Nov 12, 2019

ભાગવત રહસ્ય-૧૦૭

તિતિક્ષા (સહન કરવું) એ સંતોનું પહેલું લક્ષણ બતાવ્યું.બીજું લક્ષણ –કરુણા- છે. સર્વ દેહધારીઓ પ્રત્યે –સુહૃદયભાવ. પારકાનું દુઃખ દૂર કરવા દોડે,તેવા દયાળુ-તે સંત..ત્રીજું લક્ષણ –વાણી પર સંયમ. સંતો બહુ ઓછું બોલે છે.રમણ મહર્ષિના જીવનમાં આવે છે,તેમણે ૧૬ વર્ષ મૌન રાખ્યું છે. ૧૪ વર્ષ પછી તેમનાં માતાજી તેમને મળવા આવ્યા છે,પણ તેમની સાથે બોલ્યા નથી. વ્રતનો ભંગ કર્યો નથી.

Nov 11, 2019

ભાગવત રહસ્ય-૧૦૬

દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો છો,પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી, સત્સંગ કરવાની ઈચ્છા થાય પણ સત્સંગ મળતો નથી.
કપિલદેવ કહે છે-સંત ના દેખાય ,તો સમજવું કે હજુ –પાપ વધારે છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદભાવના થતી નથી.પ્રત્યેક ગામમાં –એકાદ સંત અને સતી સ્ત્રીને ભગવાન રાખે છે. એમના આધારે તો ધરતી ટકે છે.

Nov 10, 2019

ભાગવત રહસ્ય-૧૦૫

મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. માટે કોઈ મંત્રનો જપ કરો.
પરમાત્માના બે સ્વરૂપો છે.સગુણ સ્વરૂપ એવું તેજોમય છે-કે આપણા જેવા સાધારણ જીવો તે સહન કરી શકે નહિ,જોઈ શકે નહિ.નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ-એટલું સૂક્ષ્મ છે-કે જે હાથમાં આવતું નથી.આંખને દેખાતું નથી,માત્ર બુદ્ધિથી તેનો અનુભવ થઇ શકે.