Jul 27, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-232


મન છે તે જ વિલક્ષણ ક્રિયાઓને કરનાર અને ભોગવનાર છે.
તડકામાં જેમ હિમ-કણ નો લય થાય છે,તેમ “મન-રૂપી-રત્ન” ને હઠયોગ થી ઘર્ષણ કરી,
રાજયોગ થી તેનું શોધન(સ્વચ્છ) કરી,વિવેક વડે નિર્વિકલ્પ સમાધિમાં લય કરી,તમે પરમ કલ્યાણ પામશો.
ચિત્ત છે એ જ સકળ ભૂતનો (મનુષ્યોનો) આડંબર કરનાર અવિદ્યા છે-એમ તમે સમજો.
તે અવિદ્યા એ વિચિત્ર ઇન્દ્રજાળની જેમ તેનામાં રહેલી વાસના ના પરવશ-પણાથી,જગતને ઉત્પન્ન કરે છે.
જેવી રીતે વૃક્ષ અને તરુ-એ બે શબ્દના અર્થમાં કોઈ ભેદ નથી,
તેવી રીતે,અવિદ્યા,ચિત્ત,જીવ,મન અને બુદ્ધિ-એ શબ્દમાં કોઈ ભેદ નથી.
આ પ્રમાણે જાણી ને તમે ચિત્તને કલ્પના-રહિત કરો.
ચિત્તના નિર્મળ-પણાથી,વિકલ્પથી ઉત્પન્ન થયેલા,દોષ-રૂપી અંધકારનો નાશ થશે.
અને એ અંધકારનો નાશ થયા પછી,
એવું કંઈ પણ નથી કે જે ના દેખાય,
એવું કંઈ પણ નથી જે પોતાનું ના થાય,
એવું કંઈ પણ નથી કે જેનો ત્યાગ ના થાય,અને
એવું કંઈ પણ નથી જેનું મારણ ના થાય.
કારણકે સર્વ પોતાનું છે અને સર્વ પારકું પણ છે.

સર્વ-વસ્તુ,સર્વદા સર્વ-રૂપ થાય-એ જ પરમ-અર્થ (પરમાર્થ) છે.
જેમ માટીના કાચા ઘડાને પાણીમાં રાખવાથી તે પાણીમાં એક-રસ-રૂપ થઇ જાય છે,
તેમ,સર્વ દૃશ્ય પદાર્થ,તથા તેનો બોધ-એ સર્વ બ્રહ્મ-રસ-પણા ને પામી જાય છે.
રામ કહે છે કે-હે,પ્રભુ,મન નો ક્ષય થવાથી સર્વ દુઃખ નો અંત થાય છે-એમ આપે કહ્યું,
તો તે ચપળ વૃત્તિ વાળા મન ની અસત્તા કેમ થાય તે મને કહો.
વશિષ્ઠ કહે છે કે-મન ને શાંત કરવા માટે તમને હું યુક્તિ કહું છું તે તમે સાંભળો.
કે જેનાથી પરમાત્મામાં મનોવૃત્તિ નો લય થઇ જશે.
પહેલાં -મેં તમને પહેલાં કહ્યું છે કે-સર્વ પ્રાણી ની “સાત્વિક-રાજસિક-તામસી” એવી જાતિ છે.
તે કહેલામાં- પ્રથમ તો મન ની કલ્પના વડે “હું ચતુર્મુખ બ્રહ્મ-સ્વરૂપ છું”એવી કલ્પના “બ્રહ્મા” ને થઇ.
એ બ્રહ્મા સત્ય સંકલ્પ હોવાથી,જે જે સંકલ્પ કરે છે,તે તે જુએ છે.
(તે સંકલ્પો માં જન્મ-મરણ-સુખ-દુઃખ-તથા મોહ ની કલ્પના થયેલી છે)

અને “બ્રહ્મા ના એક દિવસ” સુધી,એ સર્વ રચના રહે છે.
ત્યાર પછી,એ બ્રહ્મા-સહિત ભુવનનો આડંબર “વિષ્ણુ” માં લય થઇ જાય છે.
અને જયારે ફરીથી સૃષ્ટિ નો સમય થાય છે-ત્યારે  
વિષ્ણુ ના નાભિ-કમળ માંથી ઉત્પન્ન થયેલા “બ્રહ્મા”પોતાના સંકલ્પ થી પહેલાના જેવી જ રચના કરે છે.
ત્યાર પછી પણ-તેનો લય અને ઉત્પત્તિ એવી જ રીતે થાય છે.
અને એવી રીતે વારંવાર ઉત્પત્તિ  અને લય થયા કરે છે.
આ રીતે આ બ્રહ્માંડમાં અને બીજા બ્રહ્માંડમાં –અનંત બ્રહ્મ-કોટિ રહેલી છે.
એમ ને એમ એની રચના થઇ ગયેલી છે અને એવી રચના થતી રહેશે.તેની ગણતરી પણ થઇ શકતી નથી.
ઉપર-પ્રમાણે કરેલી કલ્પનામાં (કલ્પના પ્રમાણે)ઈશ્વર પાસેથી આવેલો જીવ,
કેવી રીતે જીવે છે અને કેવી રીતે મુક્ત થાય છે તે તમે સાંભળો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE