Jan 6, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૮

સુંદરકાંડમાં શ્રીરામનું બહુ વર્ણન આવતું નથી.પણ હનુમાનજીની ને સીતાજીની કથા મુખ્ય છે.
હનુમાનજી “સેવા” નું સ્વરૂપ છે,અને સીતાજી “પરા-ભક્તિ” નું સ્વરૂપ છે.
આમ,સુંદરકાંડમાં સેવા અને પરાભક્તિનો મહિમા ગાયો છે.
જેમ,હનુમાનજી લંકા જતાં વચ્ચે આરામ કરવા ક્યાંય રોકાતા નથી,
તેમ,પ્રભુના કામમાં જોડાયેલો માનવી,નથી આરામ કરતો કે નથી આળસ કરતો.

Jan 5, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-023


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-સુંદરકાંડ-૧૬૭

સુંદરકાંડ
તુલસીદાસજી કહે છે કે-શ્રી રઘુનાથજીનું બાણ છૂટે એવા વેગથી હનુમાનજીએ લંકા તરફ પ્રયાણ કર્યું.
'જિમિ અમોઘ રઘુપતિ કર બાના,એહી ભાંતિ ચલેંઉ હનુમાના.'
તેમના વેગીલા સુસવાટથી,કેટલાંય વૃક્ષો ઉખડી પડ્યાં,અને પ્રવાસે જતા સંબંધીને વળાવવા જતા હોય,
તેમ થોડે દૂર સુધી,હવામાં તેમની પાછળ ઉડ્યા.હનુમાનજીના ઉડવાના વેગથી સમુદ્રનાં મોજાં ખેંચાઈને ઉંચે ઉંચે ઉછળવા લાગ્યાં.હનુમાનજીએ ઉડતી વખતે,પૂંછડું ઊંચું રાખ્યું હતું,જે આકાશમાં મેઘ-ધનુષ્ય સમાન ભાસતું હતું.

Jan 4, 2022

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-022


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૬

પછી જાંબવાને હનુમાનજી તરફ જોઈને કહ્યું કે-હે,વીર શ્રેષ્ઠ,હનુમાન તું કેમ કશું બોલતો નથી? 
હે કપિશ્રેષ્ઠ,બળમાં તો તું રામ લક્ષ્મણ જેવો છે,જન્મતાં જ તેં અદભૂત પરાક્રમ કર્યું હતું,તે બીજા ભલે ના જાણતા હોય પણ હું જાણું છું.એક વાર સૂરજને પાકેલું લાલ-ફળ સમજી ને તે ખાવા,
તું,મા ના ખોળામાંથી આકાશમાં ઉડ્યો હતો,ને છેક સૂરજની નજીક પહોંચી ગયો હતો ! 
તારું આ પરાક્રમ જોઈને ઇન્દ્રે તને હનુ (હડપચી) પર વજ્ર માર્યું ને જેથી તું પૃથ્વી પર મૂર્છિત થઈને પડ્યો હતો.હનુ (હડપચી) પર વાગ્યું તેથી તું હનુમાન કહેવાય છે.