Nov 13, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-014

હવે ધૌમ્યનો ત્રીજો,વેદ નામે જે શિષ્ય હતો,તેને ગુરુએ આજ્ઞા આપી,કે 'તું અહીં થોડો વખત મારા ઘરમાં રહે અને સેવા કર,તારું કલ્યાણ થશે' 'બહુ સારું' એમ કહીને તે વેદ,લાંબા વખત સુધી ગુરુની સેવામાં રહ્યો,ગુરુએ તેને બળદની જેમ કામમાં જોતરી રાખ્યો,પણ ટાઢ-તડકો,ભૂખ-તરસ-આદિ સર્વ દુઃખો સહન કરીને તે સેવા કરતો રહ્યો,એટલે ગુરુ તેના પર પ્રસન્ન થયા અને તેનું કલ્યાણ થયું ને  તેને સર્વજ્ઞતા મળી.ગુરુ દ્વારા,આ શિષ્ય 'વેદ'ની કસોટી હતી.પછી,ગુરુની આજ્ઞાથી તેણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો (74-80)

ગૃહસ્થાશ્રમમાં રહેતા એ વેદના ત્રણ શિષ્યો હતા.'કર્મ કરો ને ગુરુસેવા કરો' એવું કશુંયે તે પોતાના શિષ્યોને કહેતો નહિ,કેમ કે પોતાના ગુરુકુળવાસનાં દુઃખોથી તે પરિચિત હતો,અને શિષ્યોને તે ક્લેશ આપવા ઈચ્છતો નહોતો.


જન્મેજય અને પૌષ્ય-એ બે ક્ષત્રિયોએ,વેદની ઉપાધ્યાય-પદ માટે વરણી કરી હતી,એટલે એકવખત વેદને યજ્ઞ કરાવવાના કામે બહાર જવાનું થયું,ત્યારે તેણે 'ઉત્તંક'નામના શિષ્યને બોલાવીને આજ્ઞા કરી કે-

'આપણા આશ્રમનું ધ્યાન રાખીને ઘરમાં જે કોઈ ઉણપ હોય તે તારે પુરી કરવી' ને પછી વેદ ત્યાંથી ગયો.

ને ગુરુની આજ્ઞા પાળતો,શિષ્ય ઉત્તંક,ગુરુકુળમાં રહ્યો હતો.


એક વખત,ઘરની બધી સ્ત્રીઓ એકથી થઈને,તેમણે ઉત્તંકને બોલાવીને કહ્યું કે-'હે ઉત્તંક,તારા ઉપાધ્યાયની પત્ની ઋતુમતિ થઇ છે,અને ઉપાધ્યાય પ્રવાસે ગયા છે તો તેની આ ઋતુ વિફળ ના જાય તેવું કર,કેમ કે તે ખેદ કરે છે'

ઉત્તાનકે કહ્યું કે-'તમારા વચને મારે આકરી કરવાનું ન હોય,અને ગુરુએ એવી મને કોઈ આજ્ઞા આપી નથી'


પછી,ગુરુ (વેદ) જયારે પાછા આવ્યા ત્યારે,બધું વૃતાન્ત જાણીને તે પ્રસન્ન થયા,અને બોલ્યા-

'હે ઉત્તંક,તેં ધર્મપૂર્વક મારી સેવા કરી છે,હવે તું તારા ઘેર જ અને તારી સર્વ મનોકામનાઓ સફળ થાઓ'

ઉત્તંક બોલ્યો-'હે ગુરુ,હું આપનું શું ઇષ્ટ કરું? શું ગુરુદક્ષિણા આપું?'

ગુરુ બોલ્યા-'તું પૂછે જ છે તો જ,જઈને ગુરુપત્નીને પૂછ,ને તે જે કહે તે લાવી આપ'


ઉત્તંકે ગુરુપત્નીને જઈને પૂછ્યું,તો ગુરુપત્નીએ કહ્યું કે-'તું રાજા પૌષ્યની પત્નીએ ધારણ કરેલા ને કુંડલોની ભિક્ષા માંગવા જા,અને તે લઇ આવ.ચોથે દિવસે પુણ્યક વ્રત છે,ત્યારે તે બે કુંડલો ધારણ કરીને,વિભૂષિત થઈને,

હું બ્રાહ્મણોને ભોજન પીરસવા ઈચ્છું છું,ને આમ કરીશ તો,તારું કલ્યાણ થશે.

ગુરુપત્નીના આમ કહ્યાથી,ઉત્તંક,પૌષ્ય રાજાને ત્યાં જવા નીકળ્યો (93-101)


ઉત્તંક,પૌષ્ય રાજા પાસે પહોંચ્યો,ને તેની પાસે કુંડળોની યાચના કરી,પૌષ્યે કહ્યું કે અંતઃપુરમાં રાણી પાસે જઈ  માગો,ઉત્તંક અંતઃપુરમાં ગયો પણ તેને રાણી દેખાણી નહિ.તે રાજા [પાર પાછો આવ્યો,

રાજાએ કહ્યું કે-તમે રસ્તામાં અપવિત્ર થયા હશો,તેથી તે પતિવ્રતા ક્ષત્રાણીનાં દર્શન થયાં નહિ હોય,

ઉત્તંકે,ત્યાર બાદ,આચમન કરી પવિત્ર થઇ,રાણી પાસે ગયો,ને કુંડળોની યાચના કરી,

રાણીએ,પોતાના કુંડળો પ્રેમથી ઉતારી આપ્યાં,ને કહ્યું કે-'જુઓ,નાગરાજ તક્ષક,આ કુંડળોની ખુબ કામના કરે છે,એટલે તેને સાવચેતીથી લઇ જજો' ઉત્તંકે કહ્યું-'આપ નિશ્ચિત રહેશો,તક્ષક મને હરાવી શકે તેમ નથી'


કુંડળો,લઈને ઉત્તંક,રાજા પૌષ્ય પાસે ગયો,અને ત્યાંથી,જવાની આજ્ઞા માંગી,ત્યારે રાજાએ કહ્યું કે-

આપ ગુણવાન અતિથિ છો,તો મને શ્રાદ્ધ કરવાની ઈચ્છા થાય છે તો આપ થોડીવાર થોભો.

ઉત્તંકે કહ્યું કે-ભલે,હું રોકાઈ જાઉં છું,જે અન્ન તૈયાર હોય તે લાવો'

રાજાએ અન્ન માનગાવ્યું,પણ તે અન્ન,ઠંડુ અને વાળવાળું જોઈને,તે અપવિત્ર છે,એમ સમજીને,ઉત્તંકે રાજાને શાપ આપ્યો કે-તું મને અપવિત્ર અન્ન આપે છે તેથી તું આંધળો થશે.પૌષ્યે તેને વળતો શાપ આપતાં કહ્યું કે-

'તું અદોષ અન્નને દોષ લગાડે છે,તેથી તું વાંઝિયો થશે' ઉત્તંકે કહ્યું કે-'અપવિત્ર અન્ન આપીને,આપે સામો શાપ આપવો જોઈએ નહિ,આપ આ અન્નની અપવિત્રતાની ખાતરી કરો'


ત્યાર બાદ,અન્નની ખાતરી કરવામાં આવી તો રાજાએ કહ્યું કે-'આવું અન્ન મારા અજ્ઞાનમાં જ અપાયું છે,

તો મને માફ કરો કે જેથી હું આંધળો થાઉં નહિ' ઉત્તંકે કહ્યું-'મારી વાણી મિથ્યા થાય નહિ,તમે આંધળા થશો,

પણ થોડીવારમાં જ પાછા દેખાતા થશો,ને તમે,અપવિત્ર અન્નને દુષણ લગાડવાનો મને જે શાપ મને આપ્યો છે,

તે પણ ન ફળો કેમ કે અન્ન અપવિત્ર સાબિત થયું છે,એટલે તમારો શાપ મને લાગશે નહિ'

આમ કહીને ઉત્તંક,ત્યાંથી ચાલી નીકળ્યો.(102-126)


રસ્તામાં,તે કુંડળોને જમીન પાર મૂકીને તે નદીમાં શૌચ આચમન કરવા ગયો ત્યારે,ક્ષપણક નામના એક પાખંડી નાગા ભિક્ષુકે,ત્યાં આવીને તે કુંડળો લઈને ત્યાંથી દોડ્યો,ઉત્તંક તેની પાછળ પડ્યો,ને તે ક્ષપણકને પકડ્યો,

ત્યારે,તરત જ,તેણે પોતાનું ક્ષપણકનું રૂપ છોડીને તક્ષક-રૂપ થઇ ગયો અને છટકીને તે એકદમ ધરતીના ઊંડા દરમાં પેસી ગયો.ઉત્તંકને (પૌષ્યની) રાણીનું વચન યાદ આવ્યું,ને તે સર્પ તક્ષક જ છે-એમ જાણીને,તે દરને,

લાકડી વડે ખોદવા માંડ્યું,પણ,તેમાં તે ફાવ્યો નહિ ને ક્લેશને પામ્યો,


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE