Nov 26, 2017

પતંજલિના યોગસૂત્રો-8-Yogsutra of Patanjali-Gujarati

આપણાં "કાર્યો" (કર્મો-ક્રિયાઓ)  કરવાની (થવાની) પાછળ -બે- "પ્રેરક-બળો" છે.
(૧) આપણે પોતે જે અનુભવ્યું છે તે અને
(૨) શાસ્ત્રોમાંથી કે-બીજાઓ પાસેથી સાંભળેલો અનુભવ.
આ બે બળો,મન-રૂપી સરોવર પર તરંગો પેદા કરે છે ને "કાર્યો" થાય છે.

"વૈરાગ્ય" એ આ બંને બળોની સામે લડવાની અને મનને કાબુમાં રાખવાની "શક્તિ" છે.
વૈરાગ્ય આ બંને બળોનો "ત્યાગ" કરે છે.

સંસારી માણસોનો અનુભવ -આપણને એમ શીખવે છે કે-ઈન્દ્રિયોનાં ભોગ-સુખ એ શ્રેષ્ઠ છે,
આ પ્રલોભન જબરદસ્ત છે,પણ તેમનાથી લોભાઈને ચિત્તમાં તે -ભોગ બાબતની વૃત્તિ ઉઠવા ના દેવી,
અને તે ભોગોનો અસ્વીકાર કરવો-તે "ત્યાગ" છે.
અને આવા ત્યાગથી "વૈરાગ્ય" આવે છે-કે જે -એક જ "મુક્તિ" નો માર્ગ છે.

કોઈને સમજવામાં કદાચ અઘરી લાગતી  વાત એ  ઉદાહરણ થી નીચે મુજબ સમજાવી શકાય.

ઘરના શાંત વાતાવરણમાંથી (કંટાળીને??)  ટી.વી. ચાલુ કરવું તે "ક્રિયા" કરી એમ કહેવાય.
ટી.વી. એ દૃશ્ય અને ધ્વનિના "તરંગો (કંપનો) "વહેતાં મૂક્યાં-
હવે તેમાં-સુખ-દુઃખ કે મનને બહેકાવે-કે મનને ડર આપે તેવી અસંખ્ય ચીજો જોઈને,
ટી.વી. જયારે બંધ કરીએ ત્યારે "અમુક મનને ગમી ગયેલાં દ્રશ્યોનું સ્મરણ રહી જાય છે-"
તે મને યાદ રાખેલી તે વાતો એ મનને લાગી ગયેલા ડાઘ છે અને તેને "સંસ્કાર" કહે છે.

હવે ધારો કે ટી.વી.નો તે ચાલતો પ્રોગ્રામ મનને ગમી ગયેલો હતો તે ફરીથી,તે જ પ્રોગ્રામ નો
આગલો હપ્તો ઉપરના જેવી પરિસ્થિતિ થતાં, તે તી.વી.જોવા બેસી જશે,જેથી "ટેવ" બને છે.
આવી ઘણી બધી "ટેવો" જોડાય એટલે-"મને અમુક જાતના ટી.વી.પ્રોગ્રામ ગમે છે-" તેવો "સ્વભાવ" બને.
આવી જ જુદી જુદી જાતની ટેવો (અને સ્વભાવ) ના પુનરાવર્તનથી મનુષ્ય નુ "ચારિત્ર્ય" બને છે.

એટલે અત્યાર સુધીમાં આગળ આવી ગયેલ,
ચિત્ત,ચિત્તની વૃત્તિઓ,અને એ ચિત્ત- વૃત્તિઓ ધારણ કરે છે,તે તેને ટૂંકમાં આમ સમજાવી,
(ઉપરના સમજવા માટે કહેલા ઉદાહરણને લાંબુ આગળ, ના,ખેંચતા)
માત્ર -એટલું જ જો સમજવામાં આવે કે-જો ચિત્તને, વૃત્તિઓને ધારણ કરતાં પહેલાં જ,
"અભ્યાસ" કરીને અને વૃત્તિઓ ઉભી કરતી વસ્તુઓનો ત્યાગ કરવાથી પેદા થતો "વૈરાગ્ય"
લાવીને (નિરોધ કરીને) જો તે વૃત્તિઓ ને ઉભી જ ન થવા દેવામાં આવે,અને જો થઇ ગઈ હોય તો-
જે -ઉપાય (અભ્યાસ-વૈરાગ્ય) થી,તેનો નિરોધ કરવામાં આવે તો તે-ઉપાય-નિરોધ-એ "યોગ" છે.
(ચિત્ત ને વૃત્તિઓ ધારણ કરતાં રોકવું-નિરોધ કરવો તે -યોગ--૧)

  • तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यम्  (૧૬)

(પ્રકૃતિના) "ગુણો" (સત્વ-રજસ-તમસ) પ્રત્યે "વિતૃષ્ણા" આવે (તેની આસક્તિ છૂટી જાય) ત્યારે,તેને,
"પરમ" (ઉચ્ચ પ્રકારનો) "વૈરાગ્ય" કહે છે. અને જેંનાથી,મનુષ્ય ને
પુરુષ (આત્મા-પરમાત્મા નુ સત્ય જ્ઞાન) નું જ્ઞાન  થાય છે.    (૧૬)

સહુ પ્રથમ "ગુણો"  (પ્રકૃતિ ના ગુણો) અને "પુરુષ" એટલે શું? તે સમજીએ.
યોગ-દર્શન મુજબ પ્રકૃતિ (માયા) ત્રણ-"ગુણો" (સત્વ-રજસ-તમસ) ની બનેલી છે.
"પુરુષ" (આત્મા) આ પ્રકૃતિ થી "પર" (જુદો) છે.