Sep 4, 2019

ભાગવત રહસ્ય-૫૩

પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિકારીને મળે તો –તે અભિમાની થાય છે.અયોગ્ય વ્યક્તિને ધન મળે તો –તે –તેનો દુરુપયોગ કરે છે. જ્ઞાન-ધન-માન-એ-ત્રણ એવી વસ્તુ છે કે –તે સુપાત્રને મળે તો –એ 
સુખી થાય છે.અને જો અનધિકારી ને મળે તો દુઃખી થાય છે.

સંતનો ઉપદેશ લેવા-લાયક થઇશું તો આપણ ને કોઈ સંત આવીને મળશે. અધિકાર સિદ્ધ થાય એટલે સદગુરુ મળે છે.અધિકાર વિના-સંત મળે તો –તેના તરફ સદભાવ જાગતો નથી .(સંતની-ખોડ-ખાંપણ જ દેખાય છે.) સંતને શોધવાની જરૂર નથી. શોધવાથી સંત મળતા નથી. પ્રભુ કૃપાથી સંત(સત્સંગ) મળે છે.જ્યાં સુધી મન શુદ્ધ થશે નહિ-ત્યાં સુધી પ્રભુ-કૃપા થશે નહીં. તમે સંત થશો-તો સંત મળી આવશે.

સંત જોવાની દૃષ્ટિ આપે છે. સંસારના પદાર્થને ઈશ્વરમય રીતે-જોવા જ-માં આનંદ છે.-ભોગવવામાં આનંદ નથી.સંસાર એ ઈશ્વરનું તેજોમય સ્વરૂપ છે. તેથી જગતને ઈશ્વરમય નિહાળો.વ્યવહારમાં-બોલતા-ખાતાં-પીતાં- જે અતિ સાવધાન છે-તે સંત છે. લોભીનું લક્ષ્ય જેમ પૈસો હોય છે-તેમ-સંતોનું લક્ષ્ય –એક જ 
હોય છે.કે-મારે આ જન્મમાં જ પરમાત્માના દર્શન કરવા છે.

જગતમાં સંતોનો અભાવ નથી- સદ-શિષ્યનો અભાવ છે. મનુષ્ય સંત બને છે-ત્યારે સંત મળે છે.
જેની આંખોમાં ઈશ્વર છે-તે સર્વમાં ઈશ્વરનો અનુભવ કરે છે. આ જગતમાં નિર્દોષ એક પરમાત્મા છે. કાંઇક દોષ છે-માટે જીવ ઈશ્વરથી વિખુટો પડ્યો છે. કોઈ દોષ ના હોય તો-જીવ-આ શરીરમાં ના રહે. કોઈક દોષ છે-જેથી જીવ આ મળમૂત્રથી ભરેલા શરીરમાં રહ્યો છે. જેનું મન અતિશય શુદ્ધ થાય તે ઈશ્વરથી અલગ રહી શકતો નથી.

સંતોમાં પણ એકાદ દોષ તો રહેલો જ હોય છે.-કારણ-શરીર રજોગુણના આધારે જ ટકે છે.
અતિશય સત્વ ગુણ વધે-(સત્વ ગુણ-પૂર્ણ બને)તો આત્મા –દેહમાં રહી શકે જ નહિ.
આ બ્રહ્માજીની સૃષ્ટિ ગુણદોષથી ભરેલી છે.કોઈ પણ વસ્તુ ગુણ-દોષ વિનાની નથી.
દૈવી અને આસુરી સૃષ્ટિ (સંપત્તિ) અનાદિકાળથી છે, સંસારના પ્રત્યેક પદાર્થમાં દોષ છે અને ગુણ પણ છે.

તમે દૃષ્ટિને એવી ગુણમય બનાવજો કે તમને કોઈના દોષ દેખાય નહિ. દોષ જોવાથી પણ દોષ લાગે છે.
કોઈના દોષ જોવા નહિ અને દોષ વાણીથી ઉચ્ચારવા નહિ. આમ કરશો તો તમે પણ સંત બનશો.
દૃષ્ટિ ગુણ-દોષથી ભરેલી હશે ત્યાં સુધી-સંતમાં પણ દોષ દેખાશે. દૃષ્ટિને ગુણમય બનાવનાર સંત બની શકે છે.
માનવમાં કોઈ દોષ ના રહે તો-અભિમાન આવે- એટલે પતન થાય છે. માટે-સતત દીનતા આવે તે જરૂરી છે.

સંભવ છે –કે ઈશ્વર- સંતમાં પણ એકાદ દોષ ઈરાદાપૂર્વક રાખે. સંભવ છે-કે-ઈશ્વર પોતાના ભક્તમાં એકાદ દોષ રહેવા દે.ભગવાન વિચારે છે કે-મારા ભક્તને કોઈની નજર ના લાગે.મા બાળકને શણગારી-ગાલ પર કાળું ટપકું કરે છે-તેમ પરમાત્મા સંતની કાળજી રાખે છે. કોઈ એક દોષ રહેવા દે છે.તમે જેને હલકો ગણો છો-તેનામાં પણ એક સદગુણ –હશે. જીવ એ ઈશ્વરનો અંશ છે. તેમાં ઈશ્વરનો એકાદ પણ સદગુણ ના હોય તો ઈશ્વરનો અંશ ના કહેવાય. દુનિયામાં દોષથી પર કોઈ નથી.

સંતોમાં પણ ભલે એકાદ દોષ હોય –પણ એ દોષને દૂર કરવા એ સમર્થ હોય છે-તમે તે સંતના દોષનો જ વિચાર ના કરો.દૃષ્ટિને ગુણ મય બનાવો. આજથી પાપ કરવાનું છોડી દો.તો તમે પણ સંત થશો.
મૃત્યુ ને માથે રાખી પાપ કરશો નહિ—કોઈના દોષ જોશો નહિ—અને મનને સાચવજો—આ ત્રણ કરશો તો તમે પણ સંત થશો.

સંત થવાનું એટલે શું ઘર છોડવાનું ? ના-ઘર છોડવાની જરૂર નથી. ઘર છોડવાથી થી જ સંત થવાય-તેવું નથી.(આમે ય -કિલ્લામાં રહી –યુદ્ધ કરવામાં યુદ્ધ ને જીતવાના ચાન્સ વધી જાય છે.ઘરમાં રહી સંસાર સામે યુદ્ધ બહેતર છે) ઘરમાં રહીને પણ સંત થઇ શકાય છે. અતિ સાવધાન થઇને ઘરમાં રહે-તો તે સંત-જ છે.
તુકારામ-એકનાથ-વ્રજની ગોપીઓ-વગેરે એ –ઘરમાં રહીને –પ્રભુને પ્રાપ્ત કરેલા છે. મીરાંબાઈ રાજમહેલમાં રહીને પણ સંત બની શક્યા હતા. મીરાંબાઈએ ઘર છોડ્યું નથી-તેમ છતાં મોટા મોટા મહાત્માઓ તેમના દર્શને જતાં હતા.

કપડાં બદલવાથી સંત થવાતું નથી-ભગવાં કપડાં પહેરવાથી સંત થવાતું નથી.કપડાં બદલવાની જરૂર નથી-કાળજું બદલવાની જરૂર છે.સંત થવા માટે વિવેકથી સ્વભાવને સુધારવાની જરૂર છે.તે માટે મનને બદલવાની જરૂર છે.મનના ગુલામ ના થશો.મનને નોકર બનાવો.
પરીક્ષિતે-મનને સુધાર્યું-ત્યારે તેમને શુકદેવજી મળ્યા છે.
જંગલમાં ઝાડ નીચે બેસીને જ સાધુ થવાય-સંત થવાય-એવુ નથી. જેના મનમાં પાપ છે-એ જંગલમાં ઝાડ નીચે બેસીને પણ પાપ જ કરે છે. ત્યાં ચકલા-ચકલીનો પ્રસંગ જોઈ તેના મનમાં પાપ આવે છે.
બધું છોડવાથી-તે- નિવૃત્તિના સમયે –ઇન્દ્રિયો-બહુ ત્રાસ આપે છે.સંસારમાં રહી-મૃત્યુને માથે રાખી-સાવધાન રહી-મનને સાચવી-કોઈના પણ દોષ જોયા વગર-દ્રષ્ટિને ગુણમયી બનાવી-સતત-પરમાત્મા મિલનના લક્ષ્યને યાદ રાખે છે-તે સંસારમાં રહીને પણ સંત-જ છે.

આત્મા એ મનનો સાક્ષી છે. મનને સુધારવાની જરૂર છે.જગત બગડ્યું નથી-આપણું મન બગડ્યું છે. મન પર અંકુશ રાખો.જે દિવસે -મન શુદ્ધ છે-ચારિત્ર્ય શુદ્ધ છે-તેવી સાક્ષી-આત્મા આપે-તો માનજો કે તમે સંત છો.
(કબીરે પણ કહ્યું છે-કે-મન સબ પર અસવાર હૈ,પીડા કરે અનંત-મન હી પર અસવાર રહે,કોઈ વિરલા સંત)

મનને સુધારવાના અનેક ઉપાયો-શાસ્ત્રમાં બતાવ્યા છે. બધાં ઉપાયોમાંથી એક તારણ એ છે-કે-મન –એ બહુ બીકણ છે-મનને ભય લાગે –તો તે પાપ છોડે છે. મનને વારંવાર-મૃત્યુની બીક બતાવો-તો તે સુધરશે.
મન પર લગામ ના રહે-અંકુશ ના રહે-તો મન બગડે છે. પહેલું મન બગડે-પછી વાણી બગડે-પછી વર્તન બગડે.
જે મનને સાચવે છે-તે મહાન બને છે- તન અને ધનને સાચવે તે સંસારી અને મનને સાચવે તે સંત.
મહાપુરુષો મન ને બહુ સાચવે છે-મન જેની મુઠ્ઠી માં છે-તે જ સંત છે.
જયારે જયારે મનમાં ખરાબ વિચારો આવે-ત્યારે તેને સમજાવવું કે-એક વાર મરવાનું છે.
       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
 INDEX PAGE