સ્કંધ-૧૦
(પૂર્વાર્ધ)-૫૪
તેણે
કહ્યું-કે એમાં શું મોટી વાત છે? હું લાલાને પકડી ને બતાવીશ.
પ્રભાવતી
વિચારે છે-કે-કનૈયો કેવી રીતે ચોરી કરે છે તે મારે જોવું છે,પેટ ભરીને માખણ આરોગે
પછી,તેણે
પકડવો છે.તેથી તે પલંગ ની નીચે સંતાઈ ને બેઠી છે.
બાળકો
સાથે લાલો ઘરમાં ધીરે ધીરે દાખલ થાય છે.
લાલો
મિત્રો ને કહે છે-કે-મને કોઈ માણસની વાસ આવે છે. પ્રભાવતી વિચારે છે- ખરો છે,તેને મારી વાસ આવે છે. લાલાએ મિત્રો ને કહ્યું કે-તમે ધીરે ધીરે ચાલજો.આજે-બાળકો ક્ફ્લમ
ક્ફ્લમ –બોલે છે.
કનૈયા
એ માખણ ઉતાર્યું,અને બાળકો ને ખવડાવે છે.શ્રીકૃષ્ણ નો મિત્ર પ્રેમ કેટલો દિવ્ય છે-કે
મિત્રો ને માટે તે માખણચોર બન્યા છે.વળી કનૈયો જે ઘરમાં જાય તેની બારી પાસે
વાંદરાઓ આવે છે,
બાળકો
ને માખણ ખવડાવ્યા બાદ કનૈયો તે વાંદરાઓ ને પણ,માખણ ખવડાવે છે.
જીવ
નો એવો સ્વભાવ છે કે-કોઈના કરેલા ઉપકાર ને તે ભૂલી જાય છે અને અપકાર ને યાદ રાખે
છે.
પણ
કરેલા થોડા પણ ઉપકાર ને ભગવાન ભૂલતા નથી.
શાસ્ત્ર
માં દરેક પાપ ના પ્રાયશ્ચિત બતાવ્યા છે,પણ ઉપકાર ને જે ભૂલી જાય તેનું કોઈ
પ્રાયશ્ચિત નથી.
પ્રભુ
આજે વાનરોના ઉપકારો નું સ્મરણ કરે છે.”રામાવતારમાં આ મારા ભક્તો -વાનરો એ મારી ખૂબ
સેવા કરી છે,ઝાડનાં પાંદડા ખાઈ ને મારી સેવા કરી છે,તે વખતે હું તપસ્વી હતો,તેમને
કંઈ આપી શક્યો નહોતો,
આજે
તેમને હું ખૂબ માખણ ખવડાવીશ.”
પ્રભાવતી
ગોપી આ બધું જોઈ રહી છે.”કનૈયો તો માખણ ખાતો નથી,તે ખાય પછી તેને પકડું.”
બાળકો
એ લાલાને આગ્રહ કર્યો કે –લાલા તું કેમ ખાતો નથી?
કનૈયો
કહે છે કે-તમે બધા ખાવ પછી હું ખાઇશ.બાળકો એ પેટ ભરી ને માખણ ખાધું છે.
પ્રભાવતી
ધીરે ધીરે બધા ની નજીક આવી.મિત્રો એ આ જોયું,અને કહેવા લાગ્યા,પેલી આવી,લાલા ભાગ.
કનૈયો
કહે છે-કે છો આવી,તે શું કરવાની છે ?પ્રભાવતી એ લાલાનો હાથ પકડ્યો,થોડી વાર તો
લાલા ને બીક લાગી,અને કહે છે-મને છોડ મને છોડ.હવે કનૈયો ઢોંગ કરે છે-મને છોડી
દે,મને મારી મા મારશે,
મને
છોડી દે તને તારા ધણી ના સોગંધ,તારા સસરા ના સોગંધ.
પ્રભાવતી
કહે છે-કે આજે તું બરોબર હાથમાં આવ્યો છે ,આજે હું તને યશોદામા પાસે લઇ જઈશ.
પ્રભાવતી
નો છોકરો કનૈયા ના મંડળ નો સભ્ય હતો,તે ને થયું કે લાલા ને યશોદા મા મારશે.
એટલે
તે પ્રભાવતી પાસે આવ્યો છે,અને મા ને કહે છે-કે-મા તને પગે લાગી ને કહું છું કે
લાલાએ ચોરી કરી નથી,મે ગઈકાલે તેને આમંત્રણ આપ્યું હતું.મારા આમંત્રણ થી તે આવ્યો છે,લાલાએ
માખણ મને ખવડાવ્યું છે,તારે જે સજા કરવી હોય તે મને કર, પણ મા,તું લાલા ને છોડી
દે.
પ્રભાવતી
ને થયું કે લાલાને છોડી દઉં,પણ વિચારે છે-કે-યશોદાજી ને ખાત્રી થતી નથી,કે લાલો
ચોરી કરે છે,
આજે
ફક્ત યશોદાજી ને ખાતરી કરાવવી છે,મા,લાલાને ઠપકો આપશે ત્યાં સુધી સાંભળીશ.પણ
લાલાને
મારવા
નહિ દઉં,લાલો મારો પણ છે.
એટલે
તેના બાળક ને ધમકાવે છે-મોટો વકીલાત કરવા આવ્યો છે,જા અહીંથી.
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત