Dec 19, 2011

ભાગવત-૩

સ્કંધ -૧ (ભાગ-૧ )


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

ભાગવત નાં પહેલા સ્કંધ માં ભાગવત ની પૂર્વભૂમિકા છે.

વેદ વ્યાસ અસંતોષ થી વ્યાકુળ છે.નારદજી આ વ્યાકુળતા નું નિવારણ સમજાવે છે.
અને વ્યાસ-- ભાગવતની રચના કરે છે.

અહીં થોડું -વ્યાસ ની વ્યાકુળતા શા માટે હતી તે સમજવું જરૂરી છે.થોડી ભૂતકાળ પર નજર કરીએ તો ------

'યુગ' પરિવર્તન થતાં દ્વાપર યુગ માં વ્યાસ નો જન્મ થયો.તે ભૂત અને ભવિષ્ય ને જાણતા હોઈ --તેમણે જોયું કે-ભવિષ્ય ના મનુષ્યો ભૌતિક પદાર્થો પ્રત્યે આશક્તિ વાળા અને અશ્રદ્ધા વાળા હશે.અને સત્ય-પરમાત્મા થી વિમુખ થશે.એટલે સર્વ મનુષ્યો ને સત્ય-પરમાત્મા થી દૂર ના જાય અને તે વિષેનું જ્ઞાન ટકી રહે તે માટે,પોતાનું સર્વ જ્ઞાન ઠાલવીને ચાર વેદ ની રચના કરી.પરંતુ બન્યું એવું હશે કે -આ જ્ઞાન અમુક અતિ બુદ્ધિશાળી વ્યક્તિ ઓ જ પચાવી શક્યા.એટલે ફરીથી આ વેદો ના નાના નાના ભાગો થઈને ઉપનિષદો બન્યા. પણ ફરીથી એવુંજ થયું -કે મંદ બુદ્ધિ જીવો આ પણ પચાવી શકે તેવા નહોતાં.
 (વળી વ્યાસે વેદો પર અધિકાર અમુક વર્ગ પુરતો મર્યાદિત રાખેલો.)

એટલે વ્યાસે વિચાર્યું કે -જો ઉદાહરણ-દ્રષ્ટાંતો કે વાર્તા રૂપે આ જ વેદનું તત્વ જ્ઞાન કહેવામાં આવે તો -તે સામાન્ય માનવી સમજી શકે,અને જેના પર સર્વ વર્ગ ના અધિકાર હોય,તેવી કોઈ રચના કરવી જોઈએ,-આમ તેમણે 'મહાભારત' પુરાણ ની રચના કરી (૧/૪/૨૫ )

થોડું વિષયાંતર કરીને મહાભારત ના પાત્રો ની રચના વિષે જાણવાનો પ્રયત્ન કરીએ.

નિરાકાર પરમાત્મા (બ્રહ્મ) ને ના સમજનારા માટે તેના અવતાર રૂપ દૈવિક સંપતિ ધરાવતા 'દેવ'(અને દેવી)  નું મનુષ્ય રૂપે પૃથ્વી પર અવતરણ કર્યું. અહીં 'કૃષ્ણ' આનું મુખ્ય ઉદાહરણ છે.જે નિર્ગુણ છે.

આનાથી વિરુદ્ધ દુર્ગુણો ધરાવનાર-વિષયાશકત -ખાલી પ્રાણ ને પોષણ કરનારી જ પ્રવૃત્તિ કરનાર -આસુરી સંપત્તિ ધરાવનાર,અસુરો ના પાત્રો બનાવ્યા.
 બ્રહ્માંડ હોય,પૃથ્વી હોય કે શરીર હોય,સર્વ જગાએ આ આસુરી સંપત્તિ અને દૈવિક સંપતિ નો સંગ્રામ ચાલતો રહે છે.

સામાન્ય માનવી માં આસુરી સંપત્તિ નો પ્રાદુર્ભાવ બહુ જલ્દી થી -સંગ્ થી,વાતાવરણ થી,કે પછી સંસ્કાર થી અનાયાસ જ થાય છે.અને સતત વૃદ્ધિ પામતો રહે છે. જ્યાર સારા સંગ્ થી ,વિચારોથી અને પ્રયત્ન થી દૈવી સંપત્તિ નો પ્રાદુર્ભાવ પછી થી થાય છે.

એટલે જ અસુરો મોટા અને દેવો નાના એવું બૃહદારણ્યક ઉપનિષદ માં વર્ણન છે.

ઉદાહરણ રૂપે હવે જો કૌરવો અને પાંડવો જોઈએ તો-
કૌરવો આસુરી સંપત્તિ વાળા છે.અને પાંડવો દૈવિક સંપત્તિવાળા છે.

કૌરવો માં મુખ્ય બે પાત્રો--માં

--મોહ,આશક્તિ અને 'અવિવેક' થી માનવી છતી આંખે અંધ જેવો છે-તે સમજાવવા ધ્રુતરાષ્ટ્ર ને અંધ બતાવ્યો છે.
--કામ (પોતાની પાસે જે નથી તે પામવાની ઈચ્છા)અને લોભ (પોતાનું નહી ગુમાવવાની ઈચ્છા) માનવી ના દુશ્મન છે.   તે બતાવવા કામી-વિષયી અને લોભી દુર્યોધન નું પાત્ર બનાવ્યું.
--આ મોહ,કામ અને લોભ-જેમ - સઘળા 'શરીર' ના ક્ષેત્ર નો કબજો કરી લે છે,
   તેમ આ બંને એ (આસુરી સંપત્તિ એ)સઘળું રાજ્ય પડાવી પાડ્યું છે.

સામે ની બાજુ એ પાંડવો દૈવી સંપત્તિ ધરાવે છે.
--પાંડુ એ 'વિવેક' છે. અને કુંતી અને માદ્રી બંને -શક્તિ (બુદ્ધિ) છે.
--આ બંને સ્ત્રી ઓ એ પંચ મહાભૂતો ને આકર્ષી પાંચ પુત્રો ઉપજાવ્યા છે.(પતિ ના સમાગમ થી નહી !!!)
--આકાશ તત્વ થી (સત્ય થી-ધર્મથી) સધર્મી--યુધિષ્ઠિર
--વાયુ તત્વ થી બલ્વિષ્ઠ,સાહસિક---ભીમ
--તેજ તત્વ થી  મંદ -વૈરાગ્ય વાળો અર્જુન
--જલ તત્વ થી વિક્ષેપો દૂર કરનાર નકુલ
--પૃથ્વી તત્વ થી ભક્તિ વાળો,આત્મદેવ ની જોડે રહેનાર સહદેવ

આ દૈવી સંપત્તિ ધરાવનાર પાંચ પાંડવો ના સહાયક નેતા ,સારથી,મિત્ર કૃષ્ણ (આત્મદેવ) બતાવ્યા છે.
જે સદાય સાચું માર્ગદર્શન અને સાચો રસ્તો બતાવનાર છે.

આમ મહાભારત ના બીજા પાત્રો ના નામ પરથી પણ આવી સરખામણી પર ઘણો પ્રકાશ પાડી શકાય તેમ છે.

હવે પાછા મૂળ વિષય પર પાછા ફરીએ.

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE