Sep 2, 2019

ભાગવત રહસ્ય-૫૧

નારદજી કહે છે-ભગવાનને કિર્તન ભક્તિ અતિ પ્રિય છે. આ વીણા- લઇ હું જગતમાં ફરું છું. નાદ સાથે કિર્તન કરું છુ.હું જગતમાં ફરું છું-અને અધિકારી જીવો- અને-કોઈ લાયક ચેલો મળે તો તેને પ્રભુના ધામમાં લઇ જઉં છું.સમુદ્રમાં એક ડૂબકીએ રત્ન મળતા નથી. પણ વારંવાર ડુબકી મારતા રહો ત્યારે કોઈ એક રત્ન મળે છે.મને રસ્તામાં ધ્રુવ મળ્યો-પ્રહલાદ મળ્યા. આવા જીવોને –આવા ભક્તોને હું પ્રભુ પાસે લઇ ગયો. અને લઇ જાઉં છું.

Sep 1, 2019

ભાગવત રહસ્ય-૫૦

નારદજી કહે છે –સતત હું વિચારતો-મારા શ્રીકૃષ્ણની ઝાંખી થાય તો કેવું સારું ? અને લાલાએ કૃપા કરી ખરી!! એક દિવસ ધ્યાનમાં મને સુંદર નીલો પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળીને હું જપ કરતો હતો.ત્યાં જ –પ્રકાશમાંથી બાલકૃષ્ણ નુ સ્વરૂપ પ્રગટ થયું.મને બાલકૃષ્ણલાલના સ્વરૂપની ઝાંખી થઇ.

Aug 31, 2019

ભાગવત રહસ્ય-૪૯

ગુરુ એ કહ્યું-રોજ એવી ભાવના રાખવી-કે-શ્રીકૃષ્ણ મારી સાથે જ છે. શ્રીકૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે.ખાવા બેસ ત્યારે એવી ભાવના કર કે-કનૈયો જમવા બેઠો છે. સૂએ-ત્યારે પ્રભુ સાથે સૂતા છે-એવી ભાવના કર-યોગ સિદ્ધિ થાય નહી -ત્યાં સુધી ભાવના કર્યા કર.બેટા,તું બાલકૃષ્ણનું ધ્યાન કરજે. બાલકૃષ્ણની માનસી સેવા કરજે. બાલકૃષ્ણનું સ્વરૂપ અતિ મનોહર છે.
બાળકને થોડું આપો તો પણ રાજી થાય છે.