Oct 16, 2021

Gujarati-Ramayan-Rahasya-103-ગુજરાતી-રામાયણ-રહસ્ય-103

“રામનો મિત્ર છે” એવું જ્યાં ભરતજીએ સાંભળ્યું કે તે આનંદમાં આવી ગયા ને 
રથમાંથી કુદી પડી ને નિષાદરાજને મળવા દોડ્યા. નિષાદરાજે પ્રણામ કર્યા,
ત્યારે ભરતે ખૂબ પ્રેમથી તેને છાતી-સરસો ચાંપ્યો.ચારે તરફ “ધન્ય હો,ધન્ય હો” 
થઇ રહ્યું,ભોજનના થાળ તો એમ ને એમ બાજુ પર રહી ગયા,ભરતજીએ તો 
એ કશાની સામે નજર સરખી કરી નથી.ભરતજી ત્રણે ગુણોથી પર છે,નિર્ગુણ છે.

Oct 15, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-3-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-3


Gujarati-Ramayan-Rahasya-102-ગુજરાતી-રામાયણ-રહસ્ય-102

લોકો ને હવે ખાતરી થઇ ગઈ કે,ભરતજી એ પ્રેમની મૂર્તિ છે, શ્રીરામ પ્રત્યેનો તેમનો પ્રેમ અજોડ છે.બધા ભાવ-વિભોર બની ગયા.અને કહેવા લાગ્યા છે કે-ધન્ય છે ભરતજીને,અને તેમના પ્રેમ ને.બધા એકી સ્વરે બોલી ઉઠયા કે-ભરતજી,તમે પણ શ્રીરામને પ્રાણ સમાન પ્રિય છો,તમે વનમાં જશો તો તમારી સાથે અમે સર્વ પણ વનમાં આવીશું અને રામજીનાં દર્શન કરીશું.

Oct 14, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-2-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-2


Gujarati-Ramayan-Rahasya-101-ગુજરાતી-રામાયણ-રહસ્ય-101

દશરથરાજાના દેહનો અગ્નિ સંસ્કાર અને ઉત્તરક્રિયા વગેરે પતી ગયા પછી,
વશિષ્ઠજીએ મંત્રીઓ,મહાજનોને બોલાવી અને સભા બોલાવી,અને સભામાં 
ભરતને પોતાને પડખે બેસાડ્યો. પછી,સભામાં વશિષ્ઠજીએ ઉભા થઇ ને કહ્યું કે-
લાભ-હાનિ,જીવન-મરણ,જશ-અપજશ-વગેરે આપણા હાથની વાત નથી,તો એને 
માટે કોને દોષ દેવો અને કોના પર ક્રોધ કરવો? દશરથરાજા શોક કરવાને પાત્ર નથી,
તેઓ તો શ્રીરામનું સ્મરણ કરતાં મંગલમય મૃત્યુને વર્યા છે.
એમનો રામ-પ્રેમ સત્ય છે કે,રામના વનમાં ગયા પછી,તેમના વિયોગમાં તે જીવ્યા નહી.