Sep 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1256

(૧૯૭) આત્મજ્ઞાનમાં ગુરૂ અને શાસ્ત્ર ઉપયોગી છે

રામ : હે મહારાજ,આ કાવડિયાઓની વાર્તાથી સૂચવાતા ક્રમને હું નિઃસંદેહ પણે જાણી શકું,તેમ સમજાવો.

વસિષ્ઠ : ઉપરની કથામાં મેં જે કાવડિયાઓ કહ્યા તે આ પૃથ્વીની અંદરના મનુષ્યો છે તેમ સમજવું.
તેમનું દરિદ્રતા સંબંધી જે દુઃખ કહ્યું તે અજ્ઞાન અને તેનાથી થતા ત્રણ પ્રકારના તાપો છે.
જે મોટું જંગલ કહ્યું તે ગુરૂ અને શાસ્ત્ર-ક્રમ-આદિ છે.ઉદર-ભરણની પ્રવૃત્તિ માટે જે ઉદ્યમમાં પ્રવૃત્ત થયા તે
ભોગની ઈચ્છા રાખનાર મનુષ્યો સમજવાં.'મને નિરંતર ભોગોના સમૂહો જ પ્રાપ્ત થાઓ' એમ કૃપણ બની જઈ,
મનુષ્યો બીજા કાર્યોની અપેક્ષા રાખતા નથી અને શાસ્ત્ર-આદિ પ્રવૃત્તિમાં લીન થાય છે.

Sep 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1255

(૧૯૬) કાવડિયાઓનું આખ્યાન

વાલ્મીકિ કહે છે કે-સુંદર નેત્રવાળા અને મહાબુદ્ધિશાળી,શ્રીરામચંદ્રજી,ઉપર પ્રમાણે કહી,મુહુર્ત-માત્રમાં વિશ્રાંત થયા
અને મૌનપણે પરમપદમાં સ્થિર થઇ ગયા.આમ તે પરમ તૃપ્તિ પામ્યા અને પરમાત્મામાં વિશ્રાંતિ પામ્યા.
તે પોતે હવે સર્વ વાત જાણતા હતા છતાં લીલા વડે વસિષ્ઠ મુનિને ફરીવાર પૂછવા લાગ્યા.

Sep 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1254

રામ : પ્રબુદ્ધ અવસ્થામાં તો જગતનો અનુભવ જ થતો નથી પણ અપ્રબુદ્ધ અવસ્થામાં આ સર્વ પ્રતીતિમાં
આવે છે.તે પોતાના અનુભવ વડે જણાય છે અને સદ્રુપ કે અસદ્રુપ ભાસે છે.
સર્વ-શક્તિમાન બ્રહ્મની અંદર ભાવો એ અભાવ-રૂપે અને અભાવો એ ભાવ-રૂપે સર્વદા ભાસતા રહે છે.
બ્રહ્મ જ બ્રહ્મની (એટલે કે ચિદાકાશ જ ચિદાકાશની) અંદર જગતના આકાર-રૂપે વૃદ્ધિ પામે છે,
પરનું વસ્તુતઃ જોતાં ચિદાકાશમાં જગતના આકારે વૃદ્ધિ થવી સંભવતી નથી જ.