Aug 24, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-21

પ્રત્યાહાર અને ધારણા
"પ્રાણાયામ" પછીના બે પગથિયાંને "પ્રત્યાહાર" અને "ધારણા" કહેવામાં આવે છે."પ્રત્યાહાર" નો અર્થ થાય છે "પાછું વાળવું" મનની બહિર્મુખી શક્તિઓને બહાર જતી અટકાવવી.અને ઇન્દ્રિયોની ગુલામીમાંથી તેને મુક્ત કરવું. અને "ધારણા" એટલે મનને અમુક સ્થળે ચોંટાડી રાખવું.

આપણને પદાર્થનું જ્ઞાન કેવી રીતે થાય છે તે આગળ આવી ગયું છે. તેને ટૂંકમાં જરા તાજું કરીએ.
સૌથી પહેલાં-બહારનાં સાધન કર્મેન્દ્રિયો છે.જે બહારના પદાર્થના  સંવેદનો ને લે છે.
ત્યાર પછી,અંદરની ઇન્દ્રિયો-કે જે મગજમાંના કેન્દ્ર દ્વારા શરીરમાં કાર્ય કરતી હોય છે,તે અને મન,
બધાં એકઠાં થઇ ને તે બહારના પદાર્થ સાથે જોડાય-ત્યારે આપણને તેનું જ્ઞાન થાય.

અહીં,આ વખતે મનને એકાગ્ર કરીને -એક જ ઇન્દ્રિય પર કેન્દ્રિત કરવું,એ મુશ્કેલ (અઘરી) બાબત છે,
કારણ કે મન એ ઇન્દ્રિયોનું ગુલામ છે.અને તે મન તેની ચંચળતા માટે મશહૂર છે.અને તે હંમેશાં
બહારની બાજુએ -બાહ્ય-ઇન્દ્રિયો તરફ ભોગના ચસકા લેવા દોડે છે.

જગતમાં વારંવાર આપણે એ ઉપદેશ સાંભળીએ છીએ કે-"સારા બનો-સારા મનુષ્ય થાવ" વગેરે-
"ચોરી કરવી નહિ" કે "જુઠ્ઠું બોલવું નહિ" -કે આવા તો અનેક ઉપદેશ લોકો આપે છે,
પણ આ ઉપદેશ માત્રથી કંઈ વળતું નથી અને હકીકતમાં તેઓ કોઈ મદદ કરતા નથી.
કેમ કે-સંજોગો પ્રમાણે લોકોનાં મન બદલાઈ જાય છે અને ચોરી કરે અને જુઠ્ઠું બોલે જ છે.
પણ,આવા લોકો ને તેમના મન પર કાબૂ રાખતાં શીખવવામાં આવે તો જ ખરી મદદ કરી કહેવાય.

સઘળી ક્રિયાઓ (આંતરિક કે બાહ્યિક) ત્યારે જ થાય છે કે-
સઘળી ઇન્દ્રિયો કે જે મગજના અમુક કેન્દ્રો સાથે જોડાય-અને
મન પણ જયારે (ઇચ્છાએ કે અનિચ્છાએ) તે કેન્દ્રો જોડે જોડાવા ખેંચાય છે.
અને એટલે જ લોકો મૂર્ખાઈ-ભરેલાં કાર્યો કરીને દુઃખી થાય છે.પણ જો તેમનું મન કાબૂમાં હોત-તો-
તે લોકો તેવા મૂર્ખાઈ ભરેલા કર્યો ના કરત.(અને સુખી રહેત)

જો એમણે મનને કાબૂમાં રાખ્યું હોત તો-એ મન -મગજના માંહેના ઇન્દ્રિયોના  "અનુભવ-કેન્દ્રો"
સાથે જોડાયું ના હોત અને કુદરતી રીતે જ -સંવેદના અને ઈચ્છા કાબુમાં રહેત.અને દુઃખ ના આવત.
આમ કરવું (મનને કાબૂમાં રાખવું) એ સંપૂર્ણ-પણે શક્ય છે.

અત્યારના સમયમાં શ્રદ્ધાથી રોગ હટાવનારા (ફેઈથ હીલિંગ) લોકોએ જાણ્યે-અજાણ્યે પણ
આ યોગવિદ્યાનો પાઠ ભણ્યો છે -કે આ યોગવિદ્યાનું જ્ઞાન તેમને આકસ્મિક રીતે હાથમાં આવી ચડ્યું છે-કે -
જેઓ દુઃખને નકારી કાઢવા મનુષ્યને તૈયાર કરીને તેમનું દુઃખ મટાડવામાં સફળ થાય છે.
અને આવે વખતે તેઓ ખરી રીતે યોગના આ "પ્રત્યાહાર" નો જ અંશ ઉપયોગમાં લે છે,કારણકે-
તેઓ તે રોગીના મનને ઇન્દ્રિયોને અવગણવા જેટલું મજબૂત બનાવી દે છે.

આ જ પ્રકારે સંમોહન વિદ્યાવાળાઓ પણ તેમનાં સુચનો દ્વારા,-દર્દીના અંદર તત્પુરતો થોડા સમય માટે-
એક પ્રકાર નો વિકૃત "પ્રત્યાહાર" જ ઉત્તેજિત કરે છે.
સંમોહન કરનારા નબળા મન પર જ પ્રભાવ પાડી શકે છે,અને સંમોહન કરનાર ત્રાટક (સ્થિર નજર) કે-એવી
બીજી કોઈ રીત વડે,જેના પર સંમોહનનો પ્રયોગ કરવામાં આવે છે તે મનુષ્યના મનને નિશ્ચેટ-કે વિકૃત '
અવસ્થામાં લાવવામાં સફળ ના થાય ત્યાં સુધી તેમનાં સૂચનો અસર કરતાં નથી.

"સંમોહન કરનાર" કે "શ્રદ્ધાથી રોગ મટાડનાર" એ થોડા સમય માટે-તે પાત્ર કે દરદીના મગજના કેન્દ્રો
પર જે કાબૂ જમાવવામાં આવે છે તે અનુચિત છે,(સારું નથી) કારણકે આખરે તે વિનાશક નીવડે છે.
એમાં તે મનુષ્ય (સંમોહન નું પાત્ર કે દરદી) પોતાની ઈચ્છા-શક્તિ વડે -પોતાના મગજ પર કાબૂ લેતો નથી.
પણ જાણે કે-દરદીના મન ને -સંમોહકની (સંમોહન કરનારની) ઇચ્છાશક્તિ -કે જે ઓચિંતા ઘા મારે છે અને,
તેના દ્વારા તત્પૂરતું તેને -બહેરું કે જડ કરી નાખવા જેવું છે.

આ સંમોહન એ તેજી ઘોડાઓના તોફાની વેગને લગામ કે બાવડાના બળ વડે રોકવા જેવું નથી પણ-
તે ઘોડાના માથા પર મોટા ઘા મારવાનું બીજાને કહીને તત્પુરતા બેહોશ કે નરમ પાડી દેવા જેવું છે.

આ પ્રકારની (સંમોહનની) દરેકેદરેક પ્રક્રિયા વખતે,પ્રક્રિયાનું પાત્ર,તેની માનસિક શક્તિનો અમુક અંશ
ગુમાવે છે અને અંતે (લાંબે ગાળે તો) તેનું મન -સંપૂર્ણ કાબૂ રાખવાની શક્તિ મેળવવાને બદલે-
ઢંગધડા વગરનું,બળ વગરનું અને જડ બની જાય છે.અને કદીક તો તે મનુષ્ય પાગલ પણ બની જાય!!!

જે પ્રયત્ન કાબૂ મેળવનારના પોતાના મન વડે જ (સ્વેચ્છાપૂર્વક) લેવાતો ના હોય,અને બીજો જ કોઈ
તેના પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરે તો-તે પ્રયત્ન ખતરનાક છે,વળી,
જે સાચો હેતૂ (મુક્તિ) આ પ્રત્યાહાર નો છે-તે હેતૂ પણ સરતો નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE