Feb 22, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૬

ગીતામાં શ્રીકૃષ્ણ દશમા શ્લોકથી યોગશાસ્ત્ર  (યોગવિદ્યા) કહેવાની ચાલુ કરે છે.
અને ગીતાના --૧૧ થી ૧૫ શ્લોક સુધી --આસનથી સમાધિ સુધીનું વર્ણન છે.
જે ટૂંકમાં અને-સારરૂપ છે.
યોગી એ પવિત્ર સ્થળ માં પોતાનું આસન રાખવું,પ્રથમ દર્ભ,તેના પર મૃગચર્મ,તેના પર શુદ્ધ વસ્ત્ર પાથરવું અને તે આસન પર સ્થિર થઇને બેસવું.
આ આસન હદથી ઊંચું તેમ જ હદથી નીચું ના-થાય તેની સંભાળ રાખવી (૧૧)