્તિ-રૂપ' હોવાથી,પ્રાણવાયુ વડે તે શબમાંથી રુધિર-રૂપી-ક્ષારનું વિના પ્રયાસે
આકર્ષણ કરવા માંડ્યા.ચંડિકા-દેવી પ્રથમ શુષ્ક હતાં,તેથી પોતે જ્યાં સુધી રક્તપાન વડે તૃપ્ત થઇ પુષ્ટ થયાં ત્યાં સુધી
તેમણે આકાશમાં રહી પ્રાણ વડે આકર્ષાયેલુ તે શબનું રુધિર પીધું.પુષ્ટ થયા પછી તેમનો રંગ લાલ દેખાતો હતો.
તેમનાં ચપળ નેત્ર વીજળીની જેમ ચમકતાં હતાં.ને રુધિર-રૂપી-આસવથી મદોન્મત દેખાતાં હતાં.

Apr 15, 2018

Picture will fade-away if you look at it sharply


આ ફોટોની સામે એક નજરે જોવાથી તેના રંગ અદૃશ્ય થઇ જાય છે.
ડેરેક આર્નાલ્ડ (સાયકોલોજી પ્રોફેસર,યુનિવર્સીટી ઓફ ક્વીન્સલેન્ડ) કહે છે કે-
નજર સમક્ષ દેખાતું દૃશ્ય જો બદલાતું રહેતું ના હોય તો-આપણું મગજ એમાં ધ્યાન આપવાનું છોડી દે છે !! 
જગતના વાતાવરણનું અને આંખનું હલન-ચલન જ દૃશ્યને રંગીન રાખે છે.
અહીં આગળ ઝાંખું દૃશ્ય અને તેના પરની સ્થિર દૃષ્ટિ -રંગોને ઝાંખા કરીને રંગવિહીન કરી નાખે છે.
(આ વાત વિષે વિચાર કરવાથી ઘણું સમજાઈ શકે તેમ છે?!!!)