More Labels

May 16, 2020

ભાગવત રહસ્ય -૨૭૬

સૂર્યવંશમાં છેલ્લો રાજા સુમિત્ર થયો.હવે ચંદ્રવંશનો પ્રારંભ થાય છે.ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે.અત્રિનો પુત્ર ચંદ્ર,ચંદ્રનો પુત્ર બુધ અને બુધનો પુરુરવા.પુરુરવાનો આયુ.
આ વંશમાં આગળ જતાં યયાતિ નામનો રાજા થયો.ભોગો ભોગવવાથી કદી શાંતિ મળતી નથી,એ ઉપર યયાતિ રાજાનું ચરિત્ર છે,યયાતિના લગ્ન શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે થયેલાં.

May 15, 2020

ભાગવત રહસ્ય -૨૭૫

ભાગવતમાં જેમ દશમ સ્કંધ છે-તેમ રામાયણમાં સુંદરકાંડ છે.સુંદરકાંડમાં હનુમાનજીને સીતાજીનાં દર્શન થાય છે. સીતાજી –એ પરાભક્તિ છે.જેમનું જીવન સુંદર થાય એને પરાભક્તિનાં દર્શન થાય છે.સમુદ્રને (સંસાર સમુદ્રને) ઓળંગીને જે જાય,ત્યારે તેને પરાભક્તિનાં દર્શન થાય.માત્ર હનુમાનજી.બ્રહ્મચર્ય અને રામનામના પ્રતાપે હનુમાનજીમાં દિવ્ય શક્તિ છે.તે શક્તિથી તે સમુદ્રને ઓળંગે છે.

May 14, 2020

ભાગવત રહસ્ય -૨૭૪

યૌવનમાં જ વનવાસની જરૂર છે.વનવાસ વગર જીવનમાં સુવાસ આવશે નહિ.સાત્વિકતા આવશે નહિ.વનવાસ વગર –વાસનાનો વિનાશ થતો નથી.
વનમાં રહેવાનું એટલે વિલાસીના સંગમાં નહિ રહેવાનું.વિલાસી લોકોથી દૂર જવાનું છે-દૂર રહેવાનું છે. ગૃહસ્થના ઘરમાં ભોગના પરમાણુઓ ફરે છે.ભોગ ભૂમિમાં ભક્તિ બરોબર થતી નથી.વધારે નહી તો મહિનો-કે-થોડા દિવસો –કોઈ પવિત્ર નદીના કિનારે કે પવિત્ર જગાએ રહેવું જોઈએ.કે જ્યાં હું ને મારા ભગવાન-ત્રીજું કોઈ નહિ. ત્રીજો આવે તો તોફાન થાય છે.