Nov 11, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-012

 (12) શાંતિ પર્વ (નોંધ-આ શાંતિપર્વમાં -329-અધ્યાયો અને -14729-શ્લોકોનું કીર્તન કર્યું છે)

જ્ઞાની વૃદ્ધિ કરનારું,જ્ઞાનીઓને પ્રિય આ શાંતિ પર્વ છે,જેમાં,યુધિષ્ઠિરને,સગાં-સંબંધીઓનો ઘાત કરવાને લીધે,ગ્લાનિ થાય છે,ત્યારે બાણ-શૈયા પાર સુતેલા ભીષ્મ,તેમને રાજધર્મ કહી સંભળાવે છે,વળી આપદધર્મ અને મોક્ષધર્મ વિષે પણ બહુ વિસ્તૃતતાથી 329-અધ્યાયોમાં વર્ણન કરવાં આવ્યું છે.(325-330)

(13) અનુશાસન પર્વ (નોંધ-આ અનુશાસન પર્વમાં -146-અધ્યાયો અને -8000-શ્લોકોનું કીર્તન કર્યું છે)

ભીષ્મ પાસેથી ધર્મનો નિશ્ચય જાણીને,યુધિષ્ઠિર સ્વસ્થ થાય છે,ધર્મ અને અર્થ સંબંધી સંપૂર્ણ વ્યવહાર,

વિવિધ દાનો,દાનની ઉત્તમ વિધિ,સત્યની પરમ ગતિ,ગાય-બ્રાહ્મણનું માહાત્મ્ય,દેશ-કાળના ભેદ પ્રમાણે ધર્મનું રહસ્ય,અને ભીષ્મની સ્વર્ગ-પ્રાપ્તિ-એ સર્વ ધર્મ-નિર્ણયકારી એવું,

આ અનુશાસન પર્વ,146-અધ્યાયોમાં વર્ણવ્યું છે.(331-337)


(14) આશ્વમેઘીક પર્વ (નોંધ-આ આશ્વમેઘીક પર્વમાં -103-અધ્યાયો અને -3320-શ્લોકોનું કીર્તન કર્યું છે)

સંવર્ત અને મરૂતનું ઉપાખ્યાન,સુવર્ણ કોષની પ્રાપ્તિ,શ્રીકૃષ્ણથી સજીવન થયેલા પરીક્ષિતનો જન્મ,એ અહીં કહ્યા છે,અર્જુન,યજ્ઞ માટે છુટા મુકાયેલ ઘોડાનું અનુસરણ કરી,ઠેકઠેકાણે રાજાઓ સાથે યુદ્ધ કરી વિજય મેળવે છે,

ચિત્રાંગદાથી થયેલ પોતાના પુત્ર સાથેના સંગ્રામમાં,અર્જુનની પ્રાણ જવા જેવી સ્થિતિ થાય છે,

પછી અશ્વમેઘ યજ્ઞમાં નકુળનું ઉપાખ્યાન કહ્યું.આ પર્વમાં 103-અધ્યાયો છે.(338-344)


(15) આશ્રમવાસિક પર્વ (નોંધ-આ આશ્રમવાસિક-પર્વમાં -42-અધ્યાયો અને -1506-શ્લોકોનું કીર્તન કર્યું છે)

વિદુરની સલાહથી,ગાંધારી અને ધૃતરાષ્ટ્ર વનમાં પ્રયાણ કરે છે,કુંતી તેમની પાછળ જાય છે,

જ્યાં ધૃતરાષ્ટ્ર,પરલોકવાસી થયેલા પુત્રો-પૌત્રો અને બીજા રાજાઓને જુએ છે.વ્યાસજીની કૃપાથી,

આ અતિ આશ્ચર્યને જોઈ,ધૃતરાષ્ટ્ર અને ગાંધારી,શોકમુક્ત થઈને પરમ-સિદ્ધિને પામે છે,

વિદુર પણ ધર્મનો આશ્રય કરી સુગતિ મેળવે છે,યુધિષ્ઠિર નારદનાં દર્શન કરે છે,અને તેમના મુખેથી,

યદુઓનો મહા સંહાર વિષે સાંભળે  છે.આ આશ્રમ વાસિક પર્વમાં 42-અધ્યાયો છે.(345-353)


(16) મૌસલ પર્વ (નોંધ-આ મૌસલ પર્વમાં -8-અધ્યાયો અને -320-શ્લોકોનું કીર્તન કર્યું છે)

શાપ-રૂપી દંડથી પીડાઈને,દૈવના દોર્યા,મદિરાપાનથી તૃપ્ત થયેલા,યાદવો એકબીજાને મારી નાખીને નાશ પામ્યા,

શ્રીકૃષ્ણ અને બલરામે એ બંનેએ યદુવંશનો સર્વનાશ કરી,પોતે પણ મહાકાળનું ઉલ્લંઘન કરી શક્ય નહિ અને 

પોતે પણ કાળને વશ થયા.અર્જુન દ્વારાક આવ્યો અને યાદવો વિનાની થયેલી દ્વારકા જોઈને ખેદ પામ્યો.

પછી તેણે,સર્વના અગ્નિ સંસ્કાર કર્યા.બાકીના બચેલા બાળ,વૃદ્ધ અને સ્ત્રીઓને,દ્વારકામાંથી લઇ આવતી વખતે,

રસ્તામાં કાબાઓની ઘોર આપત્તિ આવી અને ત્યારે ગાંડીવનો પરાભવ અને સર્વ દિવ્ય અસ્ત્રોનો પરાભવ થતો.

અર્જુને અનુભવ્યો,અને ખેદ પામ્યો,યુધિષ્ઠિર પાસે જઈને,અર્જુને,વ્યાસજીના વાક્યથી પ્રેરાઈને,

સન્યાસની અભિલાષા બતાવી,તે સર્વ આ મૌસલ પર્વમાં આઠ અધ્યાયો છે,


(17) મહા-પ્રસ્થાનિક પર્વ (નોંધ-આ મહાપ્રસ્થાનિક પર્વમાં -3-અધ્યાયો અને -320-શ્લોકોનું કીર્તન કર્યું છે)

પાંડવો,રાજ્યનો પરિત્યાગ કરીને,દ્રૌપદી સાથે મહાપ્રસ્થાન કરે છે,લાલ સમુદ્રને તટે આવી તેમણે અગ્નિનાં દર્શન કર્યાં,અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ્ય સત્કારપૂર્વક આપ્યું,આગળ જતાં,સર્વ ભાઈઓ અને પછી,દ્રૌપદી,

એક પછી એક પડ્યાં,તેમને કોઈનેય ન જોતાં,યુધિષ્ઠિર આગળ ચાલ્યા,આ પર્વમાં ત્રણ અધ્યાયો છે.


(18) સ્વર્ગારોહણ પર્વ(નોંધ-આ સ્વર્ગારોહણ પર્વમાં -5-અધ્યાયો અને -209-શ્લોકોનું કીર્તન કર્યું છે)

ધર્મરાજે,દયાપૂર્ણ હૃદયથી પોતાની સાથી કૂતરા વિના,સ્વર્ગમાંથી આવેલા દૈવીરથમાં બેસવાની ઈચ્છા ન કરી.

ત્યારે તેમની અવિચળ ધર્મનિષ્ઠા જોઈને ધર્મે કૂતરાનું રૂપ છોડીને,તેમને ધર્મ-રૂપે દર્શન આપ્યું.

પછી,યુધિષ્ઠિર સ્વર્ગમાં ગયા,ત્યારે દેવદૂતે,તેમને યુક્તિથી સ્વર્ગ=નરકની યાતનાઓ બતાવ્યાં.

પછી,આકાશગંગામાં સ્નાન કરીને,મનુષ્ય શરીર ત્યજીને દેવલોકના સ્થાનમાં ગયા અને પરમાનંદ ભોગવવા લાગ્યા.વ્યાસજીએ આ સર્વ વિષયો પાંચ અધ્યાયમાં આ સ્વર્ગારોહણ પર્વમાં કહ્યા છે.(354-378)


આ રીતે,મહાભારતનાં પૂરાં અઢાર પર્વો,છે,તે પછી પરિશિષ્ટ ભાગમાં,(વધારાનાં બે)

હરિવંશ-પર્વ અને ભવિષ્ય-પર્વ કહેવાયાં છે,વ્યાસજીએ તેમાં 12000-શ્લોકો કહ્યા છે.


સુતજી કહે છે કે-આમ મહાભારતના સર્વ પર્વનો સંગ્રહ (ટૂંકાણમાં) કહી સંભળાવ્યો.

અઢાર અક્ષૌહિણી સેનાએ યુદ્ધને નિમિત્તે એકથી થઇ હતી ને અઢાર દિવસ મહા દારુણ યુદ્ધ થયું હતું.

જો,કોઈ બ્રાહ્મણ,ચારે વેદ,વેદાંગ ને સંપૂર્ણ ઉપનિષદો જાણતો હોય,પણ જો આ મહાભારતનું આખ્યાન જાણતો 

ન હોય,તો તે વિચક્ષણ ન થઇ શકે.વ્યાસજીએ આ મહાભારતને,મહા-અર્થ-કામ અને ધર્મશાસ્ત્ર તરીકે વર્ણવ્યું છે,


જેમ,કોયલનું કૂંજન સાંભળ્યા પછી,કાગડાનો કર્કશ,સૂર સાંભળવો ગમતો નથી,

તેમ,આ આખ્યાન સંભળાય પછી બીજું કંઈ સાંભળવાની ઈચ્છા થતી નથી.

જેમ,પંચમહાભૂતોમાંથી,ત્રણ પ્રકારના લોકોની ઉત્પત્તિ થાય છે,તેમ,આ ઐતિહાસમાંથી કવિત્વ-બુદ્ધિ ઉપજે છે.

જેમ,ઇન્દ્રિય સમસ્તનો આધાર,મનની વિચિત્ર ક્રિયાઓ છે,તેમ,સર્વ ગુણો-ક્રિયાઓનો આધાર આ આખ્યાન છે.


જેમ,ભોજન વિના,શરીરના ધારણનો કોઈ બીજો ઉપાય નથી,

તેમ,આ આખ્યાનના આશ્રય વિનાની કોઈ કથા આ ભૂમંડળ પર નથી,

જેમ,ઉન્નતિની ઈચ્છાવાળા સેવકો રાજાનું શરણ લે છે,તેમ,સર્વ કવિવરો આ આખ્યાનનું શરણ લે છે.

જેમ,પવિત્ર ગૃહસ્થાશ્રમ કરતાં બીજા આશ્રમો ચડિયાતા નથી,

તેમ આ કાવ્ય કરતાં બીજા કોઈની કવિતા વિશેષ નથી,


સતત ઉદ્યોગી (કર્મમાં) રહો ને તમારી બુદ્ધિ ધર્મમાં જ રહો,કેમ કે ધર્મ જ પરલોકનો મિત્ર છે,ભલે,

ધન,પુત્ર,સ્ત્રી-આદિને,મનુષ્યે ભોગવ્યાં હોય,પણ તે આપણાં પોતાનાં થતાં નથી ને સ્થિરતાને પામતાં નથી.

વ્યાસજીના હોઠથી નીકળેલ આ અજોડ,પુણ્ય,પવિત્ર,પાપહારી અને કલ્યાણમય મહાભારત વંચાતું હોય,

ત્યારે જે એનું શ્રવણ કરે તેને,પુષ્કરતીર્થના જળમાં સ્નાન કરવાનું પ્રયોજન શું હોય?

વેદવેત્તા પંડિત બ્રાહ્મણને,સોનાના શિંગડાવાળી સો ગાયો દાન કરવાનું,

ને આ મહાભારતના નિત્ય શ્રવણનું સરખું જ ફળ છે.


જેમ,નૌકા વડે,મનુષ્ય વિસ્તીર્ણ મહાસાગરને સુખપૂર્વક પર કરી શકે છે,તેમ,આ પર્વ-સંગ્રહને પહેલાં 

સાંભળીને,તે દ્વારા તે ઉત્તમ ને મહાઅર્થો વાળા આ મહાન આખ્યાનરૂપી-સમુદ્રને પાર કરી શકે છે (379-396)


અધ્યાય-2-પર્વસંગ્રહ-પર્વ સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE