Sep 11, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-611

હે વસિષ્ઠ મુનિ,જે સાચો દેવ છે,તેનું નિરૂપણ મેં તમને કહી સંભળાવ્યું,અને તે દેવથી તમે જુદા નથી,હું જુદો નથી,અને સઘળું જગત પણ જુદું નથી.એટલે તમે,હું અને સઘળું જગત એ દેવ જ છે.સઘળા પદાર્થોનું,જગતનું,તમારું,મારું,અને બીજાનું પણ-વાસ્તવિક સ્વરૂપ એ પરમાત્મા જ છે,બીજું કંઈ પણ નથી.જેમ સંકલ્પના નગરમાં અને સ્વપ્નના નગરમાં ચિદાકાશથી જુદું બીજું કંઈ રૂપ નથી,તેમ હિરણ્ય-ગર્ભની ઉત્પત્તિ થી માંડીને આ સઘળી સૃષ્ટિમાં ચિદાકાશથી જુદું બીજું કોઈ રૂપ નથી.

(૩૦) ચૈતન્યની દશા અને જીવ-દશાની પ્રાપ્તિ

સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,એ રીતે આ સઘળું જગત કેવળ પરમાત્મા જ છે,અને જે પરમાત્મા પર-બ્રહ્મ છે તે જ સર્વોત્તમ દેવ છે,અને તે દેવનું પૂજન સર્વથી શ્રેષ્ઠ છે,એ દેવથી જ સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે,
એ દેવ જ સર્વના આરોપનું અધિષ્ઠાન છે.અને એ દેવમાં જ આ સઘળું જગત રહેલું છે.
જે સુખ અકૃત્રિમ,આદિ-અંત થી રહિત,અદ્વિતીય,અખંડિત અને બહારનાં સાધનોથી સાધ્ય નથી-
તે સુખ એ દેવ (પરમાત્મા) થી જ મળે છે.

હે મહામુનિ,તમે મોટા વિવેકી છો,તેથી તમને કહું છું કે-
પુષ્પો તથા ધૂપો,તે પરમાત્માના પૂજનમાં ઉપયોગી થઇ શકે નહિ (ઉપયોગી નથી)
જેઓ અજ્ઞાની અને બાળકોની જેમ મુગ્ધ ચિત્ત-વાળા હોય છે-
તેમને માટે જ શાસ્ત્ર-કારોએ કૃત્રિમ મૂર્તિમાં દેવાર્ચન કરવાનું કહ્યું છે.

જેમ,ભાત ના મળે તો કોદરા ખાવામાં આવે છે,તેમ,શમ-બોધ-આદિ ના હોય તો-જ-
પુષ્પ-ધૂપ આદિ મિથ્યા-કલ્પિત પદાર્થો થી કૃત્રિમ મૂર્તિ-પૂજા કરવામાં આવે છે.
અજ્ઞાની લોકો,પોતાના સંકલ્પો પ્રમાણેની પદ્ધતિઓ કરી,કૃત્રિમ મૂર્તિમાં પુષ્પ-ધૂપથી અર્ચન કરી સંતોષ પામે છે.અને,પોતે કલ્પેલા,પુષ્પ-ધૂપ-આદિ પદાર્થો વડે મિથ્યાભૂત કૃત્રિમ પૂજન કરવાથી વિમાન-આદિ-સાધનો થી
સ્વર્ગ-વગેરે મળશે,તેવી આશાઓ રાખે છે--તે સર્વ ક્રિયાઓ અને આશાઓ મિથ્યા છે.

હે વસિષ્ઠ મુનિ,આમ,પુષ્પો તથા ધુપો-વગેરેથી દેવ (મૂર્તિ)પૂજન -એ અવિવેકી લોકોને માટે કલ્પવામાં આવ્યું છે,એટલા માટે તમારા જેવા વિવેકી પુરુષોએ કરવા યોગ્ય જે દેવ-પૂજન છે તેનું હું નિરૂપણ કરું છું.

જે દેવ,આપણે કલ્પેલા આ જગતની અંદર આવી જતો હોય,તે દેવ ને તમે મિથ્યા જ સમજો.
ખરો દેવ,ત્રૈલોક્યના આધાર-રૂપ પરમાત્મા જ છે,બીજો કોઈ નથી.
(બ્રહ્મા) આદિ સઘળી પદવીઓથી ન્યારો,જેને મનોવૃત્તિઓ પહોંચી શકતી નથી એવો,
વિષયભોગોના સંકલ્પથી રહિત,સર્વ-રૂપ હોવા છતાં-સર્વથી અલગ,દેશ-કાળની મર્યાદા થી રહિત,
સઘળા પદાર્થો ને પ્રકાશ આપનાર,નિર્મળ અને ચૈતન્ય-રૂપ જે આત્મા (પરમાત્મા) છે તે જ "દેવ" છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE