Apr 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-788

શિખીધ્વજ કહે છે કે-હાથ-પગ આદિ અવયવો-વાળા અને નિત્ય અનુભવમાં આવતા આ શરીરનું કારણ -તેના પિતા શા માટે નથી?

કુંભમુનિ કહે છે કે-જે પદાર્થ (દેહ-આદિ) ની સત્તા જ નથી,તેનું કારણ તેના પિતા પણ ક્યાંથી હોઈ શકે? જે પિતાને તમે કારણ ગણો છો-તે પિતાનું પણ કોઈ કારણ નથી,એટલે તે પણ મિથ્યા છે અને મિથ્યા પદાર્થમાંથી જે થાય તે સત્ય કેમ હોઈ શકે? સર્વ પદાર્થો અને કાર્યોનું -જે કારણ છે તે બીજ કહેવાય છે.અને તે બીજ વિના અંકુર પેદા થતો નથી,માટે જે કાર્યનું અહી કાંઇ પણ કારણ દેખાતું ના હોય-તે પદાર્થ,બીજ ના હોવાને લીધે,પોતે છે જ નહિ,એટલે તે જે દેખાય છે તે ભ્રમ (ભ્રાંતિ) છે.

શિખીધ્વજ કહે છે કે-આ ત્રણેય લોકમાં પુત્ર,પિતા,પિતામહ-એ સર્વની ઉત્પત્તિ થવામાં ઈશ્વર (આદિ-કર્તા)
શા માટે કારણ-રૂપ નથી?

કુંભમુનિ કહે છે કે-હે રાજા,જો પરબ્રહ્મ સિવાય બીજા કોઈ પદાર્થની સત્તા જ નથી,તો પછી એ ઈશ્વર (બ્રહ્મ) પણ પોતાનું કોઈ કારણ ના હોવાથી,એ પણ બ્રહ્મ સત્તાથી જુદા નથી.
છતાં પણ આપણને તે ભ્રાંતિથી જુદા ભાસતા હોવા છતાં,
પોતાના બીજ-રૂપ,બીજું કોઈ નિત્ય કે વાસ્તવ કારણ ના હોવાને લીધે (સર્વ આત્મ-રૂપ હોવાને લીધે)
આત્માથી કંઈ પણ જુદા નથી જ.માત્ર તે ભ્રાંતિથી જ જુદા જણાય છે.
આ સૃષ્ટિની રચના-રૂપી-ક્રિયા કરવાપણું,તે ઈશ્વરમાં ભ્રાંતિથી જ કલ્પાયેલું છે.અને સૃષ્ટિ-કર્તા-પરમેશ્વરના અનંત-સ્વ-રૂપની અંદર તે સઘળું (સૃષ્ટિ-વગેરે) રહેલું છે-એમ પણ ભ્રાંતિથી જ ભાસે છે.

આ પ્રમાણે "હિરણ્યગર્ભથી માંડીને -પોતાના દેહ સુધીની કાર્ય-પરંપરા સ્વપ્ન-સૃષ્ટિની પેઠે મિથ્યા છે"
એ "યુક્તિ"થી,તમને અહી સમજાવીને,
તમારા ચિત્તમાં દૃઢ-પણે બેસી ગયેલી "દ્રશ્યમાં સત્યપણાની ભ્રાંતિ" મેં દુર કરાવી દીધી,
હવે જે કંઈ પણ આભાસ-રૂપે રહે છે-તે પણ હું દૂર કરાવી દઈશ.
હે રાજા.ઉપર જણાવ્યા પ્રમાણે કંઈ પણ જુદું ના હોવાને લીધે,સર્વ પરબ્રહ્મ જ હોવાથી સૃષ્ટિ-કર્તા-ઈશ્વર પણ તે પરબ્રહ્મ-રૂપ જ છે અને  જે અનેક સૃષ્ટિ-રૂપે પ્રકાશે છે-તે પણ ચેતન-રૂપ-આત્મા જ આત્મામાં પ્રકાશે છે.
તથા તે આત્માએ જ પોતાના આત્મા વડે-બ્રહ્મા-આદિ પોતાનાં નામો કલ્પેલાં છે,
અને આમ વિચાર કરવાથી જ સઘળું (દેહ-આદિ સર્વ) શાંત પરબ્રહ્મ-રૂપ જ ભાસે છે

(૯૫) શિખીધ્વજની વિશ્રાંતિ

શિખીધ્વજ કહે છે કે-બ્રહ્માથી માંડીને તણખલા સુધી જે દેખાય છે-તે સર્વ જો મિથ્યા જ હોય,
તો જન્મ-મરણ-આદિ દુઃખોનું તે કારણ કેમ થઇ પડે છે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE