Dec 18, 2011

ભાગવત-૨

ભાગવત મહાત્મ્ય અને ભાગવત સાર.
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

ભાગવત ની શરૂઆત માં ભાગવત નું મહાત્મ્ય નું વર્ણન છે.

"મનુષ્ય જન્મ પરમાત્મા નાં દર્શન કરવાથી જ સફળ થાય છે.માત્ર મનુષ્ય ને જ બુદ્ધિ શક્તિ આપી છે ,
કે જેનો સદુપયોગ કરી 'આત્મ ' 'સ્વ' રૂપ ને જાણી પરમાત્માને ને જાણી શકાય છે."

વેદની ભાષા ગૂઢ છે,જેનો અર્થ સામાન્ય માનવીની સમજ માં આવતો નથી,આથી 'વેદ'ના જ  
સિદ્ધાંતો,દ્રષ્ટાંતો દ્વારા રોચક બનાવી વ્યાસજી એ ભાગવત કથા બનાવી છે.

જ્ઞાન અને વૈરાગ્ય ની મૂર્છા ભક્તિ નાં સંગ્ થી દૂર થાય છે.તેનું નારદ અને ભક્તિ નું 
દ્રષ્ટાંત આપેલું છે.

પછી બીજું આત્મદેવ નું દ્રષ્ટાંત છે.પુત્ર ની ઝંખના,સ્ત્રી ચરિત્ર,અને પુત્ર પ્રાપ્તિ માટે મળેલું 
ફળ ગાયને ખવડાવી દેવાથી ગોકર્ણ નો જન્મ,સાથે સાથે બહેન નો પુત્ર ધન્ધુકારી 
ને ઘરમાં પુત્ર તરીકે સ્થાપિત કરે છે.જે સમય ની સાથે કુમાર્ગે ચડી જઈ કુપુત્ર બની 
આત્મદેવ ને નિરાશા આપે છે,ત્યારે ગોકર્ણ પિતાને ઉપદેશ આપે છે,

જે ભાગવત નાં સાર રૂપ છે.

"આ દેહ હાડકા,માંસ અને રુધિર નો પિંડ છે,જેને -મારો- માનવાનો છોડી દો,
સ્ત્રી-પુત્રાદિ માં થી મમતા ઉઠાવી લો.આ સંસાર ક્ષણ ભંગુર છે.એમાંની કોઈ વસ્તુને 
સ્થાયી સમજી તેમાં રાગ ના કરો.અને એક માત્ર વૈરાગ્ય ના રસિક બની,ભગવાન ની 
ભક્તિ માં લાગી જાઓ," (ભા.મ.૭૯)

"ભગવદ ભજન એ મોટામાં મોટો ધર્મ છે,બીજા સર્વ લૌકિક ધર્મ નો ત્યાગ કરો.
કામ તૃષ્ણા ને ત્યજી દો,બીજા નાં ગુણ દોષ વિચારવાનું છોડી દો,અને 
ભગવાન ની સેવા અને કથા રસ નું પાન કરો" (ભા.મ.૮૦)

ધન્ધુકારીના અપમૃત્યુ થી પ્રેતયોની ની પ્રાપ્તિ અને તેમાંથી મુક્ત થવા 
ગોકર્ણ નું ભાગવત કથા નું કહેવું ,તેવી કથા છે,
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE