Jan 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-714

આ જીવ,ધારણા-ધ્યાન ના યત્નને અનુસરીને-એકપણા,ઘણાપણા,મૂર્ખપણા,પંડિતપણા,દેવપણા,
મનુષ્યપણા-વગેરેને,દેશ-કાળ-ક્રિયાઓના ક્રમથી-કે -એક વખતે-પણ મેળવવાને સમર્થ છે.
જીવ વાસ્તવિક રીતે મર્યાદાઓથી રહિત છે,એટલા માટે સઘળી શક્તિઓ-વાળો છે અને
તે એક,એક દેહના અભિમાન-રૂપ-મર્યાદાઓથી મુક્ત થઇ શકે છે-એટલે તે એક જ કાર્ય કરવાની
શક્તિ-વાળો પણ છે.શક્તિના સ્વભાવને અનુસરીને,તે તે કાર્ય કરવાની વ્યવસ્થા થાય છે.

પ્રાણીઓના કર્મોને અનુસરીને-અનેક વર્ગો-રૂપે પ્રગટ થતો અને સર્વ-પ્રાણીઓના સંહાર-નામના પ્રલય-રૂપે સંકોચ પામનારો-ઈશ્વર, જીવોના દૃઢ સંકલ્પને અનુસરતું ફળ,પોતાની ઇચ્છાથી જ આપે છે,
એટલે -ઈશ્વરને વિષયપણાનો-કે-નિર્દયપણાનો,કોઈ દોષ પ્રાપ્ત થતો નથી.

યોગ કરનારા-સ્ત્રી-પુરુષોએ,પોતે જ -પોતાની ધારણા-વગેરેથી મેળવેલા,દેશ,કાળ,ક્રિયાઓના ક્રમોથી,
પોતાના ઘરમાં અને જ્યાં ઈચ્છા હોય-ત્યાં બીજે ઠેકાણે-પણ અનેક દેહોની કલ્પનાથી રહે છે.
(અહી સંન્યાસીનું ઉદાહરણ આપેલું છે -તે મુજબ)
યોગીઓ આ લોક (પૃથ્વી) -સ્વર્ગ-કે અન્ય-લોકમાં પણ એકી વખતે રહે છે-એ અમે ઘણીવાર જોયેલું છે.

વિષ્ણુ (દેવ) એક દેહથી ક્ષીર-સમુદ્રમાં રહે છે-અને બીજા દેહની કલ્પનાથી પૃથ્વીમાં અવતારો ધારણ કરે છે!!
ઇન્દ્ર (દેવ) એક દેહથી સ્વર્ગના સિંહાસન પર અને બીજા દેહથી યજ્ઞનો ભાગ લેવા પૃથ્વી પર જાય છે.
વિષ્ણુ,રાક્ષસ વગેરેને મારવા માટે હજારો-રૂપ-વાળા (દેવો?!!) થઈને પાછા એક થઇ જાય છે !!!
આમ,વિષ્ણુ,"એક" હોવા છતાં,અનેક અંશાવતારોની લીલાઓથી જગતનું પાલન કરે છે,અને
કૃષ્ણાવતારમાં,એકી વખતે હજારો સ્ત્રીઓનો ઉપભોગ પણ કરે છે!!

સન્યાસીના સંકલ-મય -જીવટ-આદિ લોકો પણ એવી જ રીતે પોતાના સંકલ્પને અનુસરતી -રુદ્રની સંમતિથી,
પાછા પોતપોતાના સંસારોમાં ગયા છે-અને ત્યાં લાંબા કાલ સુધી ભોગો ભોગવીને -
ત્યાંથી રુદ્રના નગરને પ્રાપ્ત થઈને, (રુદ્રના) "ગણ-રૂપે" પોતપોતાના પરિવાર સહિત રહેશે.

(૬૫) ભિક્ષુની પેઠે-જીવોનો સંસાર

વસિષ્ઠ કહે છે કે-ઉપર કહ્યા પ્રમાણે,એ સન્યાસીએ પોતાના ચિત્તમાં -જે ભ્રમ-નું જરા પણ ચિંતન કર્યું,
તે ભ્રમ,બીજું કંઈ પણ નહિ પણ,તે સન્યાસીના પૂર્વ શુભ-અશુભ-કર્મો-રૂપ-પ્રયત્ન જ હતો.
એ પ્રયત્ન જયારે ફળ દેવા તૈયાર થયો,ત્યારે સન્યાસીએ,તેને,પોતાથી જુદા જેવો કરીને સ્પષ્ટ રીતે જોયો,
પણ તે વાસ્તવિક રીતે જરા પણ જુદો ન હતો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE