Jul 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-850

બ્રહ્મમાં ચિત્ત-વૃત્તિનો લય થઇ જવા-રૂપી "સ્થિતિ" કે જે અંદરની કે બહારની વસ્તુઓના અવલંબન વિનાની છે,જે "સ્થિતિ"માં નીચેના લોકના કે ઉપરના લોકના કોઈ પદાર્થો નથી,
જે "સ્થિતિ" દિશાઓ,આકાશ,પદાર્થ,અપદાર્થના અવલંબનથી રહિત છે,જે "સ્થિતિ" સ્વયંપ્રકાશ-વાળી,ચૈતન્ય-રૂપ,શાંત છે,આત્મા વિના બીજા પ્રકાશથી રહિત,અનાદિ છે,
અનંત છે,જન્મ-રહિત છે,નિર્વિકાર છે-તેવી "નિર્વિકલ્પ સમાધિ"માં રહેવું,"શ્રેષ્ઠ અસંગ" કહેવાય છે.

આમ,ઉપર કહ્યા મુજબ,શુદ્ધ તત્વવેત્તાઓના સમાગમથી,પુણ્ય કર્મોના સંચયથી
અને કંઇક કાકતાલીય-યોગથી,"પ્રથમ ભૂમિકા-શુભેચ્છા" નો ઉદય થાય છે.
આ "પહેલી ભૂમિકા" ઉપર કહેલાં સાધન વડે વધે છે ત્યારે તેમાં વિવેક-રૂપી-જળ વારંવાર છાંટી,તેની રક્ષા કરવી,
વૈરાગ્ય-શાંતિ-વગેરે જે અંશથી એ "પ્રથમ ભૂમિકા" ઉદય પામે તે અંશને દરરોજ વધારતા જવું.

આ "પહેલી ભૂમિકા" જો બરોબર ખેડાયેલી હોય,તો તે "એક" ભૂમિકા જ સર્વ ભૂમિકાઓને જન્માવી શકે છે.
આમ,યત્નથી "બીજી ભૂમિકા અને ત્રીજી ભૂમિકા" ને પ્રાપ્ત થવાય છે.
આ "શ્રેષ્ઠ અસંગતા-રૂપી-ત્રીજી ભૂમિકા" કે જેને પહોંચતાં,જ પુરુષ "નિઃસંકલ્પ" (કલ્પનાથી રહિત) થઇ જાય છે.

રામ કહે છે કે- પ્રવૃત્તિમાં રચ્યો-પચ્યો રહેનારો,યોગી-પુરુષોના સંગને નહિ પામેલો,એવો મૂઢ અધમ પુરુષ,આ સંસાર સાગરને શી રીતે તરી જાય? પહેલી,બીજી,ત્રીજી કે તેનાથી ઉપરની કોઈ ભૂમિકામાં ગયેલો હોય,
પરંતુ પૂર્ણ સ્થિતિને પહોંચતાં પહેલાં જ દૈવ-યોગથી તેનું મૃત્યુ થાય તો પછી તેની કેવી ગતિ થાય?

વસિષ્ઠ કહે છે કે-રાગ-દ્વેષ આદિ દોષોમાં રચ્યા પચ્યા રહેનાર,મૂર્ખ પુરુષને ત્યાં સુધી સંસાર (જન્મ-મરણ-આદિ) કાયમ જ રહે છે,જ્યાં સુધી,કોઈ કાકતાલીય યોગથી કે સત્પુરુષોના સંગથી "વૈરાગ્ય"નો ઉદય થતો નથી.
"વૈરાગ્ય"નો ઉદય થવાથી,મનુષ્યમાં અવશ્ય શુભેચ્છા-આદિ ભૂમિકાનો ઉદય થાય છે.
એ પછી તે,સંસારનો નાશ થઇ જાય એવાં સારાં શાસ્ત્રોનું રહસ્ય જાણે છે.

હરકોઈ યોગભૂમિકામાં રહ્યા છતાં,છેક સુધી પહોંચ્યા પહેલાં જ વચમાં જેનું મરણ થાય,તેનું પૂર્વનું પાપ,
પોતે જે ભૂમિકામાં હોય,તેટલા પ્રમાણમાં ઓછું થાય છે,અને પછી પાપ-ક્ષય થયા પ્રમાણે તે દેવતાઓના વિમાનો વગેરેમાં (સ્વર્ગમાં) ક્રીડા કરે છે.પછી અનેક ભોગો ભોગવાયાથી પોતાનો "પૂર્વે કરેલ પુણ્ય-સમૂહ" અને
"આપોઆપ કંઇક દુઃખને ભોગવનારું કંઇક પુર્વકૃત પાપ"-એ બંને ક્ષીણ થઇ જતાં,
એ યોગી પૃથ્વીમાં પવિત્રતાવાળા,સમૃધ્ધિમાન,ગુણવાન-એવા સજ્જન ગૃહસ્થના ઘરમાં જન્મ લે છે.
અને પૂર્વ-વાસનાને લીધે પાછો યોગનો જ અભ્યાસ કરવા માંડે છે.
પૂર્વની યોગ-ભૂમિકાના ક્રમને યાદ કરી,પછી ઉપલી ભૂમિકાના ક્રમમાં આગળ ચડે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE