More Labels

May 14, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૩

રાવણે બહુ વિચાર કર્યો અને અંતે,એણે મારીચ ને મૃગના વેશે રામજી ની પાસે મોકલવાનું નક્કી કર્યું.
“જો રામ ઈશ્વર હશે,સર્વજ્ઞ હશે તો મૃગ ને જોઈ ને તે તરત જ સમજી જશે અને મૃગ ની પાછળ નહિ દોડે,અને જો લોભાઈને મૃગ ની પાછળ દોડે તો સમજવું કે –તે ઈશ્વર નહિ પણ સામાન્ય માનવી છે.
અને જો રામ સામાન્ય માનવી જ સાબિત થાય તો પછી સીતાને ઉપાડી લાવવી એ તો રમત વાત છે.અને જો રામ ઈશ્વર સાબિત થાય તો યે શું? હું ભજન-જન કરી ને તેને પામવામાં માનતો નથી,હું તો તેની સાથે વેર બાંધીશ.પણ વેર કેમ બાંધવું?”
ત્યારે પાછો તેનો અહંકાર બોલી ઉઠયો કે –સીતાને ઉપાડી લાવી ને.

કોક પળે રાવણ ના મન માં પણ સત્ય ના પ્રકાશ નો ઉદય થાય છે ખરો,પણ એની વાસના,એના વિવેક ને ભુલાવી દે છે.એનો અહંકાર એણે અવળે પાટે ચડાવી દે છે.અને પ્રકાશ ને અદશ્ય કરી દે છે.

રાવણ રથમાં ચડી ને મારીચ ને મળવા ચાલ્યો.
મારીચ ને શ્રીરામે વિશ્વામિત્ર ના યજ્ઞ વખતે દરિયા કિનારે ફેંકી દીધો હતો,તે ત્યાં રહેતો હતો.
રાવણે મારીચ ને સીધી જ વાત કરી કે-રામે વગર વાંકે મારી બહેન શૂર્પણખાના નાક-કાન કાપી લીધાં છે,ને મારી સાથે વેર બાંધ્યું છે,હવે એણે હું છોડવાનો નથી,તું મને આમાં મદદ કર.

રામનું નામ દેતાં જ મારીચ તેમને ઓળખી ગયો, તેણે કહ્યું કે-હે, રાવણ,તું રામની સાથે વેર ના બાંધ.
આપણે તેમના જીવાડ્યા જીવીએ છીએ ને તેમના માર્યા મરીએ છીએ.એમના બળ ની મને ખબર છે તેથી આ હું કહું છું.હું વિશ્વામિત્ર ના યજ્ઞ નો ભંગ કરવા ગાયો ત્યારે તો રામ બાળક હતા,પુરી અસ્ત્ર-વિદ્યા નો અભ્યાસ પણ કર્યો નહોતો,છતાં પણ એક ફણા વગર નું બાણ છોડી તેમને મને સો જોજન દૂર અહીં દરિયા-કિનારે ફેંકી દીધો હતો.ત્યારથી એમનાથી હું એવો ભય ખાઈ ગયો છું કે મને જ્યાં-ત્યાં રામ જ દેખાય છે.હું જાણું છું કે તને મારી સલાહ નહિ ગમે,એટલે તને અપ્રિય લાગે તોયે સાચી વાત તને કહું છું કે-તું રામની સાથે વેર ના કર,નહિતર તારી લંકા હતી ન હતી થઇ જશે.

આ સાંભળી રાવણ ના ગુસ્સા નો પાર રહ્યો નહિ.અને કહે છે-ચૂપ રહે,હું તારી કોઈ વાત સાંભળવા માગતો નથી,મેં તને કાંઇ ગુરૂ કયો નથી કે તારો ઉપદેશ હું સાંભળું.અહીં તો એક જ વાત છે કે-
કાં તો હા કહે, કાં તો ના કહે.અને જો નાં કીધી તો આ તલવાર તારી ડોક પર પડેલી જાણજે.

પળમાં મારીચે વિચાર કરી લીધો કે-આ દુષ્ટ ની આગળ કોઈ દલીલ ચાલવાની નથી.
જો એનું માનું છું તો યે મરણ છે અને ના માનું તો યે મરણ છે.તો પછી આવા દુષ્ટ ના હાથે મરવા કરતાં,
રામ ના હાથે રામ-બાણ ખાઈ ને શું કરવા ના મરું?
મનમાં આવો નિર્ણય કરી મારીચે રાવણ ને કહ્યું કે-હે,રાવણ હું તારી વાત નો સ્વીકાર કરું છું,સીતાજી નું હરણ કરવામાં હું તને મદદ કરીશ,છતાં હજી તને કહેવાનું મન થાય છે કે-તું આ ઠીક કરતો નથી.
વિનાશકાળે બુદ્ધિ બગડે છે-એવું તારે માટે થયું છે.
રાવને કહ્યું કે-ચૂપ રહે,રામે તારી મા તાડકા ને મારી હતી,તેનું વેર લેવાની તને તક મળી છે,
એમ સમજી ખુશ થા.ને મારી સાથે ચાલ.

મારીચ એ દોષ-યુક્ત મન નું પ્રતિક છે.મન ચંચળ તો છે જ અને ચંચળ-દોષ-યુક્ત મન,
કાલ્પનિક સુવર્ણ ની સૃષ્ટિ ઉભી કરવ માટે સમર્થ છે.મોહ-રૂપી રાવણ આવા મન નો આશ્રય લે છે.અને
પાપમાં પ્રવૃત્ત થાય છે.મારીચ,એ તાડકા નો દીકરો છે,અને તાડકા એ અવિદ્યા નું પ્રતિક છે.
અવિદ્યા માંથી “હું ને મારું,તું અને તારું” પેદા થાય છે.(તાડકા ના બે દીકરા-મારીચ અને સુબાહુ)
“હું ને મારું” તે મારીચ અને “તું અને તારું” એટલે સુબાહુ.(રામે સુબાહુ નો વધ કરેલો અને મારીચ ને છોડેલો)
આ બન્ને ને એક સાથે જ મારવા પડે,બેમાથી જો કોઈ એક જીવતું (અહીં મારીચ) રહી જાય તો,
સુવર્ણ-મૃગ બની ને સામે આવે છે.
વિવેક નું બાણ અવિદ્યા (તાડકા) ને એક જ પ્રયત્ને મારી શકે છે,
પણ,મન પ્રત્યે કઠોર થઈને --“દોષ-યુક્ત મન” ને (મારીચ ને) હણ્યા વગર કોઈ છૂટકો નથી.(નહોતો)PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE