More Labels

Jun 16, 2012

ભાગવત રહસ્ય-૫૪

       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
       INDEX PAGE                     

સ્કંધ પહેલો-૨૫ (ચાલુ)

પરીક્ષિત રાજા એ સાંભળ્યું કે –સાતમા દિવસે મરવાનો છું. કે તરત જ તેના વિલાસી જીવન નો અંત આવ્યો.
પરીક્ષિત ને મૃત્યુ ની બીક લાગી-અને તેનું જીવન સુધર્યું –જીવન વિરક્ત થયું.

મરણ નુ દુઃખ ભયંકર છે. શાસ્ત્ર માં એવું લખ્યું છે-કે-જીવ જ્યાર શરીર છોડે ત્યારે –એક હજાર વીંછી-એક સાથે કરડે-અને જેટલી
વેદના થાય –તેટલી વેદના જીવાત્મા ને થાય છે.(એક વીંછી કરડે તો કેવી વેદના થાય ?તેનો ઘણા ને અનુભવ હશે)

“જન્મ દુઃખ-જરા દુઃખ-જાયા દુઃખ-પુનઃ પુનઃ, અંત કાલે મહા દુઃખ-તસ્માત જાગૃહિ જાગૃહિ”
જન્મ દુઃખ મય છે-વૃદ્ધાવસ્થા દુઃખ મય છે-વળી સ્ત્રી (કુટુંબ) દુઃખરૂપ છે-અને અંતકાળે પણ મોટું દુઃખ છે-માટે –જાગો-જાગો.

આ -દુઃખો ને રોજ યાદ કરો.રોજ વિચારો-કે આજે  મારું મૃત્યુ થશે-તો મારી કેવી ગતિ થશે ?હું ક્યાં જઈશ ?મારા કર્મ કેવા છે ?

મૃત્યુ નિશ્ચિત છે. શાસ્ત્ર માં લખ્યું છે કે-મરણ ની જગ્યા-મરણ નુ કારણ-મરણ નો સમય-નક્કી થયા પછી –જીવ નો જન્મ થાય છે. પણ અતિશય પુણ્ય વધે તો આમાં કવચિત ફેરફાર પણ  થાય છે. મૃત્યુ માથે છે-તે –યાદ રાખો.
સવારમાં ઉઠ્યા પછી-જન્મ મરણ ના દુઃખો નો વિચાર કરો.

ઘણાં સવારમાં ઉઠયા પછી-ભોજન નો વિચાર કરે છે-કે-આજે દાળ કરું કે કઢી કરું ?
કેટલાક બહુ ડાહ્યા હોય છે-બશેર શાક લેવું હોય તો –આખી બજાર ફરે છે.માથું ખંજવાળશે,-કારેલાં લઉં કે ઘીલોડા ?
જેનો વિચાર કરવાનો છે-તેનો વિચાર કરતા નથી- પણ  શાકભાજી નો અડધો કલાક વિચાર જરૂર કરશે.

ઘણાં ભાગે મનુષ્ય પાપ કરે છે ત્યારે-એવું સમજે છે કે હું મરવાનો નથી.(કે પછી એવું પણ વિચારે છે-કે એકવાર મરવાનું તો છે-જ-
પછી આ બધી ભાંજગડ શા માટે ?) પણ મરણ નો વિચાર માથે રાખશો-તો કમસે કમ પાપ તો થશે નહિ. અને પાપ છૂટી જશે-
અને પાપ જે દિવસે છૂટી જાય ત્યારે તમે માનજો-કે તમે સંત છો.

પાપ-પુણ્ય ના અનેક સાક્ષી ઓ છે.સૂર્ય-ચંદ્ર-ધરતી-વાયુ-આ બધાં સાક્ષીઓ છે. ભગવાન ના બધાં સેવકો છે.અને તમે જ્યાં જાવ ત્યાં
સાથે જ આવે છે. પણ મનુષ્ય માને છે કે હું પાપ કરું છું તે કોઈ જોતું નથી. અરે-તારા અંતર માં પણ પરમાત્મા વિરાજે છે.તે જુએ છે.

શંકરાચાર્ય દુઃખ થી બોલ્યા છે-કે-મનુષ્ય મરવાનું છે-તે જાણે છે,એક દિવસ આ બધું છોડી ને જવાનું છે –તે જાણે છે-તેમ છતાં –
પાપ કેમ કરે છે ?તેનું મને આશ્ચર્ય થાય છે.
(મહાભારતમાં પણ યક્ષના પ્રશ્ન-દુનિયાનું સહુથી મોટું આશ્ચર્ય કયું? ના જવાબ માં યુધિષ્ઠિર- કાંઇક આવો જ જવાબ આપે છે-કે
સ્મશાન માં સ્વજન ને બાળીને –ઘેર આવી પાછો માનવ –પોતે તો-મરવાનો જ નથી-તેમ સમજી-એ-જ સંસાર માં જોતરાઈ જાય છે)

પરીક્ષિત જેવા-સંત જેવા- થયા-કે શુકદેવજી પધાર્યા છે. શુકદેવજી ને આમંત્રણ આપવું પડ્યું નથી. અરે,શુકદેવજી –કઈ આમત્રણ આપે તો ય આવે તેવા નથી. રાજા નો જીવન પલટો થયો-એટલે-કે રાજા મટી રાજર્ષિ બન્યા એટલે આ બ્રહ્મર્ષિ આવ્યા છે.
રાજા મહેલ માં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી –તે ના આવ્યા. આમેય જો રાજા-રાજા હતા ત્યારે –શુકદેવજી  કથા કરવા ગયા હોત તો-રાજા કહેત-કે તમે આવ્યા તે સારું થયું-પણ મને કથા  સાંભળવાની ફુરસદ નથી-એકાદ કલાક કથા કરો ને વિદાય થાઓ.

આ વિલાસી લોકો ને કથા સાંભળવાની ઈચ્છા થતી નથી. આ માયા બંને રીતે મારે છે.
ધંધો સારી રીતે ચાલે-તો પણ શાંતિ નથી. સો-સો ની નોટો દેખાય-એટલે ભુખ પણ લાગતી નથી.
ધંધો-ના ચાલે તો પણ શાંતિ નહિ. ભાવ વધે તો પણ શાંતિ નહિ-ભાવ ઘટે તો પણ શાંતિ નહિ.
જીવ નો સ્વભાવ જ એવો છે કે-જે મળ્યું છે તે ગમતું નથી. જે મળ્યું નથી તે ગમે છે. જીવ ને પ્રાપ્ત સ્થિતિ માં સંતોષ થતો નથી.

પ્રથમ સ્કંધ અધિકાર લીલા નો છે. વક્તા અને શ્રોતા નો-અધિકારી કોણ ? પ્રથમ સ્કંધ માં ત્રણ પ્રકરણ છે.
ઉત્તમાધિકાર-મધ્યમાધિકાર-કનિષ્ઠાધિકાર.

પરીક્ષિત અને શુકદેવજી –ઉત્તમ –શ્રોતા-વક્તા.
નારદ અને વ્યાસ—મધ્યમ –શ્રોતા-વક્તા.
સૂત અને શૌનક-કનિષ્ઠ –શ્રોતા –વક્તા

શુકદેવજી ની કક્ષા નો વિચાર કરતાં-સૂતજી કનિષ્ઠ વક્તા છે-પણ આપણા કરતાં તો તે મહાન છે.(સૂતજી ના ભાષણ માં –બે ત્રણ
જગા એ તેમનું અભિમાન દેખાય છે-માટે તેમને ઉતરતા શ્રેણી ના વક્તા ગણ્યા છે)
વ્યાસ જી માં જ્ઞાન-ભક્તિ છે-પણ શુકદેવજી ના પ્રમાણ માં-વૈરાગ્ય ઓછો છે-શુકદેવજી પરિપૂર્ણ છે.

       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
   INDEX PAGE