Apr 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-789

કુંભમુનિ કહે છે કે-જેમ બહુ ઠંડી પડવાથી જળ,બરફ બની પથ્થર જેવું થાય છે,તેમ આ જગત-રૂપી-ભ્રમ મિથ્યા છતાં,સૃષ્ટિ-કર્તા-હિરણ્યગર્ભનું,
સત્ય-સંકલ્પ-પણું હોવાથી તેમના સંકલ્પ માત્રથી જ દૃઢ થઇ જઈને,
તમારા કહેવા પ્રમાણેની ઉપરની ક્રિયાઓ કરે છે.જન્મ-મરણ આદિ દુઃખ પણ ઉત્પન્ન કરે છે માટે,જ્ઞાન ઉત્પન્ન થવાના ક્રમ વડે,અજ્ઞાન શિથિલ  થઇ જવાથી,
આ દેખાતો સંસાર પણ શિથિલ થઇ જઈ અજ્ઞાન સાથે જ નાશ પામી જાય છે.એમ જ્ઞાનવાન પુરુષો સમજે છે.

અજ્ઞાનનો નાશ થયા વિના પ્રથમ અજ્ઞાનથી દેખાતા આ જગતના આકારનો કદી નાશ થતો જ નથી.
અજ્ઞાનનું શિથિલપણું થવામાં,સર્વ બાહ્ય પદાર્થોના જ્ઞાનના આકારે સ્ફૂરેલી વૃત્તિઓનું,ચિત્ત-નિરોધ વડે,
જે ઓછું થવું-તે જ કારણ-રૂપ છે.અને તે જ જ્ઞાનની ઉત્પત્તિ થવાના ક્રમથી,પરમાત્મા-રૂપ-પરમ-પદનો
સાક્ષાત્કાર થઈને,તે (સાક્ષાત્કાર) આ સર્વ સૃષ્ટિનો અભાવ,અનુભવવામાં કારણ-રૂપ થાય છે.

જગતમાં પણ,જે પદાર્થનું ઓછાપણું થવા માંડે,તે પદાર્થ ક્રમે કરી,પોતાનો પૂર્વ-આકાર નાશ પામી જવાથી,
પોતાની મેળે જ નાશ પામી જાય છે.માટે પ્રથમ જ્ઞાન ઉતપન્ન થાય તેવા ક્રમથી બહારના પદાર્થોના આકાર-વાળી-વૃત્તિઓનો નાશ થવો જોઈએ,પછી આત્મ-સાક્ષાત્કાર થતાં આ જગત આત્માથી જુદું ના જણાવાથી,નાશ પામી જાય છે.અને આ ક્રમથી તમે પોતે જ આદિ-પુરુષ છો અને
ભ્રાંતિથી અનેક આકારે દેખાતું આ જગત ઝાંઝવાના જળ પેઠે મિથ્યા છે.

આ પ્રમાણે સૃષ્ટિ-કર્તા બ્રહ્માની પણ પરબ્રહ્મની સત્તાથી,જુદી સત્તા ના હોવાને લીધે,
આ દેખાતી સૃષ્ટિ પણ કોઈ દિવસે છે જ નહિ.કેમ કે જે પોતે જ ના હોય તે,બીજાને શું બનાવી શકે?
કારણ જ ના હોવાથી આ જગત-રૂપી કાર્ય થયું જ નથી.
છતાં,તે છે-એમ જે દેખાય છે,તેનું કારણ તપાસવા જતાં,મિથ્યા જ્ઞાન સિવાય કશું દેખાતું નથી.

શિખીધ્વજ કહે છે કે-અનંત,જન્મ-રહિત,અદૃશ્ય,શાંત,પોતાના સ્વરૂપમાંથી કદી પણ ભ્રષ્ટ ન થનાર,
આકાશના જેવું વ્યાપક,તથા અસંગ પરબ્રહ્મ જ સર્વના આદિ -શ્રુષ્ટિ-કર્તાનું શા માટે "કારણ" નથી?

કુંભમુનિ કહે છે કે-હેતુપણાનો કે કાર્યપણાનો-એ બંનેનો અભાવ જ હોવાથી,પરબ્રહ્મ કારણ-રૂપ કે કાર્ય-રૂપ નથી જ.એ પોતે એક અદ્વિતીય હોવાથી સર્વ દૃશ્ય-જડ-વર્ગ (જગત) થી અલગ પોતાના શુદ્ધ-રૂપમાં જ રહે છે.
જે પરબ્રહ્મ કર્તા નથી,કર્મ નથી,કરણ (સાધન) નથી,નિમિત્તકારણરૂપ નથી,ઉપાદાન કારણરૂપ નથી.
જે તર્કમાં ન આવી શકે, કે જે જાણવામાં ના આવી શકે તેવું છે,તે પરબ્રહ્મમાં કર્તાપણું કેવી રીતે હોઈ શકે?
બ્રહ્મમાં કોઈ ધર્મો રહી શકતા નથી,એટલે તે કારણ પણ નથી કે કાર્ય પણ નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE