જડ પદાર્થ અને વિચારની ગુલામીમાંથી મુક્તિ અને બાહ્ય તથા આંતરિક પ્રકૃતિ પર સ્વામિત્વ.
બીજા મનુષ્ય તરફથી આવતો દરેક ઈચ્છા-પ્રવાહ
(પછી તે ગમે તે સ્વરૂપમાં હોય -ઇન્દ્રિયો પર પરાણે લાદી લીધેલા કાબુરૂપે કે મન ને કોઈ વિકૃત સ્થિતિ નીચે લાવી દેવાના રૂપે હોય) તે-જૂના ભૂતકાળના વિચારો,વહેમોના બંધનની --હયાત (હાજર) રહેલી વજનદાર મજબૂત સાંકળમાં એક કડી વધારે ઉમેરી ને (મુક્તિ તો દૂર રહી પણ) તે સાંકળ -બંધન ને વધુ મજબૂત કરે છે.
એટલા માટે બીજાઓની સંમોહન વગેરે-ક્રિયાઓના પ્રભાવ આપણા પર પડે તે પહેલાં સાવચેત રહેવું જરૂરી છે,તે જ રીતે પોતાની પાસે જો સંમોહન શક્તિ હોય તો તેનો બીજા પર પ્રભાવ પાડીને અજાણપણે પણ
તેનો સર્વનાશ કરતાં પહેલાં-પણ સાવચેત રહેવું એટલું જ જરૂરી છે.
એ કદાચ સાચું હશે કે-કેટલાક લોકો (શ્રદ્ધાથી રોગ મટાડનાર) બીજાઓને માનસિક વૃત્તિનું એક નવું
વલણ આપીને -અમુક સમય પૂરતા તેમને ફાયદો કરવામાં સફળ થાય,પણ,
એ સાથે જ તેઓ અજાણપણે જે સૂચનો આજુબાજુ ફેલાવી મૂકે છે-તે બીજા હજારો મનુષ્યોના મનની અંદર-
જે વિકૃત,નિષ્ક્રિય અને અચેતન જેવી સ્થિતિ પેદા કરી મૂકે છે કે જે વિનાશ નોતરે છે.
તેથી,જે કોઈ માણસ બીજાને અંધ-શ્રદ્ધા થી માનવાનું કહેછે,અથવા તો પોતાની પ્રબળ ઈચ્છા-શક્તિની
આકર્ષક શક્તિ વડે -બીજા લોકો ને પોતાની તરફ ખેંચે છે-તેમનો ભલે-પોતાનો કોઈ હેતુ ના હોય -
તો પણ એ માનવ જાતિનું ભલું કરવાને બદલે - નુકશાન પહોંચાડે છે.
એટલા માટે-- આપણે પોતાના મનનો ઉપયોગ કરીને પોતાના મન અને શરીર પર કાબૂ મેળવવો કોઈએ.
જો,આપણે પોતે આપણા પોતાના મનથી માંદા પડીએ,તો જ બહારની બીજા કોઈ ની પ્રબળ ઈચ્છા-વૃત્તિ,
આપણા પર પ્રભાવ પાડી શકે-નહિતર નહિ.
વળી,કોઈ પ્રબળ-ઈચ્છા-શક્તિવાળો મનુષ્ય આપણને અંધ-શ્રદ્ધાથી માનવાનું કહેતો હોય,તો તે -
ગમે તેટલો મહાન કે સારો હોય પણ તેનાથી દૂર રહેવું એ વધારે સારું છે.
અત્યારે -દુનિયામાં બધેય,નાચવા-કૂદવાના જે ધૂન-કીર્તનના બરાડા પડનારા જે ધાર્મિક-સંપ્રદાયો
પેદા થઇ ગયા છે-તેઓ જયારે ગાવા-નાચવાનો પ્રચાર કરવા માંડે છે ત્યારે તે ચેપી રોગની પેઠે સમાજમાં
ફેલાય છે, કારણ કે તેઓ પણ -એક પ્રકારના સંમોહન કરનારાઓ જ છે.
તેઓ નબળા મનના લાખો મનુષ્યો પર તત્પુરતો-થોડા સમય માટે અજબ કાબૂ જમાવે છે,પણ,
લાંબે ગાળે-ઉપર બતાવ્યું તે મુજબ તે માનવ-જાતિને અધોગતિ એ લઇ જાય છે.
આવા વિકૃત બાહ્ય કાબૂ વડે -"માત્ર દેખાવમાં સારા" બનવા કરતાં -"ખરાબ" રહેવું એ બહેતર છે.
આવા શુભ હેતૂવાળા લાગતા પણ બેજવાબદાર ધર્મ-ઝનૂનીઓથી માનવ-જાતિ ને પારાવાર નુકશાન થયું છે.
એ ધર્મ-ઝનૂનીઓને ખબર નથી હોતી (અને ખબર હોય તો તેમને તેની પડી નથી હોતી) કે-
સંગીત,ધૂન,પ્રાર્થના,કીર્તન ના બૂમ-બરાડા અને નાચવા ના તેમનાં સુચનો ની અસર ને લીધે,
જે મનુષ્યોના મન "ઓચિંતી આધ્યાત્મિક ઉન્નતિ" એ ચડે છે તેઓ કેવળ પોતાના મનને -અજાણે
નિષ્ક્રિય,વિકૃત અને નિર્બળ બનાવે છે,અને બીજા ગમે તે સૂચનને વશ થવા પણ તૈયાર બને છે,કે જે,
ભલે ને ગમે તેટલું અનિષ્ટકારી હોય!!!!
એ અજ્ઞાની અને ધર્મ-ઝનૂની માણસોને સ્વપ્ને ય ખ્યાલ નથી (અને હોય તો તેમને બીજાની પડી નથી) કે-
તેઓ "પોતાના માનવા મુજબ" ઉપર ક્યાંક વાદળોમાં બેઠેલા કોઈક "દેવતાઓએ" તેમના પર વરસાવેલી.
"બીજા માણસોના મનમાં પરિવર્તન લાવી મુકવાની શક્તિ" નો ઉપયોગ કરી,
પોતાના અહમને પોષણ મળે અને લોકો તેમને જાણે ને આદરભાવ આપે-તેના માટે-
ઉપર મુજબના સંપ્રદાયો બનાવી ને -
ભવિષ્યના સડાનાં,ગુનાનાં,ગાંડપણનાં,અને મોતનાં-બીજ વાવી રહ્યા છે.
એટલા માટે જ -જે કોઈ આપણું સ્વાતંત્ર્ય ખૂંચવી લે.એવી હરકોઈ બાબત થી ચેતતા રહીને,તે જોખમકારક
છે તેમ સમજી ને પોતાની શક્તિમાં હોય તે-બધા ઉપાય કરી તેમનાથી દૂર રહેવું જોઈએ.