May 1, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૩

જે અનાદિ પરબ્રહ્મ છે,અને જે જગતનું તથા સર્વનું વિશ્રાંતિસ્થાન છે.
તેના –એક –જ-નામ –ના ત્રણ પ્રકાર છે.  તત્- સત્
ખરેખર તો તે બ્રહ્મનું કોઈ નામ કે કોઈ જાત નથી.
પરંતુ અજ્ઞાની જનોને તેમના અજ્ઞાનના અંધકારમાં
તે બ્રહ્મને ઓળખી શકે તે માટે વેદોએ તેને નામ આપ્યું છે.

જેવી રીતે બાળક જન્મે ત્યારે તેને નામ હોતું નથી પણ એક વખત તેનું નામ પાડ્યા પછી 
તેને તેના નામથી બોલાવીએ તો તે સામો હોંકારો આપ્યા કરે છે-
તેવી રીતે સંસારના તાપથી તપ્ત થયેલા લોકો પ્રભુ આગળ પોતાના દુઃખનાં રોદણાં રડવા આવે છે-
તે વેળાએ તેમના પોકારો સાંભળીને તેમને જે હોંકારો આપે છે-તે જ એ નામ છે.-  તત્- સત્

નિર્ગુણ,નિરાકારની સાથે ઐક્યની પ્રાપ્તિ થાય-એટલા માટે વેદોએ કૃપા કરીને –આ કાર્યની સિદ્ધિ
કરી આપે –એવો એક મંત્ર ખોળી કાઢ્યો છે.--  તત્- સત્
આ મંત્રનું આવાહન કરવામાં આવતાં-તે “બ્રહ્મ” સામે આવીને ઉભા રહે છે.
પણ આ રહસ્યને જાણી તે જ શકે છે-જે-પોતે પણ “બ્રહ્મ” ની કોટિમાં વિરાજતો હોય.

સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે-બ્રહ્મદેવ (બ્રહ્મા)–એકલા જ ઉત્પન્ન થયા.પણ- જે “બ્રહ્મ” માંથી તેમની ઉત્પત્તિ થઇ હતી,
તેમને ઓળખી શક્યા નહિ,અને સૃષ્ટિ પણ ઉત્પન્ન કરી શક્યા નહિ.
છેવટે સૃષ્ટિ ઉત્પન્ન કરવાની યોગ્યતા તેમને એક નામના ઉચ્ચારથી થઇ,
પછી-તે-નામના અર્થ ને મનમાં લાવવાથી-અને તે- ત્રણ અક્ષરોનો જપ કરતાં તે બ્રહ્મદેવમાં
સૃષ્ટિ રચવાની શક્તિ આવી –અને- તેમણે બ્રાહ્મણોનું નિર્માણ કરી,
તેમને વેદોની આજ્ઞા માન્ય કરવાનું કહી.તેમના નિર્વાહ માટે –યજ્ઞ વગેરે કરવાનો બોધ આપ્યો..
આ પછી તેમણે અપાર લોકોને ઉત્પન્ન કર્યા-કે જેની ગણના થઇ શકતી નથી.

આ પ્રકારે –જે નામમંત્રના યોગથી બ્રહ્મદેવે શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કર્યું-તે સર્વ મંત્રો માં શ્રેષ્ઠ –
 મૂળ અક્ષર છે. અને   તત્- સત્ એવું ત્રણ પ્રકારનું બ્રહ્મનું નામ છે.(૨૩)

(૧) જેઓ શાસ્ત્રોના (વેદોના) જાણકાર છે-તેવા બ્રહ્મવાદીઓ (બ્રહ્મને જાણનાર)-
યજ્ઞ,દાન અને તપના કર્મો   ના ઉચ્ચારણથી શરુ કરે છે.
યજ્ઞ,દાન અને તપ –એ કર્મો છે-અને આ કર્મો બંધનરૂપ ના બને અને મોક્ષ સુલભ બને-
તે માટે –કર્મો (યજ્ઞ) ના આરંભમાં નું ઉચ્ચારણ કરવામાં આવે છે.(૨૪)

(૨) જેઓ મુમુક્ષુઓ (મોક્ષની ઈચ્છા રાખનાર) છે-તે-ફળની આકાંક્ષા ના રાખતાં-
બ્રહ્મનું –તત્- નામ ઉચ્ચારીને –યજ્ઞ,તપ દાનનાં કર્મો કરે છે.ને તે સર્વ કર્મો (ક્રિયાઓ)
ફળસહિત બ્રહ્મ (તત્) ને અર્પણ કરી,કર્મોથી મુક્ત થઇ જાય છે.(૨૫)

(૩) જેઓ જ્ઞાનીઓ છે-તે –સત્- શબ્દનો -ઉત્તમતા -અને -શુભ કર્મ -માટે કરે છે. (૨૬)

આ રીતે  તત્- સત્- એ અક્ષરોને -”બ્રહ્મ” નો જ આશ્રય છે.
આકાશમાં સૂર્યના ઉદય થયા પછી-જેમ સૂર્ય જ સૂર્યને પ્રકાશિત કરે છે- તેમ-
આ નામના ઉચ્ચારથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE