Jan 29, 2020

ભાગવત રહસ્ય-૧૭૩

વિઠ્ઠલનાથજીને દૂધ ધરાવી નામદેવ વારંવાર વિનવણી કરે છે.નામદેવનો પ્રેમ જોઈ વિઠ્ઠલનાથ પ્રસન્ન થાય છે.તે દૂધ પીતા નથી પણ કેવળ પ્રેમથી નામદેવને નિહાળી રહ્યા છે.નામદેવ કહે છે-“હું બાળક છું,આજ સુધી સેવા ન કરી તેથી તમે નારાજ થયા છો?દૂધ કેમ પીતા નથી?જલ્દી દૂધ પીઓ, તમને ભૂખ લાગી હશે.”
“શું ખાંડ ઓછી પડી છે?દૂધ ગળ્યું નથી?એટલે દૂધ નથી પીતા ?”

Jan 28, 2020

ભાગવત રહસ્ય-૧૭૨

પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જાગી –સ્નાન કરી પવિત્ર થઇ –તે પછી ભગવાનની પ્રાર્થના કરવી.પ્રાર્થના કરી લાલાજીને જગાડવાના. આપણે તો ભગવાન ના સેવક છીએ.સાધારણ સેવક જેમ માલિકને સાવધાનીથી જગાડે-તેમ લાલાજી ને જગાડવાના.(ઉત્તિષ્ઠ ગોવિંદ,ઉત્તિષ્ઠ ગરુડધ્વજ,ઉત્તિષ્ઠ કમલાકાન્ત ત્રૈલોક્ય મંગલમ કુરુ) ઉઠાડતાં પહેલાં ભોગ સામગ્રી તૈયાર રાખજે. વૈષ્ણવના હૃદયમાં પ્રેમભાવ જાગે એટલે લાલાજીને ભૂખ લાગે છે.

Jan 27, 2020

ભાગવત રહસ્ય-૧૭૧

ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની સતત કાળજી રાખવી પડે છે-મહેમાનની સાથે બેસો તો તે ભોજન લે છે.કોઈ સાહેબ ઘેર આવ્યા હોય-ચા મૂકી ને બે-ત્રણ વાર કહેવું પડે કે સાહેબ ચા ઠંડી થાય છે. સાહેબ કંઈ આંધળો નથી-પણ બે-ત્રણ વાર કહીએ ત્યારે તે ચા લે છે.માનવને મનાવવો પડે તો લાલાજી તો તેના કરતા હજારો ગણા શ્રેષ્ઠ છે.