Sep 3, 2019

ભાગવત રહસ્ય-૫૨

શ્રીકૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણની બધી લીલા પ્રેમથી ભરેલી છે. આરંભથી અંત સુધી પરમાત્મા પ્રેમ કરે છે.શ્રીકૃષ્ણ ચરિત્રનો આરંભ –પુતના ચરિત્રથી થાય છે. ઝેર આપનાર પુતના સાથે શ્રી કૃષ્ણ પ્રેમ કરે છે.જે ગતિ માતા યશોદાને આપી છે-તેવી જ ગતિ પુતનાને પણ આપી છે.શિશુપાળ-ભરી સભામાં ગાળો આપે છે-તેને મુક્તિ આપે છે.
જે ભીષ્મ પિતાએ-પોતાને બાણ માર્યા છે-તેના અંત કાળે તેમની પાસે ગયા છે.
શ્રી કૃષ્ણ ચરિત્રનો અંત-માં જરા પારધી બાણ મારે છે-.(જરાનો અર્થ થાય છે –વૃદ્ધાવસ્થા-કૃષ્ણ તો મહાન યોગી છે-તેમને વૃદ્ધાવસ્થા બાણ કેવી રીતે મારી શકે ?-પણ આ યે એક લીલા છે)-પારધી ને ખબર પડી-ભૂલ થી બાણ મરાણું છે- તે ગભરાયો છે-આવીને કૃષ્ણ આગળ ક્ષમા માગે છે. પ્રભુએ કહ્યું-આ મારી ઇચ્છાથી થયું છે.તું ચિંતા ન કર-હું તને મુક્તિ આપીશ.

પારધીમાં અક્કલ જરા ઓછી.તેણે ચિંતા વ્યક્ત કરી-આપ મને મુક્તિ આપશો તો મારા બાળકોનું શું થશે ? 
તેઓનું ભરણ-પોષણ કોણ કરશે ? પ્રભુએ કહ્યું-તારા બાળકો મારી સેવા કરશે.તેથી તેઓની આજીવિકા ચાલશે. લોકો મને જે ભેટ ધરશે-તે તારા બાળકોને આપીશ. 
આજ પણ જગન્નાથજીમાં –એક મહિનો-ભીલ લોકો સેવા કરે છે.તે જરા પારધીના વંશના છે.જે પારધીએ બાણ માર્યું-તેને પ્રભુએ સદગતિ આપી છે. જરા પારધીનું તો શું, તેના વંશનું પણ કલ્યાણ કર્યું છે.


શ્રી કૃષ્ણ જેવો પ્રેમ કરનાર કોઈ થયો નથી.કનૈયો જયારે પ્રેમ કરે છે-ત્યારે-એ જીવની- લાયકાતનો વિચાર કરતો નથી. શ્રીકૃષ્ણ અકારણ પ્રેમ કરે છે.રામાયણમાં આવે છે-
“કોમલ ચિત્ત અતિ દિન દયાલા,કારન બિનુ રઘુનાથ કૃપાલા “

વાલ્મીકિ રામાયણ –આચાર ધર્મ પ્રધાન ગ્રંથ છે. તુલસી રામાયણ ભક્તિ પ્રધાન ગ્રંથ છે.
વાલ્મીકિને પોતાના જન્મમાં કથા કરવાથી તૃપ્તિ ન થઇ, ભગવાનની મંગલમયી લીલાકથાનું ભક્તિથી પ્રેમપૂર્વક વર્ણન કરવાનું રહી ગયેલું,તેથી કળિયુગમાં તુલસીદાસ તરીકે જન્મ્યા.

વેદ રૂપી -કલ્પ વૃક્ષોનું–આ- ભાગવત – એ –ફળ- છે.
એ તો બધાં જાણે છે કે-ઝાડના -પાન-કરતાં ઝાડના –ફળમાં વધુ –રસ- હોય છે.
રસરૂપ –આ ભાગવત રૂપ-ફળનું –મોક્ષ મળતા સુધી તમે વારંવાર –પાન-કરો.
જીવ-ઈશ્વરનું મિલન ન થાય - ત્યાં સુધી-આ પ્રેમ રસનું –પાન- કરો.

ઈશ્વરમાં –તમારો-લય ન થાય ત્યાં સુધી ભાગવતનો –આસ્વાદ કર્યા કરો. ભોગની હવે સમાપ્તિ કરો.
ભોગથી કોઈને શાંતિ મળતી નથી. ભક્તો- ભોગની સમાપ્તિ કરે છે. ભક્તિ રસ છોડવાનો નથી.
ભક્તિમાં જેને સંતોષ થાય તેની ભક્તિમાં ઉન્નતિ અટકે છે.

વેદાંત –ત્યાગ કરવાનું કહે છે.વેદાંત કહે છે-કે સર્વનો ત્યાગ કરી-ભગવાન પાછળ પડો.
પણ સંસારીઓને કાંઇ-છોડવું નથી. –એવાના ઉદ્ધાર માટે કોઈ ઉપાય ખરો ?હા-ત્યાગ ના કરી શકો તો કાંઇ હરકત નહિ.—પરંતુ-તમારુ સર્વસ્વ-ઈશ્વરને સમર્પણ કરો-અને અનાસક્ત પણે ભોગવો.પરીક્ષિતને નિમિત્ત બનાવી ને (પરીક્ષિતનું ઉદાહરણ આપી ને) સંસારમાં ફસાયેલાં-લોકોને માટેવ્યાસજીએ આ ભાગવતની કથા કરેલી છે.ભાગવત ખાસ કરીને સંસારીઓ માટે છે. ઘરમાં રહેલા ગૃહસ્થનું પણ કલ્યાણ થાય-એ આદર્શ રાખીને-આ કથા કરી છે.

પ્રભુ પ્રેમ વગરના શુષ્ક જ્ઞાનની શોભા નથી-એ બતાવવાનો ભાગવતનો –ઉદ્દેશ –છે.
જ્ઞાન-જયારે વૈરાગ્યથી દૃઢ થયેલું હોતું નથી-ત્યારે તેવું જ્ઞાન –મરણ સુધારવાને બદલે-સંભવ છે કે મરણ બગાડે.સંભવ છે કે આવું જ્ઞાન –અંતકાળે દગો આપે. મરણને સુધારે છે ભક્તિ. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે.

વિધિ-નિષેધ (એક એવો સમય આવે છે-જયારે –બધી વિધિઓનો નિષેધ થઇ જાય છે) ની મર્યાદા ત્યાગી ચુકેલા-મોટા મોટા –ઋષિઓ-પણ ભગવાનના –અનંત-કલ્યાણમય-ગુણોના વર્ણનમાં સદા રત રહે છે. એવો છે-ભક્તિનો મહિમા.

જ્ઞાનીને –અભિમાન પજવે છે.ભક્તને નહિ. ભક્તિ અનેક સદ્દગુણો લાવે છે. ભક્ત નમ્ર હોય છે.
આચાર-વિચાર શુદ્ધ હશે-ત્યાં સુધી-ભક્તિને પુષ્ટિ મળશે. જીવન વિલાસ-મય થયું એટલે ભક્તિનો વિનાશ થયો છે.ભાગવતશાસ્ત્ર મનુષ્યને કાળના મુખમાંથી છોડાવે છે. તે મનુષ્યને સાવધાન કરે છે.કાળના મુખમાંથી છુટવા-કાળના યે કાળ-શ્રીકૃષ્ણને શરણે જાવ. જે સર્વસ્વ છોડે છે-તેની ચિંતા ભગવાન કરે છે.


મહાભારતમાં એક કથા છે-યુદ્ધ વખતે-દુર્યોધને –ભીષ્મ પિતામહને ઠપકો આપ્યો.કે- દાદાજી-તમે મન મૂકીને લડતા નથી.તેથી ક્રોધાવેશમાં –ભીષ્મ –પ્રતિજ્ઞા કરે છે-કે-આવતી કાલે- હું અર્જુનને મારીશ અથવા હું મરીશ.
આથી સર્વે ગભરાયા. આ તો ભીષ્મ-પ્રતિજ્ઞા હતી. કૃષ્ણ ભગવાનને ચેન પડતું નથી-નિદ્રા આવતી નથી. તેમને થયું-અર્જુનની શું દશા હશે ?તે અર્જુનને જોવા ગયા. જઈને જુએ-તો-અર્જુન તો શાંતિથી ઊંઘતો હતો.

ભગવાને વિચાર્યું-કે ભીષ્મે આવી ભીષણ પ્રતિજ્ઞા કરી છે-તેમ છતાં આ –તો શાંતિથી સુતો છે. તેમણે અર્જુન ને ઉઠાડ્યો અને પૂછ્યું-તે ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી છે? તો અર્જુન કહે કે-હા સાંભળી છે. શ્રીકૃષ્ણ કહે છે કે-તને મૃત્યુની ચિંતા નથી? અર્જુને કહ્યું-મારી ચિંતા કરનારો મારો ધણી છે.તે જાગે છે-માટે હું શયન કરું છુ. તે મારી ચિંતા કરશે-હું શા માટે ચિંતા કરું ? આ પ્રમાણે સર્વ ઈશ્વર ઉપર છોડો. મનુષ્યની ચિંતા જ્યાં સુધી-ઈશ્વરને ના થાય –ત્યાં સુધી તે નિશ્ચિત્ત થતો નથી.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
 INDEX PAGE