Dec 3, 2019

ભાગવત રહસ્ય-૧૨૮

ધ્રુવજી –નારદજીને પૂછે છે-કે-ત્યાં જઈને હું શું કરું ? મને કાંઇ આવડતું નથી. પરમાત્માની આરાધના કેવી રીતે કરવી ? નારદજી કહે છે-સવારે બ્રાહ્મ મુહુર્તમાં (સવારના ૪ વાગે) ઉઠજે. ધ્યાન કરતા પહેલાં ઠાકોરજીની માનસી સેવા કરજે.માનસી સેવાનો અતિ ઉત્તમ સમય સવારના ૪ થી ૫ સુધીનો છે.માનસી સેવામાં ખાલી મનની જ જરૂર છે.(પ્રત્યક્ષ સેવા માં અનેક વસ્તુઓની જરૂર પડે છે.)માનસી સેવા સવારે કોઈનું પણ મુખ જોયા પહેલાં કરવી જોઈએ.

Dec 2, 2019

ભાગવત રહસ્ય-૧૨૭

બે માતાઓના આશીર્વાદ લઇ –માત્ર-પાંચ વર્ષનો ધ્રુવ વનમાં જાય છે.
જરા વિચાર કરો-પાંચ વર્ષના બાળકના મનની શી સ્થિતિ હશે ?
ધ્રુવ વિચાર કરતા જાય છે-વનમાં તો વાઘ વરુ હશે-કોઈ મને મારશે તો નહિ ને ?પણ ના-ના- હું એકલો નથી, માએ મને કહ્યું છે-કે નારાયણ મારી સાથે છે.

Dec 1, 2019

ભાગવત રહસ્ય-૧૨૬

સુનીતિએ દુઃખના વેગને દબાવ્યો છે-ધીરજ ધારણ કરી બોલ્યાં છે-કે-
બેટા,તારી ઓરમાન માએ તને શું ખોટું કહ્યું છે ? તને જે બોધ કર્યો છે તે સારો છે-હું પણ તને એ જ કહું છું-કે-ભીખ માગવી જ હોય તો કોઈ મનુષ્ય પાસે માગવી નહિ, એક ભિખારી પોતે જ બીજા ભિખારીને કઈ રીતે ભીખ આપી શકવાનો ? શ્રીકૃષ્ણ સિવાય આખું જગત ભિખારી છે.(દાતા એક રામ ભિખારી સારી દુનિયા) ભીખ માગવી જ હોય તો ભગવાન પાસે ભીખ માગવી.