May 13, 2020

ભાગવત રહસ્ય -૨૭૩

બીજો કાંડ-અયોધ્યા કાંડ છે.અયોધ્યામાં રામ રહે છે-અયોધ્યા –એટલે જ્યાં- યુદ્ધ નથી કલહ નથી,ઈર્ષ્યા નથી.કલહનું મૂળ પૈસા અને પ્રતિષ્ઠા હોય છે.અયોધ્યાકાંડ કહે છે-કે વેર ના કરો.જીવન થોડું છે.અયોધ્યાકાંડ પ્રેમનું દાન કરે છે.
રામનો ભરતપ્રેમ, રામનો સાવકી માતા પ્રત્યેનો પ્રેમ-વગેરે આ કાંડમાં જોવા મળે છે,રામ ની નિર્વેરતા જોવા મળે છે.

આનંદ રામાયણમાં જુદા જુદા કાંડની ફલશ્રુતિ આપી છે.
અયોધ્યા-કાંડનો જે પાઠ કરે તેનું ઘર અયોધ્યા બને,ઝગડા વિનાનું અને નિર્વેર બને.
શાસ્ત્ર તો કહે છે-કે-પહેલાં ઘરનાં એક એક મનુષ્યમાં ભગવદભાવ રાખવો.
મંદિરમાં મૂર્તિમાં રહેલા ભગવાન આપણું ભલું કરવા જલ્દી આવતા નથી,
તે મૂર્તિમાં પહેલાં ભગવદભાવ સ્થિર કરવો પડે છે,
પણ બોલતા “દેવ’માં (ઘરના માણસમાં) જે ભાવ સ્થિર ના કરી શકે તે મૂર્તિમાં ભાવ સ્થિર કરી શકતો નથી.

પ્રભુ એ સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી,એક એક પદાર્થમાં પ્રવેશ કર્યો. તે પ્રવેશ ના કરે-ત્યાં સુધી સૃષ્ટિનકામી છે.માટે જગતના દરેકમાં ઈશ્વરભાવ રાખવાનો છે.
ભાઈના સુખ માટે રામ હસતાં હસતાં વનમાં ગયા.ભરતનો રામ માટે પણ એવો જ દિવ્ય પ્રેમ છે.
ભરતે રાજ્ય લેવાની ના પાડી છે. ભરતને રાજ્ય જોઈતું નથી.
દ્રવ્ય-કીર્તિ ના લોભમાં યુદ્ધ થાય છે. અયોધ્યા કાંડમાં કોઈને લોભ નથી,


ગુહકે પોતાનું રાજ્ય રામજીના ચરણમાં અર્પણ કર્યું પણ રામજીએ તે લીધું નથી.
આ કાંડમાં લોભ નથી એટલે યુદ્ધ નથી.બાકી ના –છ-દરેક કાંડમાં યુદ્ધની કથા છે.
બાલકાંડમાં રામજીનું રાક્ષસો સાથે નું યુદ્ધ,અરણ્યકાંડમાં ખર-દૂષણ સાથે યુદ્ધ,
કિષ્કિંધાકાંડમાં વાલી અને સુગ્રીવ વચ્ચે યુદ્ધ,સુંદરકાંડમાં હનુમાનજી અને રાક્ષસો સાથે યુદ્ધ,
લંકા કાંડ માં રામ અને રાવણ નું યુદ્ધ, અને-
ઉત્તરકાંડ માં ભરતજી દિગ્વિજય કરવા નીકળ્યા છે ત્યારે રાજાઓ સાથે યુદ્ધ.

સમાજને સુધારવો કઠણ છે,મનુષ્ય પોતાના ઘરને,પોતાના મનને,પોતાના સ્વભાવને સુધારે તો પણ ઘણું.
અયોધ્યા કાંડ પછી અરણ્યકાંડ આવે છે.
અરણ્યકાંડ નિર્વાસન બનાવે છે,નિર્વેર થાય પછી પણ વાસના ત્રાસ આપે છે,
આ કાંડના પાઠ થી મનુષ્ય નિર્વાસન થશે.
અરણ્યમાં (વનમાં) રહી –મનુષ્ય તપ ના કરે ત્યાં સુધી જીવનમાં દિવ્યતા આવતી નથી.
રામજી રાજા હોવાં છતાં-સીતાજી સાથે અરણ્યમાં રહી તપશ્ચર્યા કરી છે,પછી રાજા થયા છે.

પહેલા તપશ્ચર્યા કરી હશે તો,ભોગ ભોગવવામાં –સાવધાન રહેવાશે.
જેટલા મોટા મહાત્માઓ થયા –તે તપશ્ચર્યા વગર થયા નથી.
આચાર્ય મહાપ્રભુજીએ-ઉઘાડા પગે ભારતની પ્રદિક્ષણા કરી છે,બે વસ્ત્રથી વધારે કશું સાથે રાખતા નહોતા.
જીવનમાં તપશ્ચર્યાની બહુ જરૂર છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE