અધ્યાય-૧૦-વિભૂતિયોગ-૪
મુખ્ય-મુખ્ય
વિભૂતિઓ કઈ કઈ છે ?
અથવા તો –
અથવા તો –
પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ?
તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-
---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા
-છે –તે હું (પરમાત્મા) છું. અને
-તે
સર્વ જીવો (પ્રાણીઓ) નો આદિ-મધ્ય
અને અંત પણ હું છું.................(૨૦)
---બાર આદિત્યોમાં (અદિતિ ના બાર પુત્રો) માં- વિષ્ણુ (વામન અવતાર) હું છું.
- તેજસ્વી
વસ્તુઓમાં કિરણોવાળો સૂર્ય હું છું.
-૪૯ –મરુદગણો
માં (વાયુદેવતાઓ માં)- મરીચિ- હું છું.
-આકાશમાંના નક્ષત્રો માં -ચંદ્ર -હું
છું.......................................................(૨૧)
---વેદો માં- સામવેદ- હું છું.
-દેવો
માં –ઇન્દ્ર- હું છું.
-ઇન્દ્રિયો માં –મન- હું છું.
-સર્વ
પ્રાણીઓ (જીવો) માં –ચેતના (જ્ઞાન) શક્તિ-હું
છું..............................(૨૨)
---૧૧-રુદ્રોમાં –શંકર-હું છું.
-યક્ષ-રાક્ષસો
માં ધન નો સ્વામી –કુબેર-હું છું.
-૮-વસુઓ માં –અગ્નિ- હું છું.
-શિખરધારી સર્વ પર્વતો માં ઉચ્ચ –મેરુ પર્વત- હું છું.................................(૨૩)
---પુરોહિતો માં (ગુરુઓમાં) –બૃહસ્પતિ-હું
છું.
-સેનાપતિઓમાં –કાર્તિક સ્વામી-હું છું.
-જળાશયોમાં –સમુદ્ર-હું છું.
-સિદ્ધ
મહર્ષિઓમાં –ભૃગુઋષિ-હું છું.
-વાણી માં (ધ્વનિમાં)
એકાક્ષર – ॐ કાર –હું છું.
-સર્વ પ્રકાર ના યજ્ઞો માં –જપયજ્ઞ-હું
છું.
-અચળ વસ્તુઓ માં- હિમાલય-
હું છું.....................................................(૨૪-૨૫)
---સર્વ વૃક્ષો માં –પીપળો-હું છું.
-દેવર્ષિ ઓમાં –નારદ-હું
છું.
-ગંધર્વોમાં –ચિત્રરથ-હું
છું.
-સિદ્ધો માં –કપિલમુનિ
–હું છું.
-અશ્વો માં (ઘોડાઓમાં) –ઉચ્ચૈશ્રવા-અશ્વ
હું છું,
-હાથી ઓમાં –ઐરાવત-
હાથી હું છું.
-મનુષ્યોમાં-રાજા-હું
છું...........................................................................(૨૬-૨૭)
---આયુધોમાં (શસ્ત્રોમાં) –વજ્ર-હું છું.
-ગાયોમાં –કામધેનું-હું
છું.
-પ્રજા ને ઉત્પન્ન કરનાર
માં-મદન-હું છું.
-સર્પોમાં-વાસુકિ-
હું છું.
-નાગો માં-નાગરાજ
અનંત (શેષ)-હું છું.
-જળદેવતાઓમાં-વરુણ-હું
છું.
-પિતૃગણોમાં (પિતૃ
દેવતાઓમાં) –અર્યમા-હું છું.
-નિયંત્રકો (નિયમન કરનારા)
માં-યમ-હું છું...............................................(૨૮-૨૯)
---દૈત્યો માં –પ્રહલાદ-હું છું.
-કાળ ની (સમયની) ગણત્રી
કરનારાઓમાં –કાળ-હું છું.
-પશુઓ માં –સિંહ-
અને પક્ષીઓમાં-ગરુડ- હું
છું..............................................(૩૦)
---પવિત્ર કરનારી વસ્તુઓમાં –વાયુ-હું છું.
-શસ્ત્રધરોમાં –રામ-હું
છું.
-મત્સ્યોમાં-મકર-હું
છું અને
-નદીઓમાં –ભાગીરથી
(ગંગા હું છું..............................................................(૩૧)