More Labels

Aug 10, 2013

ભાગવત રહસ્ય -૩૮૨

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૧૦  (પૂર્વાર્ધ)-૧૦૫
ગોવર્ધનલીલા એ રાસલીલા પહેલાં આવે છે.
ગોવર્ધનલીલા માં પૂજ્ય (જેની પૂજા કરાય છે તે) અને પૂજક (જે પૂજા કરે છે તે) એક બને છે.
પૂજા કરનાર શ્રીકૃષ્ણ અને જેની પૂજા થાય છે (ગિરિરાજ) તે પણ શ્રીકૃષ્ણ.
(ભગવાને પોતે ગિરિરાજ માં પ્રવેશ કરેલો છે.)
પૂજ્ય અને પૂજક (આત્મા અને પરમાત્મા) એક ના બને ત્યાં સુધી આનંદ આવતો નથી. અદ્વૈત  (એક) નું આ પહેલું પગથિયું છે.

ગોવર્ધનલીલા જ્ઞાન અને ભક્તિ ને વધારનારી લીલા છે.જ્ઞાન અને ભક્તિ વધે ત્યારે રાસલીલા માં પ્રવેશ મળે. પણ જયારે જ્ઞાન અને ભક્તિ વધે ત્યારે ઇન્દ્રિયો વાસનાનો વરસાદ વરસાવે છે,ત્યારે ખૂબ સંભાળવાનું છે. વાસના નો વરસાદ સહન કરવાની શક્તિ નામસેવા-સ્વરૂપસેવા કરી ભગવાન નું શરણ લેવાથી આવે છે.
ભગવાને ટચલી આંગળી પર ગોવર્ધન ધારણ કરેલો.ટચલી આંગળી એ સત્વગુણ નું સ્વરૂપ છે.
સત્વગુણ વધે તો વાસનાનો વેગ સહન કરવાની શક્તિ આવે છે.

સાદું ભોજન,સદગ્રંથ નું વાંચન,સત્સંગ-વગેરે થી સત્વગુણ વધે છે.ભક્તો આ સત્વગુણ ના આધારે વાસનાનો વેગ સહન કરે છે. ગોવર્ધનપૂજા માં આવાં અનેક રહસ્યો છે.

શ્રીકૃષ્ણ સાત વર્ષના થયા,ત્યારે આ ગોવર્ધન લીલા થઇ છે.
(મંદિરો માં દૂરબીન લઈને ગોવર્ધનનાથ ના દર્શન કરતા ભક્તો ને જઈ,તે ભક્તો,એ ઠાકોરજી,કે જેનાં તે દર્શન કરે છે,તેની ઉંમર કેટલી લાગે છે ? તે પ્રશ્ન પૂછવા જેવો છે) 
દર વર્ષે નંદબાબા ઇન્દ્રનો યજ્ઞ કરતા.આ વખતે ઇન્દ્રના યજ્ઞ ની તૈયારી થવા લાગી.ત્યારે કનૈયો પૂછે છે-કે-
બાબા,આ શાની તૈયારી થાય છે ?આ યજ્ઞ કરવાનું ફળ શું ?કયા દેવ ને ઉદ્દેશી ને આ યજ્ઞ કરો છો ?

ત્યારે નંદબાબા કનૈયા ને સમજાવે છે કે-ઇન્દ્ર વરસાદ વરસાવે છે,ઇન્દ્ર વરસાદ વરસાવે તો ગાયો મારે ખડ થાય,આપણા મારે અનાજ થાય,ઇન્દ્ર એ આપણા ઈશ્વર છે,તેમને રાજી કરવા આ યજ્ઞ છે.

આ વખતે શ્રીકૃષ્ણ કહે છે કે-ઇન્દ્ર નો યજ્ઞ કરો તે ઠીક છે,પણ તમે ઇન્દ્ર ને ઈશ્વર માનો તે ઠીક નથી.
ઇન્દ્ર એ ઈશ્વર નથી,કોઈ પણ મનુષ્ય સો અશ્વમેઘ યજ્ઞ કરે તો ઇન્દ્ર થઇ શકે છે.(ઇન્દ્ર એ એક "દેવ: છે)
બાબા ઇન્દ્ર નો ઇન્દ્ર કોણ છે-તે તમે જાણતા નથી. ઇન્દ્ર ના પણ બીજા ઇન્દ્ર છે,ઇન્દ્ર ને ઇન્દ્ર બનાવનાર
સ્વર્ગનું રાજય આપનાર કોઈ (બ્રહ્મ) જુદા છે.
નંદબાબા પૂછે છે કે -કનૈયા,ઇન્દ્ર નો ઇન્દ્ર કોણ છે ?
ત્યારે કનૈયા કહે છે કે-આ મારો ગોવર્ધનનાથ, એ ઇન્દ્ર નો પણ ઇન્દ્ર છે.
ચાર દિશા ના ચાર દેવ છે,તે એક એક દિશાના માલિક એક એક ખૂણે બેઠા છે.
અને વચમાં મારો સર્વ નો માલિક,સર્વ થી શ્રેષ્ઠ ગોવર્ધનનાથ બેઠો છે.બાબા,તમે એની પૂજા કરો.

નંદબાબા કહે છે કે-ઇન્દ્ર ની પૂજા નહિ કરીએ તો ઇન્દ્ર નારાજ થઇ હેરાન કરશે તો ?
કનૈયો કહે છે-કે-આજ સુધી ગોવર્ધનનાથ ની પૂજા નથી કરી છતાં તે નારાજ થયા નથી,અને એક વર્ષ જો
ઇન્દ્ર ની પૂજા નહિ કરીએ તો ઇન્દ્ર નારાજ થતો હોય તો ભલે થાય.ઇન્દ્ર કદાચ નારાજ થશે તો મારો
ગોવર્ધનનાથ આપણી રક્ષણ કરશે.
બાબા,તમને એક વાત પુછું ?તમે ઘણાં વર્ષથી ઇન્દ્ર નું પૂજન કરો છો,પણ તમને એનાં દર્શન થયાં છે ?

નંદબાબા એ ના પાડી,અને કહે છે-કે-મેં ઈન્દ્રદેવ ને જોયા નથી.
કનૈયો કહે છે કે-તમે ઘણાં વર્ષથી પૂજા કરો છો પણ ઇન્દ્ર દર્શન આપતો નથી.તેથી લાગે છે કે ઇન્દ્ર માં અભિમાન છે.જે દેવ ને તમે જોયાં નથી તેની તમે પૂજા કરો છો,પણ પિતાજી આપણો આ ગોવર્ધન પર્વત છે તે આપણા પ્રત્યક્ષ દેવ છે.બાબા,તમને જે આ પહાડ દેખાય છે તે ગોવર્ધનનાથ નું આધિભૌતિક સ્વરૂપ છે.
તેમનું આધિદૈવિક રૂપ જુદું છે.મારો ગોવર્ધનનાથ આમાં સૂક્ષ્મરૂપે વિરાજેલો છે.

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE