સ્કંધ-૧૦
(પૂર્વાર્ધ)-૫૫
પણ
અહીં પ્રભાવતી ના મન માં અભિમાન આવ્યું છે.પ્રભાવતી ને ઠસક છે કે-લાલા ને મેં
પકડ્યો છે.
બીજું
કોઈ તેને - પકડી શકે નહિ.
પ્રભાવતી
શ્રીકૃષ્ણ નું સ્મરણ કરતી નથી,પણ પોતાનું સ્મરણ કરે છે.
મનુષ્ય
સાધના કરે એટલે ઈશ્વર હાથમાં આવે છે.પછી તે સાધના માં નિષ્ઠા ન રહે તો ઈશ્વર છટકી
જાય છે.
કનૈયો
પકડાઈ ગયો,એટલે,
કનૈયા
ના મિત્રો રડવા લાગ્યા,ત્યારે તે કહે છે-કે- તમે ચિંતા ના કરો,હું ગમ્મત કરું છું.
પ્રભાવતી
કનૈયાને પકડી ને જાય છે, તેવામાં સામેથી વૃદ્ધ વ્રજવાસી આવતાં પ્રભાવતી એ લાજ કાઢી
છે.
કનૈયો
તે વખતે પ્રભાવતી ને કહે છે-કે તે મારો હાથ બહુ જોરથી પકડ્યો છે,મારા હાથ માં દુઃખ
થાય છે,
તું
મારો બીજો હાથ પકડ,તે પછી કનૈયાએ પ્રભાવતી ના હાથ પર ઝીણા નખથી ચૂંટી ખણી.
પ્રભાવતી
ને થયું કે હાથે મંકોડો કરડ્યો કે શું ? લાલાએ પૂછ્યું કે- શું કરડ્યું ? લે મારો
બીજો હાથ પકડ.
હાથ
બદલાતાં કનૈયા એ તેના ચેલકા ને ઈશારો કર્યો,આવી જા આ બાજુ.અને ચેલકા નો
હાથ,પ્રભાવતી ના
હાથ
માં પધરાવી લાલાજી છટકી ગયા.અને દોડતા દોડતા મા પાસે આવી ને કહે છે-કે-
મા,આ
ગોપીઓ ખોટું ખોટું મારું નામ લે છે,એક ગોપી મને મારવા આવવાની છે,પણ મા,મેં કંઈ
કર્યું નથી.
મા
એ કહ્યું કે તું અંદરના ઓરડામાં બેસ.આજે કોઈ ગોપી ફરિયાદ કરવા આવે તો તેને હું
ખંખેરી નાખીશ.
પ્રભાવતી
બહુ ઉમંગમાં બુમ પાડતી આવી છે.”મા,જુઓ આ તમારો લાલો,તે મારા ઘરે ચોરી કરવા આવેલો,
તેનું
મોઢું માખણ થી ખરડાયેલું છે,હવે તો તમને ખાત્રી થશે.તેને હું પકડી ને લાવી છું.મેં
લાલા ને પકડ્યો છે.,તમે બહાર આવો અને જુઓ.
યશોદા
કહે છે-કે- અરી સખી,મારો લાલો તો ઘરની અંદર છે.
ઈશ્વર (પરમાત્મા) ઘરની (શરીરની) અંદર (આત્મા-રૂપે) છે.
જે
અંદર છે તેને મનુષ્ય બહાર શોધે છે અને દુઃખી થાય છે.ઈશ્વર ને બહાર શોધે છે તેની
ફજેતી થાય છે.
ગોપી (ઇન્દ્રિયો) કહે છે કે આનંદ બહાર છે,જયારે યશોદા (નિષ્કામ-બુદ્ધિ) કહે છે કે આનંદ
અંદર છે.
આનંદ
અંદર છે,નિષ્કામ-બુદ્ધિ યશોદા આનંદ ને (ઈશ્વરને) હૃદયમાં (ઘરની અંદર) નિહાળે
છે,તેથી તેને
આનંદ
મળે છે,ઇન્દ્રિયો આનંદ ને બહાર શોધે છે,તેથી આનંદ મળતો નથી.
ઈશ્વર
એટલે આનંદ.
એ આનંદ ને બહાર પકડવા જાય તેને આનંદ મળતો નથી.આનંદ બહાર નથી,
આનંદ
કોઈ સ્ત્રીમાં,પુરુષમાં,મોટરમાં,બંગલામાં,કે કોઈ પદાર્થ માં નથી. આનંદ આપણા માં
અંદર છે.
આપણી
અંદર રહેલો આનંદ જ આપણને મળે છે.આનંદ આત્મા નું સ્વરૂપ છે,આનંદ બહારથી આવતો
નથી,આનંદ આત્મામાં થી નીકળે છે.જે આનંદ ને બહાર વિષયોમાં શોધવા જાય તેની-આ અભિમાન
વાળી પ્રભાવતી ગોપીના જેવી ફજેતી થાય છે.
યશોદાજી
કહે છે-કે-અરી સખી,તું ભાંગ પી ને આવી છે કે શું ?તું તારો ઘૂંઘટ ઉઠાવી ને જો તો
ખરી ?
તું
કોને પકડી લાવી છે ?
પ્રભાવતી
જુએ છે-તો પોતાનો જ છોકરો,પોતાની આંગળીએ છે.તે છોકરા ને મારે છે,પણ છોકરા ને આનંદ થાય
છે,લાલા ને માટે માર ખાવામાં પણ તેને આનંદ આવે છે.
ભગવાન
માટે,ધર્મ ના માટે,પરોપકાર ના માટે,જે માર ખાય છે,તે મારમાં પણ પ્યાર હોય છે.
માર
પાડવા છતાં તે દુઃખી થતો નથી.
પ્રભાવતી
વિચારમાં પડી ગઈ છે,કહે છે-કે- મા રસ્તામાં કંઈ ગરબડ થઇ લાગે છે,બાકી કનૈયા ને જ
મેં
પકડેલો,તેને
જ પકડી ને હું આવતી હતી.