Dec 14, 2014

પતંજલિના યોગસૂત્રો-62-Yogsutra of Patanjali-Gujarati

  • विशेषदर्शिन आत्मभावभावनाविनिवृत्तिः (૨૫)

પુરુષ (આત્મા) અને ચિત્ત નો તફાવત દેખી શકનાર નું-
"ચિત્ત એ આત્મા છે" એવું (અજ્ઞાન) દૂર થાય છે  (૨૫)

  • तदा विवेकनिम्नं कैवल्यप्राग्भारं चित्तम् (૨૬)

ત્યારે "વિવેક" તરફ વળેલું -ચિત્ત -એ "કૈવલ્ય" ની "પૂર્વ-અવસ્થા" ને પ્રાપ્ત કરે છે. (૨૬)

આમ,યોગ ની સાધના વિવેક-શક્તિ તરફ-કે-દર્શન ની સ્વચ્છતા તરફ લઇ જાય છે.
આંખ ની સામેથી આવરણ હટી જાય છે,અને વસ્તુઓ "જેવી છે" તેવે જ સ્વરૂપે જણાય છે.
યોગી ને પ્રતીત થાય છે કે-પ્રકૃતિ એ મિશ્ર વસ્તુ છે અને સાક્ષી-રૂપ પુરુષ ને આ જગતનું દૃશ્ય દેખાડી રહી છે,
તથા-પ્રકૃતિ એ માલિક નથી અને પ્રકૃતિનાં સઘળાં મિશ્રણો-એ કેવળ અંતરના સિંહાસન પર વિરાજમાન-
સમ્રાટ-પુરુષ ને આ જગતનું દૃશ્ય બતાવવા માટે જ છે.

લાંબા કાળની સાધના વડે જયારે વિવેક પ્રાપ્ત થાય છે,ત્યારે ભય નીકળી જાય છે અને ચિત્ત-
કૈવલ્ય ની પૂર્વ અવસ્થા ને પ્રાપ્ત કરે છે.

  • तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः (૨૭)

તે કૈવલ્ય-સ્થિતિના વચ્ચે ના ગાળાઓમાં અડચણ-રૂપ જે જે વિચારો ઉઠે છે,તે સંસ્કારોમાંથી આવે છે. (૨૭)

"સુખી થવા માટે બાહ્ય વસ્તુ ની જરૂર રહે છે" એવું આપણ ને મનાવનારા જે વિવિધ પ્રકારના વિચારો ઉઠે છે,
તે બધા પૂર્ણત્વ ની અવસ્થામાં અડચણ-રૂપ છે.પુરુષ (આત્મા) પોતે આનંદ-સ્વ-રૂપ છે.પણ-
આ જ્ઞાન -એ પૂર્વ ના "સંસ્કારો" ને લીધે ઢંકાઈ  ગયું છે,જે સંસ્કારો નો ક્ષય થઇ જવો જોઈએ.

  • हानम् एषां क्लेशवदुक्तम् (૨૮)

તેમનો (તે સંસ્કારો નો) નાશ અગાઉ કહ્યા પ્રમાણે ક્લેશો (અવિદ્યા-અસ્મિતા) નો નાશ કરી કરવાનો છે.(૨૮)

  • प्रसंख्यानेऽप्यकुसीदस्य सर्वथाविवेकख्यातेर्धर्ममेघः समाधिः (૨૯)

તત્વો નું વિવેક-જ્ઞાન થતાં,તેમાંથી ઉત્પન્ન થતી "ઐશ્વર્ય માટે ની સ્પૃહા" ને છોડવાથી,
યોગી ને "સંપૂર્ણ-વિવેક-જ્ઞાન" થાય છે.અને તેનાથી તે "ધર્મ-મેઘ" નામની સમાધિ-અવસ્થાએ પહોંચે છે.(૨૯)

જયારે યોગી આ "વિવેક-જ્ઞાન" મેળવી ચુકે-ત્યારે પાછલા પ્રકરણમાં જણાવેલી સર્વ વિભૂતિઓ (સિદ્ધિઓ) તેની પાસે આવે છે,પરંતુ સાચો યોગી તેમનો અસ્વીકાર કરે છે.અને તેનામાં એક "ખાસ-પ્રકારનું સંપૂર્ણ-વિવેક-જ્ઞાન"
અને એક ખાસ પ્રકારનું તેજ આવે છે-તેને "ધર્મ-મેઘ" કહેવામાં આવે છે.


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE