Jun 11, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-188


દશે ભાઈઓ મનમાં ચિંતન કરે છે કે-
“પ્રફુલ્લિત થયેલું કમળ અમારું આસન છે, અમે જગતને સર્જનાર બ્રહ્મા  છીએ,
કર્તા,ભોક્તા અને મહેશ્વર પણ અમે છીએ.અમારી યજ્ઞ-મૂર્તિ છે.પુરાણ વગેરે ઉપાંગ સહિત યજ્ઞ કરનાર મહર્ષિઓ તથા સરસ્વતી અને ગાયત્રીથી યુક્ત મૂર્તિમાન વેદ અમારી પાસે છે
અને અમે તેને ઉત્પન્ન કરેલા છે.સ્વર્ગ-લોક અમારી પાસે છે.
પ્રજાને શોભાવનાર આ મહાબાહુ ઇન્દ્ર પણ અમારા દેહમાં છે.
પ્રુથ્વી પર પર્વત,સમુદ્ર,મનુષ્યો -વગેરે રહેલા છે,પાતાળમાં દાનવો-વગેરે રહેલા છે,બાર સૂર્ય-દેવતા
પોતાની કાંતિ-રૂપ પાશથી દિશાના સમુહો ને ધારણ કરે છે.લોક્પાલો શુદ્ધ-વૃત્તિ થી પોતાના લોક નું
રક્ષણ કરે છે.સર્ગ ને અમે ઉત્પન્ન કરીએ છીએ અને સંહારીએ પણ છીએ.અને
પારમાર્થિક સ્વરૂપમાં રહીને અમે શાંતિ પામીએ છીએ.પૂર્ણ આત્મા વાળા અમે આત્મા થી રહેલા છીએ."

આ પ્રમાણે ધ્યાન-વૃત્તિ થી તે ઇન્દુ બ્રાહ્મણ ના દસે પુત્રો જાણે શિલામાં કોતરેલા હોય તેમ સ્થિર પણે ઉભા રહ્યા.અને તેમની “બ્રહ્માકાર વૃત્તિ થી,તેથી,તેઓ કમળના આસન ની કલ્પના ને લીધે,તુચ્છ વૃત્તિ નો ત્યાગ કરી,બ્રહ્મા-પણા ના ભાવથી શોભવા લાગ્યા.
(૮૭) ઇન્દુ બ્રાહ્મણ ના દશ પુત્રો નો બ્રહ્મા-ભાવ
સૂર્ય,બ્રહ્માને કહે છે કે-હે,પિતામહ,એ પ્રમાણે ઇન્દુ-બ્રાહ્મણ ના તે દશ પુત્રો તમારી પેઠે સૃષ્ટિ ની
ઉત્પત્તિ,સ્થિતિ અને લય માં પોતાનું મન રાખીને રહ્યા.તાપ અને પવનથી સુકાઈને તેમનો દેહ પડી ગયો
નહિ ત્યાં સુધીઆવી તેઓ આદરથી તેમ ને તેમ ઉભા રહ્યા. દેહ પડી ગયો ત્યાં સુધી પણ તેમની વૃત્તિ –બહારના પદાર્થમાં ના આવી અને બ્રહ્મા ના ભાવમાં સ્થિર રહીને,ચાર-યુગના અંતે કલ્પ નો ક્ષય થયો
ત્યાં સુધી તેઓ ઉભા રહ્યા.પ્રલય સમયે જયારે કલ્પ નો ક્ષય થવા લાગ્યો,બાર સૂર્ય વધારે તપવા લાગ્યા,
મેઘ વરસવા લાગ્યા,તીવ્ર વાયુ વાવા લાગ્યો,અને પ્રાણીમાત્ર નો ક્ષય થયો,ત્યારે રાત્રિ (બ્રહ્મા ની રાત્રિ)
સમયે,સર્વનો સંહાર કરીને તમે યોગ-નિંદ્રામાં શયન કર્યું.
રાત્રિના અંતે તમને આજે સૃષ્ટિ રચવાની ઈચ્છા થઇ છે,
પણ તે બ્રાહ્મણો,તે બ્રહ્મ-ભાવની ઉચ્ચ ભાવનામાં
દશ બ્રહ્માંડ માં તેમના તેમ રહ્યા છે.
હે,બ્રહ્મ-દેવ,તેમાં તે દશ બ્રાહ્મણ-પુત્રો એ દશ બ્રહ્માંડ ના દશ બ્રહ્મા છે,
તથા મન-રૂપી આકાશમાં રહેલા આ દશ સંસાર છે.
હે,પ્રભુ તે દશ બ્રહ્માંડના એક બ્રહ્માંડ નો હું સૂર્ય છું,અને કર્મ માં જોડાયેલો છું.
“આ દશ બ્રહ્માંડ ની ઉત્પત્તિ કેમ થઇ? તેનો મેં તમને ઉત્તર દીધો,
હવે તમારી ઈચ્છામાં આવે તેમ કરો.
આ દશ બ્રહ્માંડ એ મનો-માત્ર છે,માટે તમારી નવી સૃષ્ટિ ઉત્પન્ન  કરવામાં કોઈ વિરોધ નથી.
વિવિધ કલ્પનાઓ વડે આકાશથી વ્યાપેલું આ જે ઉત્તમ જગત ઉત્પન્ન થયું છે,
તે માત્ર-બહાર તથા અંદરની ઇન્દ્રિયો પેઠે બંધન-રૂપ છે,અને પોતાના ચિત્તમાં ભ્રમ-રૂપ છે.
(૮૮) ઐન્દવોપાખ્યાન ની સમાપ્તિ

બ્રહ્મા,વશિષ્ઠ ને કહે છે કે-હે બ્રહ્મ-જ્ઞાનીમાં શ્રેષ્ઠ વશિષ્ઠ.આ જે દશ બ્રહ્માંડ માં જે દશ બ્રહ્મા જોવામાં આવે છે,
તે ઇન્દુ-બ્રાહ્મણ ના દશ પુત્રો છે,એ પ્રમાણે કહીને તે સૂર્ય-દેવતા ચુપ રહ્યા.ત્યાર પછી ઘણીવાર વિચાર કરીને મેં સૂર્ય-દેવતાને કહ્યું કે-જયારે આ દશ બ્રહ્માંડ રહેલાં છે ત્યારે બીજું હું શું ઉત્પન્ન કરું?તે તમે કહો.
આ દશ બ્રહ્માંડ છે,તે છતાં હું નવી સૃષ્ટિ પેદા કરું તેમાં ફળ શું? ત્યારે સૂર્ય એ વિચાર કરીને કહ્યું કે-

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE