Mar 13, 2020

ભાગવત રહસ્ય-૨૧૩

ગંગાજીને લાવવા માટે અંશુમાને તપ કર્યું,તેમના પછી તેમના પુત્ર દિલીપે ને તેમના પછી તેમના પુત્ર ભગીરથે તપ કર્યું. ત્રણ પુરુષનું પુણ્ય ભેગું થયું એટલે ગંગાજી પ્રગટ થયાં.( ત્રણ ચાર જન્મનું તપ એકત્ર થાય ત્યારે જ્ઞાન-ગંગા ,એટલે કે જ્ઞાન મળે છે.)
પરંતુ ગંગાને આકાશ માંથી ઝીલે કોણ ? ભગીરથ રાજાએ ભગવાન શંકરને પ્રાર્થના કરી.શિવજી ગંગાનો વેગ ઝીલવા તૈયાર થયા.શિવજી જટા ઉપર ગંગાજીને ઝીલે છે.

Mar 12, 2020

ભાગવત રહસ્ય-૨૧૨

મનુ મહારાજને ત્યાં,ઇક્ષ્વાકુ નામનો પુત્ર થયો. તેના વંશ માં માંધાતા થયો.
માંધાતા રાજાની પચાસ કન્યાઓનું લગ્ન સૌભરીઋષિ સાથે થયેલું.
સૌભરી તપશ્ચર્યા કરતા હતા.તે સિદ્ધ થયા –એટલે લોકોની બહુ ભીડ થવા માંડી.
બહુ જનસંઘ એકત્ર થાય એટલે ભજનમાં ભંગ થાય છે,સૌભરી વિચારે છે-કે –હું ક્યાં જાઉં ? છેવટે સૌભરી યમુનાજીના ધરામાં પ્રવેશી તપશ્ચર્યા કરે છે.

Mar 11, 2020

ભાગવત રહસ્ય-૨૧૧

દુર્વાસા, અંબરીશ રાજાને કહે છે-કે-“રાજા મારી ભૂલ થઇ છે” દુર્વાસા,વંદન કરવા જાય છે.ત્યાં અંબરીશ કહે છે-કે-ના,ના,મહારાજ આપ બ્રાહ્મણ અને હું ક્ષત્રિય,તમે મને વંદન કરો તે શોભે નહિ.અંબરીશ રાજા ,દુર્વાસાને વંદન કરે છે.ભગવાનના લાડીલા ભક્તો ગમે તે થાય પણ મર્યાદા છોડતા નથી.દુર્વાસા કહે છે-રાજન તું વાતો કરે છે,પણ સુદર્શન ચક્રને કંઈ કહેતો નથી,તે મને બાળે છે.અંબરીશ,સુદર્શન ચક્રને કહે છે,-કે-શાંત થઇ જાવ.આજ દિન સુધી મેં જે કોઈ દાન કર્યું હોય,યજ્ઞ કર્યો હોય,સર્વની સેવા કરી હોય,તે પુણ્યપ્રતાપે તમારો વેગ શાંત થાય. સુદર્શન ચક્ર શાંત થયું છે.