ભગીરથ રાજા ગંગા ને પ્રવાહ ને
દોરતા આગળ ચાલ્યા.ગંગાજી નો વહેતો પ્રવાહ જહનુ મુનિ યજ્ઞ કરતા હતા ત્યાં આવ્યો,ધોધમાર
વહેતા પ્રવાહમાં જહનુ મુનિ નો આશ્રમ ડૂબી ગયો, ક્રોધે ભરાયેલા મુનિ એ ગંગા ના આખા પ્રવાહ ને અંજલિ માં
લઇ ગળે ઉતારી દીધો.વળી પાછા ભગીરથે તેમને પ્રાર્થના કરી એટલે જહનુ મુનિ એ પોતાના ડાબા
કાનમાંથી ગંગા ને બહાર કાઢયાં.આથી ગંગા ને જહનુ ની પુત્રી જાહ્નવી
પણ કહે છે.ત્યાંથી પ્રવાહ આગળ ચાલ્યો અને સગરરાજા ના સાઠ હજાર પુત્રો ની ભસ્મ પર ફરી
વળ્યો.અને સગર-પુત્રો ની આમ છેવટે સદગતિ થઇ.એક સુપુત્ર સાત પેઢીઓને તારે છે
તે કહ્યું છે –તે ખોટું કહ્યું નથી.
જગતમાં ત્રણ પ્રકારના મનુષ્યો
કહ્યા છે.કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ.
જે માનસ વિઘ્નો થી ડરી ને કામ
નો પ્રારંભ ના કરે તે કનિષ્ઠ,જે કામ ચાલુ કરે પણ વિઘ્ન આવતાં તે કામ પડતું મૂકી દે તે મધ્યમ અને વિઘ્ન
ની સામે લડી ને પણ કામમાં મંડ્યો રહે તે ઉત્તમ.
ભગીરથે ચાર પેઢી નાં અધૂરાં
કામ પૂરાં કર્યા.ને વડવાઓ ને તાર્યા.બ્રહ્મા વગેરે દેવો એ પૃથ્વી પર પધારી ને ભગીરથ
ને ધન્યવાદ આપ્યા,અને આશીર્વાદ આપ્યા કે ગંગાજીને લોકો ભાગીરથી કહેશે.
ભાગીરથી નામ અસ કહહી,અઘ ઉલૂક દેખત
રવિ ડરહી
ગંગા ભાગીરથી નામે ઓળખાશે અને
પાપરૂપી ઘુવડ ગંગા-રૂપી સૂરજ ને જોતાં જ ભય પામશે.
શિવજી ગંગા ને મસ્તક પર ધારણ કરે
છે,ગંગા એ જ્ઞાન નું સ્વરૂપ છે.
જીવ જો જ્ઞાન-રૂપી ગંગાને જો મસ્તક
પર રાખે તો શિવ-સ્વરૂપ (આનંદ સ્વ-રૂપ) બની જાય.
રામ-લક્ષ્મણ ને લઇ વિશ્વામિત્રે
ગંગા નદી ને ઓળંગી ને આગળ વધ્યા,ત્યાં એક નિર્જન આશ્રમ રામજી ની નજરે પડ્યો.તે જોઈ
રામજી ને નવાઈ લાગી અને તેમણે વિશ્વામિત્ર ને તેનું કારણ પૂછ્યું.
વિશ્વામિત્ર કહે છે કે-આ ગૌતમ
ઋષિ નો આશ્રમ છે.તેમના પત્ની અહલ્યાજી મહાસતી છે,પરંતુ એકવાર અજાણ થી તેમના થી મહા-અપરાધ
થઇ ગયો.સ્વર્ગ નો રાજા ઇન્દ્ર ઋષિ ગૌતમનું રૂપ લઇ ને આશ્રમમાં આવ્યો,અને અહલ્યાએ
એનો ઋષિ સમજી સત્કાર કર્યો.આથી ગુસ્સે થઇ અને ગૌતમ ઋષિ એ એમને શાપ દીધો.અને તે શાપ
ને લીધે અહલ્યાજી અહીં શિલા (શલ્યા) રૂપે પડ્યાં છે.
એમ કહી વિશ્વામિત્રે રામજી ને
એક શિલા દેખાડી અને તેને પગ અડાડવાનું કહ્યું.ત્યારે રામજી કહે છે કે-
આપે કહ્યું તેમ તે શિલા નથી પણ
અહલ્યા છે તો એણે પગ અડાડવાથી મને પાપ નહિ લાગે?
ત્યારે વિશ્વામિત્રે કહ્યું-
ગૌતમ નારી શાપ બસ,ઉપલ દેહ ધરી
ધીર,ચરણ કમળ રજ ચાહતી કૃપા કરહુ રઘુબીર.
ગૌતમ ની સ્ત્રી અહલ્યા શાપ ને
વશ થઇ અહીં પથ્થર રૂપે પડી છે અને આપની ચરણરજ
ઝંખે છે,
તો,હે રઘુવીર તેના પર કૃપા કરો.
પણ હજુ રામજીના મનનું સમાધાન થતું
નથી.તેમણે કહ્યું કે-તેઓ પરસ્ત્રી છે,ઋષિ-પત્ની છે,માતા-તુલ્ય છે,
તેમના ચરણ માં હું પ્રણામ કરું
છું.-શ્રી રામ ની આ મર્યાદા છે,
શાસ્ત્ર માં સાધક ની એક મર્યાદા
બતાવી છે કે-“ન સ્પૃહે દારવીમપિ” લાકડાની ઢીંગલી ને પણ સ્પર્શ ના કરવો. એમ જ રામજી
અહીં કહે છે કે-હું તેમણે પ્રણામ કરું છું.પણ તેમણે પગ અડાડીને મારાથી સ્પર્શ
કેવી રીતે થઇ શકે? રામજી હજુ વિચારમાં
છે.
ત્યારે વિશ્વામિત્ર કહે છે કે
એમ પ્રણામ કરવાથી કંઈ નહિ વળે.તે તમારા ચરણરજ ની રાહ જોઈ ને બેઠી છે.
પણ કહે છે કે-ગુરૂ ની આજ્ઞા નું પાલન કરતાં જ પહેલાં પ્રકૃતિ એ મદદ કરી અને -
તે સમયે પવન ને કારણે રામજી નાં
ચરણ ની રજ ઉડીને પથ્થર પર પડી અને શલ્યાની અહલ્યા થઇ.
અહલ્યા નો ઉદ્ધાર થયો.