Nov 10, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-011


(6) ભીષ્મ પર્વ- (નોંધ-ભીષ્મ-પર્વમાં -117-અધ્યાયો અને -5884-શ્લોકોનું કીર્તન કર્યું છે)

આ પર્વમાં સંજયે જંબુખંડની કથા કહી છે,શ્રીકૃષ્ણ,યુદ્ધની શરૂઆતમાં થયેલો અર્જુનનો મોહ દૂર કરવા 

ગીતાનું જ્ઞાન તેને આપે છે.ભીષ્મના આકરા યુદ્ધથી,ને અર્જુનની તેમને નહિ મારવાની ઈચ્છાથી,કંટાળીને,

શ્રીકૃષ્ણે પોતે હથિયાર હાથમાં નહિ લેવાની પ્રતિજ્ઞા તોડીને,ભીષ્મને મારવા જાય છે,તે અહીં વર્ણવ્યું છે.

પછી શિખંડીને યુદ્ધમાં આગળ કરીને,ભીષ્મ પર,અર્જુન બાણોની વર્ષા કરે છે,ને ભીષ્મને રથમાંથી નીચે પાડે છે,

ને ભીષ્મ બાણ-પથારીએ સુએ છે,આ પર્વમાં 117-અધ્યાયો કહ્યા છે.

(નોંધ-શ્રીમદ્દ ભગવદ્ ગીતા,આ ભીષ્મપર્વમાંથી લેવામાં આવેલી છે-અનિલ)

(7) દ્રોણ પર્વ-(નોંધ-દ્રોણ-પર્વમાં -170-અધ્યાયો અને -8909-શ્લોકોનું કીર્તન કર્યું છે)

ભીષ્મ પછી,દ્રોણાચાર્યનો સેનાપતિપદે અભિષેક થાય છે,દ્રોણાચાર્ય,દુર્યોધનને ખુશ કરવા,

'હું યુધિષ્ઠિરને પકડી લાવીશ' તેવી પ્રતિજ્ઞા કરે છે.અર્જુનને બીજા યોદ્ધાઓ રણભૂમિમાંથી ખસેડી જાય છે,

ત્યારે અર્જુન ભગદત્તને મારે છે,અભિમન્યુને,જયદ્રથ આદિ અનેક યોદ્ધાઓ ઘેરીને મારે છે,ત્યારે ક્રોધથી અર્જુન,

સાત અક્ષૌહિણી સેનાનો નાશ કરે છે ને જયદ્રથને મારે છે.વિરાટ,દ્રુપદ,ઘટોત્કચ-આદિ યોદ્ધાઓનો નાશ 

આ પર્વમાં વર્ણવ્યો છે,દ્રોણાચાર્યના વધથી ક્રોધે ભરાયેલ અશ્વસ્થામા,નારાયણાસ્ત્ર પ્રગટ કરે છે.

પછી રુદ્ર-માહાત્મ્યનું વર્ણન છે,આ પર્વ 177-અધ્યાયમાં કહેવામાં આવ્યું છે.(244-270)


(8) કર્ણ પર્વ (નોંધ-કર્ણ-પર્વમાં -69-અધ્યાયો અને -4964-શ્લોકોનું કીર્તન કર્યું છે)

દ્રોણાચાર્યના પાટણ પછી,કર્ણ,સેનાપતિપદે આવે છે,શલ્ય તેનો સારથી બને છે,યુદ્ધમાં જતી વખતે શલ્ય,

અને કર્ણ વચ્ચે કઠોર સંવાદ થાય છે.કર્ણ સાથે યુદ્ધમાં યુધિષ્ઠિરના પ્રાણ જવા જેવી સ્થિતિ થાય છે,

યુધિષ્ઠિર અને અર્જુન વચ્ચે આપસમાં ક્રોધ થાય છે,શ્રીકૃષ્ણ ત્યારે વચ્ચે પડે છે ને સાંત્વન આપે છે.

પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે,ભીમ દુઃશાસનની છાતી ચીરીને લોહી પીએ છે,શ્રીકૃષ્ણની વિચિત્ર નીતિથી,

પ્રેરાઈને અર્જુન કર્ણને મારે છે,આ કર્ણ-પર્વમાં 69-અધ્યાયો છે.(271-279)


(9) શલ્ય પર્વ  (નોંધ-શલ્ય-પર્વમાં -59-અધ્યાયો અને -3220-શ્લોકોનું કીર્તન કર્યું છે)

કર્ણ પછી,શલ્ય,સેનાપતિ બને છે.મુખ્ય કૌરવોનો વિનાશ આ પર્વમાં કહ્યો છે.ધર્મરાજના હાથે શલ્યનું 

મૃત્યુ થાય છે,સહદેવ,શકુનિનો વધ કરે છે,મોટા ભાગની સેનાઓ નાશ પામે છે ત્યારે દુર્યોધન,

ધરામાં પાણીને થંભાવીને સંતાઈ રહે છે,કે જેના સમાચાર ભીમને મળે છે.ધર્મરાજના આક્ષેપ વચનોથી ગુસ્સે ભરાઈને દુર્યોધન ધારામાંથી બહાર આવે છે,ને ભીમસેન અને દુર્યોધનનું ગદા યુદ્ધ થાય છે.તે વખતે બલરામનું આગમન થાય છે.કૃષ્ણની યુક્તિથી ભીમ દુર્યોધનની બે જાંઘો ભાગી નાખે છે,બલરામ ગુસ્સે થાય છે,

કૌરવોના યશનું કીર્તન વ્યાસજીએ આ શલ્ય-પર્વમાં 59-અધ્યાયોમાં કહ્યું છે.


(10) સૌપ્તિક અને ઐષિક પર્વ (નોંધ-આ બે-પર્વમાં -15-અધ્યાયો અને -870-શ્લોકોનું કીર્તન કર્યું છે)

અશ્વસ્થામા,દુર્યોધન પાસે આવે છે ને તેનું દુઃખ જોઈને પ્રતિજ્ઞા કરે છે કે-'પાંચાલો અને સર્વ પાંડવોને હું જ્યાં સુધી મારુ નહિ ત્યાં સુધી હું મારુ કવચ ઉતારીશ નહિ' અને પછી સર્વ પાંચાલો,દ્રૌપદીના પુત્રોને તે સંહાર કરે છે.

શ્રીકૃષ્ણના કાઉશળથી પાંચ પાંડવો અને સાત્યકિ બચી જાય છે.પુત્રો,પોતાના પિતા અને ભાઈના વધથી સંતાપ પામેલી દ્રૌપદી,અનશન કરી,પ્રાણત્યાગના સંકલ્પથી,પાંડવો સમક્ષ બેસે છે,ત્યારે ભીમસેન,અશ્વસ્થામાની પાછળ પડે છે,ત્યારે ભીમના ભયથી,'પૃથ્વી અપાંડવ હો'એમ કહીને અશ્વસ્થામા અસ્ત્ર છોડે છે ત્યારે 'એમ ન થાઓ'

કહીને કૃષ્ણ તેના વાક્યને વારે છે,ને ત્યારે અર્જુન પોતાના અસ્ત્રથી તેને શાંત કરે છે.

અશ્વસ્થામા પાસેથી મણિ મેળવી દ્રૌપદીને આપવામાં આવે છે.વ્યાસજીએ સૌપ્તિક અને ઐષિક પર્વો 

આ પર્વમાં જોડી દીધા છે અને તેનું 18-અધ્યાયોમાં વર્ણન કર્યું છે,(280-311)


(11) સ્ત્રી પર્વ (નોંધ-આ સ્ત્રી-પર્વમાં -27-અધ્યાયો અને -775-શ્લોકોનું કીર્તન કર્યું છે)

કરુણરસથી પૂર્ણ એવા આ આ પર્વમાં,ભીમસેનનો વિનાશ કરવાની ઈચ્છાવાળા અંધ-ધૃતરાષ્ટ્રની સામે 

યુક્તિથી,શ્રીકૃષ્ણે લાવેલી લોઢાની ભીમની પ્રતિમાને તે ધૃતરાષ્ટ્ર ભાંગી નાખે છે,પછી શોક પામેલા ધૃતરાષ્ટ્રને વિદુર,

મોક્ષદર્શક વાતો વડે,સંસારની ગહનતા સમજાવી આશ્વાસન આપે છે,ધૃતરાષ્ટ્ર,રાણીઓ સાથે રણસ્થળ પર જાય છે,રાણીઓના કરું વિલાપથી ગાંધારી અને ધૃતરાષ્ટ્ર બંને મોહ પામે છે,ત્યારે તેમના દુઃખને શ્રીકૃષ્ણ શાંત કરે છે.

ત્યારે ગાંધારી શ્રીકૃષ્ણને શાપ આપે છે.ધર્મરાજ યુદ્ધમાં મરેલા રાજાઓને શાસ્ત્રાનુસાર અગ્નિદાહ આપે છે,

કુંતી,પોતે કર્ણની મા છે-એ વિષે કહે છે,આ સ્ત્રીપર્વમાં 27-અધ્યાયો છે,(312-324)


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE