Feb 1, 2013

ભક્તિયોગ



ભક્તિયોગમાં અદ્વૈત(એક) માં થી દ્વૈત (બે ) થાય છે.
જયારે એક જ બ્રહ્મ ને માનવામાં આવે ત્યારે અદ્વૈત અને
જયારે બ્રહ્મ અને હું એટલે કે પરમાત્મા અને આત્મા એમ બે થાય ત્યારે દ્વૈત ......

બ્રહ્મ જયારે અવતાર લે (દેવ બને-કૃષ્ણ બને )ત્યારે ભક્તિ યોગ અસ્તિત્વ માં આવે .....
ભક્તિ યોગ માં અવતાર -દેવ -કૃષ્ણ ને જ બ્રહ્મ માની લેવાનું છે .

વળી ભગવાન વ્યક્તિ તરીકે હાજર છે -દેવ તરીકે હાજર છે --એટલે
બધા તર્ક છોડી જો કૃષ્ણ ના શરણે જવાય તો બ્રહ્મ હાથ વેંત માં છે ......
એટલે જ પ્રભુ ને પામવાનો આ ભક્તિમાર્ગ સહુથી સરળ છે ....

ગોપીભાવ કેળવવો સહેલોય છે અને અઘરો પણ છે ......
આપણો અહમ જો કૃષ્ણ ને ભગવાન માનીને તેના શરણે જવા તૈયાર હોય તો
પ્રભુ દૂર નથી .........................


ભક્તિ શબ્દ ને એકલો રાખવા કરતાં "તીવ્ર ભક્તિ "તરીકે રાખવો જરૂરી છે.
અને આવી તીવ્ર ભક્તિ નું ઉદાહરણ ગોપી--મીરાં --નું છે ........
નારદજીએ "ભક્તિ-સૂત્ર"માં ભક્તિની વ્યાખ્યા આપતાં કહ્યું છે-કે ગોપી જેવી ભક્તિ

ગીતાના આ નીચેના શ્લોક ભક્તિયોગ માટેના મુખ્ય છે .....

ગીતા ૯-૨૭

કૃષ્ણ -અર્જુન ને કહે છે -
--તુ જે કંઇ કરે છે
--જે કંઇ જમે છે
--જે કંઇ હોમે છે (યજ્ઞ માં )
--જે કંઇ દાન કરે છે
--જે કંઇ તપ કરે છે(સ્વધર્મ -ચરણરૂપ)
તે સર્વ મને અર્પણ કર ...

ગીતા ૯-૩૪
--મન થી મારો થા (મન ને મારા માં સ્થિર કર )
--મારો ભક્ત થા
--મારું પૂજન કર અને
--મને નમસ્કાર કર
આ પ્રમાણે મારે શરણે થઇ (ચિત્ ને મારામાં સ્થિર કરી)
તુ (તારા) આત્માને --મારામાં જોડીને (ઐક્યભાવ થી )
મને જ પ્રાપ્ત થઈશ .

ગીતા ૧૮ -૫૨-૫૩-૫૪
જે મનુષ્ય
--વિશુદ્ધ બુદ્ધિ થી યુકત
--મિતાહારી
--દ્રઢ વૈરાગ્ય નો આશ્રય કરી
--નિરંતર ધ્યાનયોગ માં પરાયણ રહી
--સાત્વિક ધારણા થી અંતકરણ ને વશ કરી
--વિષયોને ત્યજીને
--રાગ દ્વેષ ને નષ્ટ કરીને (૫૨)

--અહંકાર --સામર્થ્ય (બળ)--મગરૂરી --કામ --ક્રોધ -સંગ્રહ છોડીને
--મમતારહિત થઇ શાંત રહે છે
--તે બ્રહ્મરૂપ થવાને યોગ્ય થાય છે (૫૩)

--આવો બ્રહ્મરૂપ થયેલો પુરૂષ
--પ્રસન્ન ચિત્ત વાળો થઈને
--ના કોઈ શોક કરે છે
--ના (કોઈ પદાર્થ ની )આકાંક્ષા કરે છે
અને આમ
સર્વે પ્રાણી ઓમાં (સર્વ ભૂતોમાં ) સમ બુદ્ધિ રાખીને (સમભાવ થયેલો)
મારી પરાભક્તિ ને પામે છે (૫૪)

ગીતા ૧૨-૮
--મારા માં મન ને લગાડ
--મારા માં જ બુદ્ધિ ને પરોવ
એ પછી
તુ મારા માં જ વાસ કરીશ (મને જ પ્રાપ્ત થઈશ )
એમાં ( કંઇ પણ ) શંશય નથી .