ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૧૦૬
કનૈયો
કહે છે-કે-બાબા,ગોવર્ધનનાથ આપણા બધાનું રક્ષણ કરે છે.
ગોવર્ધનનાથે
મને ઘણી વાર દર્શન આપ્યા છે.
નંદબાબા
પૂછે છે કે-લાલા,તને ગોવર્ધનનાથ નાં દર્શન ક્યારે થયેલાં?
શ્રીકૃષ્ણે
કહ્યું કે-બાબા, એક વખત વનમાં મને બે વાઘ મળ્યા.હું તો ગભરાયો.ત્યારે ગિરિરાજ
માંથી ચાર ભુજા વાળા દેવ બહાર આવ્યા,અને બંને વાઘ ને મારી નાંખ્યા.અને મારે માથે
હાથ મૂકી કહ્યું કે-“તું
ગભરાતો નહિ,હું તારું રક્ષણ કરું છું.”
બાબા,મારો
ગોવર્ધનનાથ જીવતી જાગતી જ્યોત છે,તેમની તમે પૂજા કરો,તે બધાને દર્શન આપશે.
નંદબાબા
ને આનંદ થયો છે,લાલાને ગોવર્ધનનાથ નાં દર્શન થયાં છે.માટે લાલો આટલા ચમત્કારો કરે
છે.
શ્રીકૃષ્ણે
આજે ઇન્દ્ર નો ગર્વ ઉતારવાનો નિર્ણય કરેલો.તેથી શ્રીકૃષ્ણ બધાને સમજાવે છે કે-આ
વર્ષે ઇન્દ્ર ની પૂજા કરવાને બદલે ગોવર્ધનનાથ ની પૂજા કરીએ.
નંદબાબાએ
કહ્યું-કે-લાલા,અમે કોઈ ગોવર્ધનનાથ નો પૂજાવિધિ જાણતા નથી. તો પૂજા શી રીતે કરીશું
?
ત્યારે
લાલો જવાબ આપે છે કે-બાબા,હું પૂજાવિધિ જાણું છું.તમે ચિંતા ના કરો.
બધા
ગોવર્ધનનાથ ની પૂજા કરવા તૈયાર થયા છે.
કનૈયો
કહે છે કે-બાબા,ઇન્દ્ર ના યજ્ઞમાં માત્ર બ્રાહ્મણો નું જ સન્માન થાય છે,પણ ગરીબો
નું સન્માન થતું નથી,મારે તો ગરીબો ને ખવડાવવું છે.બાબા,મારા ગુરુએ કહ્યું છે
કે-ગરીબો ને અન્નદાન થાય,ગાયોની સેવા થાય અને સાધુઓનું સન્માન થાય એટલે પરમાત્મા
પ્રસન્ન થાય છે.મારે ગાયો નો વરઘોડો કાઢવો છે.
(ગોવર્ધનલીલા
માં ગાયો નો વરઘોડો થાય છે)
બેસતા
વર્ષે અન્નકૂટ કરીશું,ઠાકોરજી આરોગવાના છે,માટે તમે સુંદર વાનગીઓ લઇ આવજો.
શ્રીકૃષ્ણ
દરેક ને પોતપોતાના ઘરેથી ભાતભાતની વાનગીઓ લાવવાનું કહે છે.અને કહે છે કે-જેના ઘરથી
સામગ્રી
નહિ આવે તેને ઘેર અન્નપૂર્ણા પધારશે નહિ.
નંદબાબા
પૂછે છે કે-લાલા,તારો ઠાકોરજી આરોગશે તે અમને દેખાશે ?
લાલો
કહે છે-કે- હા,બાબા,ઠાકોરજી આરોગશે તે સર્વ ને દેખાશે. વ્રજવાસીઓ ને અતિશય આનંદ
થયો છે.
બેસતા
વર્ષે વ્રજવાસીઓ બધા ગોવર્ધનનાથ પાસે આવ્યા છે.
મથુરાથી
સત્તર અઢાર માઈલ દૂર જતીપુરા કરીને ગામ આવેલું છે,ત્યાં આ સ્થળ આવેલું છે.
જતીપુરામાં
ગોવર્ધનનાથ નું મુખારવિંદ છે.
જુદા
જુદા પ્રકારની સર્વ સામગ્રીઓ ગાડાં ભરી ને સામગ્રીઓ પોતાની સાથે વ્રજવાસીઓ લાવ્યા
છે.
સર્વ
બ્રાહ્મણો ને આમંત્રણ આપ્યું છે.પ્રથમ ગણપતિ ની પૂજા કરી છે.
મહાન
તે છે કે-જે ધર્મ-મર્યાદા ને માન આપે છે.ભગવાન પણ ધર્મ ની મર્યાદા તોડતા નથી.
શ્રીકૃષ્ણે
ગણપતિદાદા ની પૂજા કરી છે.વેદભગવાન પણ ગણપતિદાદા નો મહિમા બહુ વર્ણવે છે.
પછી
કનૈયો કહે છે કે-મહારાજ તમે વેદમંત્રો બોલો,હું મારા ગોવર્ધનનાથ ને નવડાવીશ.અભિષેક
કરીશ.
અભિષેક
માટે ગોપબાળકો યમુના નું જળ લાવે છે.શ્રીકૃષ્ણ ગોવર્ધનનાથ નો અભિષેક કરે છે.
ગિરિરાજ
થી યમુનાજી દૂર છે,ગોપબાળકો જળ લાવતાં લાવતાં થાકી જાય છે.
તેથી
તેઓ કનૈયા ને કહે છે-કે-કનૈયા યમુનાજી દૂર છે તારો દેવ તો મોટો છે,એણે નવડાવવા
ઘણું પાણી જોઈએ.અમે તો થાકી ગયા છીએ.
કનૈયો
ગોવર્ધનનાથ ને પ્રાર્થના કરે છે.-હે ગોવર્ધનનાથ,તમારા ચરણ માં સર્વ દેવો નો વાસ
છે.
અમે
સર્વ છોડી આપનાં ચરણ માં આવ્યા છીએ.તમારા ચરણમાં ગંગા-જમના સર્વ તીર્થો રહેલાં છે.
કૃપા
કરી ને કોઈ ને પ્રગટ કરો.
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત