Jul 24, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-867

વસિષ્ઠ કહે છે કે-હું ઊંચા હાથ કરીને પોકારું છું,કે "સંકલ્પ ના ઉઠવા તે પરમ કલ્યાણ-રૂપ છે" તેને શા માટે લોકો  અંદર દૃઢ રીતે ધારણ કરતા નથી? મારી વાત કોઈ સાંભળતું જ નથી.
અહો,"મોહ"નો મહિમા કેટલો બળવાન છે! કે સર્વ દુઃખોની નિવૃત્તિ કરવા-વાળો "વિચાર" નામનો ચિંતામણિ,હૃદયમાં રહ્યા છતાં,મનુષ્યો તેનો ત્યાગ કરે છે ! "સંકલ્પ ના ઉઠવો" એટલે "ચિત્તમાં કોઈ જ જાતની વૃત્તિને સ્ફૂરવા ના દેવી" તેટલું જ માત્ર પરમ-કલ્યાણકારક છે,માટે,એનો અનુભવ તમે જાતે જ કરી લો.

Jul 23, 2017

Yoga Vasishtha as a reference-In Dr.Hagelin Lecture

Dr. John Hagelin (Harward University) lecture on-

Hacking Consciousness at Stanford University

https://www.youtube.com/watch?v=R9ucmRglCTQ&feature=youtu.be





Another interesting Veda-defination video

Dr.John Hagelin: Veda and Physics: The Science and Technology of the Unified Field



Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-866-પ્રકરણ-૬-ઉત્તરાર્ધ

(૧) જીવનમુક્તનો જીવન-ક્રમ
રામ કહે છે કે-હે મહારાજ,સંકલ્પનો ત્યાગ થતાં સર્વ ક્રિયા-માત્ર શાંત થઇ જવાને લીધે તત્કાળ મનુષ્યનું શરીર પડી જાય છે,તો પછી આપ જે સંકલ્પના ત્યાગની વાત કહો છો,તે જીવતા મનુષ્યને શી રીતે સંભવે?