Dec 24, 2011

ભાગવત-૭

સ્કંધ-૩ (ભાગ-૧ )


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

અહીં થોડુંક પાછળના બે સ્કંધ પર ઉપલક દ્રષ્ટિ કરી ને આગળ વધીએ.

પહેલા સ્કંધ માં (મુખ્ય પાત્ર) કૃષ્ણ ના 'પ્રેમ' નો 'અધિકારી' કોણ ?
એ સમજાવવા માટે ચાર પાત્રો મુક્યા છે.

--નારદ-ભક્તિ માર્ગ ના પ્રણેતા છે.સતત હરિ નું સંકીર્તન કરે છે.
--વ્યાસ -કર્મ માર્ગી છે.હરિ મિલન માટે વ્યાકુળ છે.
--શુકદેવ-જ્ઞાન માર્ગી છે.સતત હરિનું અનુસંધાન રાખે છે.
--પરિક્ષિત-રાજા છે,કર્મ માર્ગી છે,મૃત્યુ સાત  દિવસ માં આવવાનું જાણી 'વૈરાગ્ય' આવ્યો છે.

અને આ 'વૈરાગ્ય' એ પ્રેમ નો અધિકારી છે.જેની પૂર્ણતા કરવા શુકદેવ પધાર્યા છે.

બીજા સ્કંધ માં મુખ્યત્વે 'જ્ઞાન' ની લીલા છે.અહીં મુખ્ય પાત્રો બે જ છે.
શુકદેવ,પરિક્ષિત ને જ્ઞાન અને ભક્તિ નું પ્રદાન કરે છે.
--------------------------------------------------------------------------------------
સ્કંધ -૩ ની શરૂઆત બે મુખ્ય પાત્રો -વિદુર અને ઉદ્ધવ થી કરી છે.અને
અંત ત્રણ મુખ્ય પાત્રો થી કર્યો છે-કર્દમ,દેવહુતિ અને કપિલ.

આસુરી સંપત્તિવાળા કૌરવો વચ્ચે એક માત્ર વિદુર દૈવી સંપત્તિ ધરાવે છે.અને જેની સાથે કૃષ્ણ ની 'પ્રેમ સગાઇ' છે.વગર આમંત્રણે ,દુર્યોધન ના મેવા ત્યાગી,વિદુરના ઘરમાં જઈ જાતે ચૂલા પરથી ઉતારી કૃષ્ણ ભાજી ખાય છે.અને ઉદ્ધવ તો બાલસખા હતા,કૃષ્ણે દેહ ત્યાગતા પહેલાં બધું જ્ઞાન (ઉદ્ધવ ગીતા) એમને આપ્યું હતું.

અધ્યાય-૧ માં જયારે કૌરવોની સભામાં ,પાંડવોને ભાગ આપવા વિદુર નીતિશાત્ર,વિદુરે કહ્યું,ત્યારે તે ના સાંભળતા,કૌરવો એ તેમનું અપમાન કર્યું.ત્યારે  'હરિ ની મરજી' સમજી વિદુર તીર્થ યાત્રા કરવા નીકળી ગયા છે.ફરતાં ફરતાં તે યમુના કિનારે આવે છે ,ત્યારે ઉદ્ધવ જોડે તેમનો મેળાપ થાય છે.અને બધાં ના ખબર અંતર પૂછે છે.

અધ્યાય-૨ માં ઉદ્ધવ કૃષ્ણ ના દેહત્યાગ ની વાત કરે છે અને કૃષ્ણ વિયોગ થી શોકમય થઇ જાય છે.અને કૃષ્ણ ના સંભારણા માં તેમના બાલ ચરિત્રો ની વાતો કહે છે.

અધ્યાય -૩ માં ઉદ્ધવ કૃષ્ણ ના મથુરા અને દ્વારકા ના ચરિત્રો ની વાતો યાદ કરી ને કહે છે.

અધ્યાય-૪ માં દારૂ પીને ઉન્મત્ત થયેલા યાદવોનો બ્રાહ્મણોના શ્રાપ થી તેમનો વિનાશ અને કૃષ્ણ ના દેહત્યાગ સુધી ની વાતો કહી સંભળાવે છે.દેહત્યાગ પહેલાં ઉદ્ધવ ને આપેલું જ્ઞાન 'ઉદ્ધવ ગીતા "તરીકે જાણીતું છે.જયારે વિદુર તે જ્ઞાન સાંભળવાની ઈચ્છા પ્રગટ કરે છે.ત્યારે ઉદ્ધવ તેમને મૈત્રેય ઋષિ જોડે જવાનું કહે છે.કેમકે તેવી કૃષ્ણ ની આજ્ઞા હતી .

અધ્યાય-૫ માં વિદુર,મૈત્રેયી ને અનેક પ્રશ્નો પૂછે છે.--સંસાર માં સર્વ લોકો સુખ માટે પ્રયત્ન કરે છે,પણ કેમ મળતું નથી? ભગવાન અકર્તા હોવા છતાં આ સૃષ્ટિની રચના કલ્પ ના આરંભ માં કેવી રીતે કરી?

મૈત્રેયી કહે છે કે-"તત્વ દ્રષ્ટિ થી જગત ખોટું છે એટલે ઋષિઓ એ તેનો બહુ વિચાર કર્યો નથી,પણ આ જગત જેને આધારે રહેલું છે તે પરમાત્મા નો બહુ વિચાર કર્યો છે."

સૃષ્ટિ ની પહેલાં એકમાત્ર પરમાત્મા હતા.એમનામાં જ રહેલી શક્તિ (માયા) થી એક માં થી અનેક થવા નો સંકલ્પ થયો.પ્રકૃતિ અને પુરૂષ નું જોડું થયું.અને મહત્ તત્વ બન્યું.મહત્ તત્વ માંથી અહંકાર,અને પછી પાંચ મહાભૂતો ની ઉત્પત્તિ થઇ.આ પાંચ મહાભૂતો ક્રિયા  કરી શક્યા નહી

અધ્યાય -૬ માં "જયારે પરમાત્મા એ એકે એક વસ્તુમાં શક્તિ રૂપે પ્રવેશ કર્યો.ત્યારે કાર્ય શક્તિ,થી વિરાટ સૃષ્ટિ ની ઉત્પત્તિ થઇ."-પ્રકૃતિ ના ત્રણ ગુણો અનુસાર દેવો,અસુરો,મનુષ્યો અને પ્રાણી ઓ સૃષ્ટિ ની રચના થઇ.

અધ્યાય  ૫ અને ૬ અધ્યાય માં જે સર્ગ સિધ્ધાંત બહુ ઝીણવટ થી સમજાવવામાં આવ્યો છે.તે જિજ્ઞાસુ ઓ ને ઊંડાણ પુર્વક માહિતી આપી શકે તેમ છે.અહીં માત્ર સાર રૂપ, સમજ માં આવે તે રીતે ટુંકાણ માં -પૂરતું -ઉપર મુજબ વર્ણવ્યું છે.આ સર્ગ સિધ્ધાંત ઘણા બધા પરમાત્મા વિષયક પ્રશ્નો નો જવાબ આપી શકે તેમ છે.

અધ્યાય -૭ માં જીવાત્મા અને અવિદ્યા (માયા) વિષે પ્રશ્ન કરેલો છે.જેના જવાબ માં ફરીથી અહીં માયાને સ્વપ્ન જોડે સરખાવી છે.અને માત્ર ભક્તિ યોગ થી આ માયાને પાર કરી  શકાય છે,તેમ જણાવ્યું  છે.

અધ્યાય -૮ જલશાયી ભગવાનની નાભિ માં થી બ્રહ્મા ની ઉત્પત્તિ વિષે જણાવ્યું છે.પ્રલય કાળે આ જગત એક સમુદ્ર રૂપ થયેલા જળ માં ડૂબ્યું હતું ત્યારે કેવળ કાળ શક્તિને(સમય ને) જાગ્રત રાખી ,નારાયણ શેષ નાગ રૂપી શય્યા પર સુતા હતા.
આ કાળ શક્તિ ની પ્રેરણાથી અને રજોગુણ ના વિકારથી -કાળ ક્રમે તેમની નાભિ માંથી કમળ ઉત્પન્ન થયું.તેમાંથી બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્મા એ કમળ નું મૂળ શોધવા પ્રયત્ન કર્યો.અને નારાયણ ના દર્શન થયાં.(આ સર્ગ સિધ્ધાંત નું  ઉદાહરણ છે)

અધ્યાય-૯ માં બ્રહ્મા ,નારાયણ ની સ્તુતિ કરે છે.ત્યારે નારાયણ તેમણે સૃષ્ટિ ને વધારવાની આજ્ઞા કરે છે.

અધ્યાય ૧૦-માં ૧૦ પ્રકારની સૃષ્ટિ રચી તેનું વિગત વાર વર્ણન છે.


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE