More Labels

Mar 22, 2013

ભાગવત રહસ્ય -૨૫૨

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૯-(નવમો)-૪૯
આ બાજુ ચિત્રકૂટ માં રામજી એ વિચાર્યું કે-જો અહીં રહીશ તો અયોધ્યા થી ઘણા લોકો મને મળવા આવશે.
એટલે રામજી એ ચિત્રકૂટ નો ત્યાગ કરવા નો નિશ્ચય કર્યો.
ચિત્રકૂટ ના મહાન સંત અત્રિ ઋષિ ના આશ્રમ માં રામજી પધાર્યા છે.

અત્રિ=નિર્ગુણી. ત્રણ ગુણ માં ફસાય નહિ તે અત્રિ.
મનુષ્ય ત્રણ ગુણ માં ફસાયેલો રહે છે.દિવસે રજોગુણમાં,રાત્રે તમોગુણ માં, 
અને ભગવદ ભજન માં હૃદય
આર્દ્ર બને ત્યારે સત્વગુણ માં.
આ સમજાવવા રામાયણ માં ત્રણ ઉદાહરણ બતાવ્યાં છે.
વિભીષણ સત્વગુણ,રાવણ રજોગુણ અને કુંભકર્ણ તમોગુણ નું સ્વરૂપ છે.

રઘુનાથજી અત્રિ ઋષિ ના આશ્રમ માં પધાર્યા છે.

એવું લખ્યું નથી કે અત્રિ ઋષિ રામજી ને મળવા ગયા છે.
જીવ લાયક થાય ત્યારે રામ (પરમાત્મા) તેને મળવા આવે છે.
જે ત્રણ ગુણ ને ઓળંગી ને નિર્ગુણ પરમાત્મા સાથે મન થી સંબંધ જોડી રાખે છે-તેને અત્રિ કહે છે.
અત્રિ ઋષિ ના પત્ની અનસૂયા મહાન પતિવ્રતા છે.અત્રિઋષિ વૃદ્ધ થયા છે, ગંગાસ્નાન કરવા જઈ શકતા નથી,અનસૂયાની પ્રાર્થના થી મંદાકિની ગંગા અત્રિઋષિ ના આશ્રમ માંથી નીકળ્યાં છે.
અનસુયાએ સીતાજી ના ખૂબ વખાણ કર્યા છે અને સીતાજી ને દિવ્ય વસ્ત્રો આપ્યા છે-જે કદી પણ મેલા થાય નહિ. 
ભવિષ્ય ની જાણે તૈયારી કરી આપી !!!

અત્રિ ઋષિ ને ત્યાંથી રામજી સુતીક્ષ્ણ ના આશ્રમ માં આવ્યા છે. આ પ્રસંગ અતિ દિવ્ય છે.
સુતીક્ષ્ણ એ અગસ્ત્ય ઋષિ ના શિષ્ય હતા. અભ્યાસ પુરો થયા પછી,સુતીક્ષ્ણ ગુરુજી ને ગુરુદક્ષિણા માંગવાની ‘કહે છે-તે વખતે અગસ્ત્ય ઋષિ એ કહ્યું કે-“તારી જોડે થી કશી આશાથી મેં વિદ્યાદાન કર્યું નથી”

પરમાત્મા નો જેને અનુભવ થયો છે-તેના જીવન માં સુખ અને શાંતિ હોય છે.
સુતીક્ષ્ણ જયારે બહુ આગ્રહ કરે છે-ત્યારે
અગસ્ત્ય કહે છે-કે-તારામાં શક્તિ હોય તો રામજી ના દર્શન મને કરાવજે.

સુતીક્ષ્ણ ને આજે રામના દર્શન થયા પછી રામજી ને કહે છે કે આગળ નો રસ્તો હું તમને બતાવીશ.
રામજી એ લક્ષ્મણ ને કહ્યું-કે આ રસ્તો બતાવવા નહિ પણ પોતાની પ્રતિજ્ઞા પુરી કરવા માટે આવે છે.
સુતીક્ષ્ણ રામજી ને અગસ્ત્ય ના આશ્રમ માં લઇ જાય છે, 

અગસ્ત્ય ઋષિ દોડતા આવ્યા છે,રામજી ના દર્શન કરી કૃતાર્થ થયા છે. રામજી ને કહે છે-કે-તમારી કૃપા જે જીવ ઉપર હોય તે જ તમને ઓળખી શકે છે.
જે તમને બરોબર જાણે છે-તે પછી તમારાથી અલગ રહી શકતો નથી.

રામજી એ આશ્રમ માં અસ્થિ ઓ નો ઢગલો જોયો,ત્યારે અગસ્ત્ય ઋષિએ કહ્યું-કે રાક્ષસો ઋષિઓ ને ત્રાસ આપે છે.મારે છે. અસ્થિઓ નો ઢગલો જોતાં માલિક નું હૃદય ભરાયું છે.અને હાથ ઉંચો કરી ને પ્રતિજ્ઞા કરે છે-કે-હું બધા રાક્ષસો નો વિનાશ કરીશ.

તે પછી ગોદાવરીના કિનારે પંચવટી માં મુકામ કર્યો છે.
પંચવટી એટલે પંચ પ્રાણ. પંચ પ્રાણ માં પરમાત્મા વિરાજે છે.
સંસાર અરણ્ય માં ભટકે તેને શૂર્પણખા (વાસના) મળે છે.રામજી શૂર્પણખાને આંખ આપતા નથી.
શૂર્પણખા એ મોહ નું સ્વરૂપ છે,રાવણ ની એ બહેન છે.બનીઠની ને રામજી પાસે આવી છે.
તે હતી તો વિધવા પણ જુઠ્ઠું બોલે છે અને કહે છે-કે-હું કુંવારી છું,આજ સુધી મને પરણવા લાયક મુરતિયો મળ્યો નથી, તમને જોતાં મારું મન માને છે,તેથી તમારી સાથે લગ્ન કરવા આવી છું.

રામજી કહે છે-કે-“તું જેવી રીતે કુંવારી છે-(વિધવા હોવાં છતાં) તેવો મારો ભાઈ પણ કુંવારો છે,
(એકલો છે) તું તેની પાસે જા.હું તો એક પત્નીવ્રત પાળું છું.
શૂર્પણખા ગુસ્સે થઇ અને કહે છે-કે- આ સીતાજી ને લીધે તું ના પાડે છે,હું તને ખાઈ જઈશ,આમ કહી તેણે
વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.


ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE