Dec 4, 2019

ભાગવત રહસ્ય-૧૨૯

ધુવજી મધુવનમાં આવ્યા છે. યમુનાજીમાં સ્નાન કરી –પ્રથમ દિવસે ઉપવાસ કર્યો છે. બીજા દિવસથી તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો.ધ્રુવ ત્રણ દિવસ એક આસને બેસી નારાયણનું ધ્યાન કરે છે. ધ્યાન સાથે જપ કરે છે. માત્ર ફલાહાર કરે છે.
(અન્નનો આહાર કરવાથી શરીરમાં તમોગુણ વધે છે, ફલાહારથી શરીરમાં સત્વગુણ વધે છે) એક મહિનો આ રીતે તપશ્ચર્યા કરી,

Dec 3, 2019

ભાગવત રહસ્ય-૧૨૮

ધ્રુવજી –નારદજીને પૂછે છે-કે-ત્યાં જઈને હું શું કરું ? મને કાંઇ આવડતું નથી. પરમાત્માની આરાધના કેવી રીતે કરવી ? નારદજી કહે છે-સવારે બ્રાહ્મ મુહુર્તમાં (સવારના ૪ વાગે) ઉઠજે. ધ્યાન કરતા પહેલાં ઠાકોરજીની માનસી સેવા કરજે.માનસી સેવાનો અતિ ઉત્તમ સમય સવારના ૪ થી ૫ સુધીનો છે.માનસી સેવામાં ખાલી મનની જ જરૂર છે.(પ્રત્યક્ષ સેવા માં અનેક વસ્તુઓની જરૂર પડે છે.)માનસી સેવા સવારે કોઈનું પણ મુખ જોયા પહેલાં કરવી જોઈએ.

Dec 2, 2019

ભાગવત રહસ્ય-૧૨૭

બે માતાઓના આશીર્વાદ લઇ –માત્ર-પાંચ વર્ષનો ધ્રુવ વનમાં જાય છે.
જરા વિચાર કરો-પાંચ વર્ષના બાળકના મનની શી સ્થિતિ હશે ?
ધ્રુવ વિચાર કરતા જાય છે-વનમાં તો વાઘ વરુ હશે-કોઈ મને મારશે તો નહિ ને ?પણ ના-ના- હું એકલો નથી, માએ મને કહ્યું છે-કે નારાયણ મારી સાથે છે.