Dec 24, 2011

ભાગવત-૮

સ્કંધ-૩-ભાગ-૨


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

અધ્યાય-૧૧ માં કાળ(સમય) ની ગણત્રી વિષે બહુ જ સુંદર ઉલ્લેખ છે.
અહીં સહુ પ્રથમ "પરમાણું" ની વ્યાખ્યા આપી છે. !!!!!
"પૃથ્વી આદિ કાર્ય વર્ગ નો જે સૂક્ષ્મતમ અંશ છે,જેના એથી વિશેષ વિભાગો થઇ શકતા નથી,
જે હ્જુ કાર્ય કરી શકતો નથી (એક છે એટલે) અને અન્ય પરમાણું સંયોગ પણ નથી થયો .તેને પરમાણું કહે છે" બે પરમાણું ઓ નો 'અણું' અને ત્રણ અણું ઓ 'ત્રસરેણું'  થાય છે.જે હલકો હોવાથી આકાશ માં ઉડ્યા કરતો હોય છે.આવા ત્રણ 'ત્રસરેણું'  ઓ ને પસાર કરતાં સૂર્ય ને જેટલો સમય લાગે તેને 'ત્રુટી' કહેવાય છે.
આ થઇ સમય ની મૂળભૂત ગણત્રી,પછી તો છેક 'દ્વિ પરાર્ધ' સુધી ની ગણત્રી અને જુદા જુદા જીવો નું જુદું જુદું
આયુષ્ય વિષે વર્ણન છે. યુગો ના સમય ની ગણત્રી ની માહિતી છે.

અધ્યાય ૧૨ માં સહુ પ્રથમ બ્રહ્મા એ અજ્ઞાન માંથી પાંચ ભેદ વાળી અવિદ્યા સર્જી,જે પસંદ ના પડતાં,
તેમણે મન વડે માનસી સૃષ્ટિ રચી ,અને ચાર ઋષિઓ-સનક,સનંદન,સનાતન અને સનત્કુમાર પેદા થાય છે ,જે મોક્ષ ધર્મી નીવડ્યા અને સૃષ્ટિ આગળ વધારવા તૈયાર નહોતાં.એટલે બ્રહ્મા એ પોતાના જુદા જુદા અંગોમાં થી
દસ પુત્રો-મરીચિ,અત્રિ,અંગિરસ,પુલસ્ત્ય,પુલહ,કતુ,ભૃગુ,વસિષ્ઠ,દક્ષ અને નારદ.--ઉત્પન્ન કર્યા.જે ઋષિઓ એ પણ સૃષ્ટિ નો વિસ્તાર ના કર્યો ત્યારે,બ્રહ્મા એ  જમણા અંગ માંથી  મનુ અને ડાબા અંગ માંથી શતરૂપા રાણી પ્રગટ કર્યા,જેમનાથી મૈથુની સૃષ્ટિ પેદા થઇ.આ આ બંને ના બે પુત્રો(પ્રિયવ્રત-ઉતાનપાદ) અને ત્રણ પુત્રીઓ (આકુતી,દેવહુતિ,પ્રસુતિ)થઇ..આ ત્રણ પુત્રીઓ ને આકુતી-રુચિને,દેવહુતિ-કર્દંબ ને,અને પ્રસુતિ -દક્ષને પરણાવી.અને તેમની સંતતિઓ થી જગત ભરાઈ ગયું.

અધ્યાય -૧૩ માં જયારે બ્રહ્મા, મનુ ને સૃષ્ટિ નો વિસ્તાર કરવાની આજ્ઞા આપે છે,ત્યારે મનુ કહે છે કે-પૃથ્વી તો જળ માં ડૂબેલી છે,તો મારા માટે કયું સ્થાન છે?ત્યારે બ્રહ્મા ના નાક ના છિદ્રમાંથી ભુંડ નું (વરાહ) બચ્ચું નીકળ્યું અને જોત જોતજોતામાં તે ખૂબ જ વિશાળ થઇ ગયું.જેને ભગવાન નો વરાહ અવતાર કહે છે,પૃથ્વીને જળ માંથી બહાર કાઢવા તે જાય છે ત્યારે પાણી માંથી હિરણ્યાક્ષ ગદા લઈને આવે છે,તેનો તે વધ કરે છે અને પૃથ્વીને પાણી ની બહાર લાવે છે.

અધ્યાય-૧૪ માં દક્ષ ની પુત્રી દિતિ એ એક વખત સંધ્યાકાળે કામાતુર થઇ સંતાન ની ઈચ્છા થી પોતાના પતિ કશ્યપ ની ઈચ્છા કરી.કશ્યપે અયોગ્ય સમયે આવું નહી કરવાનું સમજાવ્યું તેમ છતાં દિતિ એ દુરાગ્રહ ચાલુ રાખી બળજબરીથી પતિ જોડે પોતાની ઈચ્છા પૂરી કરી.અપરાધી દિતિ ને કશ્યપ કહે છે કે-મારી આજ્ઞા નહી પાળવાથી અને શિવ ના અનુચર દેવોનો અપરાધ થવાથી,તેને મહા નીચ બે પુત્રો (હિરણ્યાક્ષ-હિરણ્યકશીપુ) થશે.જયારે દિતિ એ ખૂબ પશ્ચ્યાતાપ કર્યો  ત્યારે કશ્યપે કહ્યું કે તારો એક પ્રપૌત્ર
ભગવાન નો ભક્ત (પ્રહલાદ) થશે  અને સત્પુરુષો માં સ્થાન પામશે.

અધ્યાય -૧૫ માં સનત્કુમારો જયારે વૈકુંઠ માં જાય છે ત્યારે હરિ ના પાર્ષદો જય-વિજય તેમણે રોકે છે.સનત્કુમારો ને હરિ ને મળવાની તાલાવેલી  હોય છે એટલે ગુસ્સે થઇ જય-વિજય ને નીચ યોની માં જવાનો શ્રાપ આપે છે.શ્રાપ આપ્યા પછી પોતે ગુસ્સે થયા તેનો હરિ આગળ પસ્તાવો કરે છે.

અધ્યાય-૧૬ માં હરિ સનત્કુમારો ને અને જય-વિજય ને સાંત્વન આપે છે. જય-વિજય પર કૃપા કરી કહે છે કે-તમે બંને અસુર ની યોની પ્રાપ્ત કરી,ક્રોધાવેશને લીધે વૃદ્ધિ પામેલી એકાગ્રતાથી દ્રઢ યોગાભ્યાસ વાળા થઇ તરત જ મારી પાસે પાછા આવશો.

અધ્યાય -૧૭ માં શ્રાપ ને પામેલા જય-વિજય દિતિ ના કુખે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે જન્મ લે છે.બંને જયારે મોટા થાય છે ત્યારે હિરણ્યાક્ષ સ્વર્ગલોકમાં અને સર્વ જગ્યાએ હાહાકાર મચાવી દે છે.

અધ્યાય-૧૮ અને ૧૯  માં હિરણ્યાક્ષ અને વરાહ ભગવાન ના  યુદ્ધનું  અને હિરણ્યાક્ષ ના વધ નું વર્ણન છે.

અધ્યાય-૨૦ માં વિદુર ફરીથી પ્રશ્ન કરે છે કે-બ્રહ્મા ની માનસી અને મૈથુની સૃષ્ટિ નો વિસ્તાર કેવી રીતે થયો.ત્યારે ફરીથી બ્રહ્માની અવિદ્યા વાળી,માનસી અને મૈથુની સૃષ્ટિ વિષે કહે છે.

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE