Feb 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-090

 
અધ્યાય-૯૭-શાંતનુ રાજાને ગંગાજીનો મેળાપ 

II वैशंपायन उवाच II ततः प्रतीपो राजासित्सर्वभूतहितः सदा I निपसाद समावहिर्गगा द्वारमतो जपन्  II १ II

વૈશંપાયન બોલ્યા-ભૂતમાત્રના કલ્યાણમાં તત્પર રહેલો રાજા પ્રતીપ,ગંગા દ્વારે વસીને,અનેક વર્ષો સુધી તપ 

કરતો બેઠો હતો.ત્યારે એક વખતે,અત્યંત આકર્ષક રૂપવતી ગંગા,સ્ત્રીરૂપ ધરીને બહાર આવી,

ને તે રાજર્ષિની શાલવૃક્ષના જેવી જમણી જાંઘ પર બેઠી,ત્યારે પ્રતીપે તેને પૂછ્યું કે-

હે કલ્યાણી,હું તારું શું પ્રિય કરું? તારી ઈચ્છા શી છે?તે મને કહે. (1-4)

ગંગા બોલી-હે રાજન,હું તમારી કામના કરું છું,તમારી ભક્ત છું,તો તમે મને સ્વીકારો.

કેમ કે,કામવતી સ્ત્રીઓના ત્યાગને સાધુઓએ નિંદ્ય ગણ્યો છે.

પ્રતીપ બોલ્યો-હે સુંદરઅંગી,મારુ ધર્મવ્રત છે કે-પરસ્ત્રી અને અસવર્ણ સ્ત્રી સાથે હું કામગમન કરતો નથી.

ગંગા બોલી-હે રાજન,હું અકલ્યાણી નથી,ને કોઈ પણ રીતે નિંદાપાત્ર નથી,હું તમને ભાજી રહી છું,

તમે મને સ્વીકારો,હું સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છું અને દિવ્ય કન્યા છું (5-7)


પ્રતીપ બોલ્યો-હે વરાંગના,તું આવીને મારી જમણી જાંઘના આશ્રયે આવી બેઠી છે,એ સ્થાન તો સંતાનો ને પુત્રવધૂનું છે,કામિનીઓ માટે તો ડાબી જાંઘ જ ભોગવવા યોગ્ય છે,કે જેને તો તેં ત્યજી છે,એટલે,તું મને જે કામ માટે પ્રેરે છે,તે તો તેં જ (તારા આચરણથી)  નિવૃત્ત કરી દીધું છે,માટે હું,તારા પ્રત્યે કામ અચારીશ નહિ,પણ,તું મારી પુત્રવધુ થા,હું તને મારા પુત્ર માટે પસંદ કરું છું,કેમ કે તું તે એ સ્થાને આવીને બેઠી છું (8-11)


ગંગા બોલી-હે ધર્મજ્ઞ,ભલે તેમ હો.હું તમારા પુત્ર સાથે જોડાઇશ,ને પ્રસિદ્ધ ભરતકુળને ભજીશ.

તમારા કુળમાં પ્રસિદ્ધ રાજાઓ થયા છે,ને પૃથ્વી પર જે રાજાઓ છે,તેના તમે આધારરૂપ છો,તમારા ગુણો,

સેંકડો વર્ષી સુધી પણ મારાથી કહી શકાય તેમ નથી,પણ હે ધર્મજ્ઞ,મારી એક શર્ટ છે કે-જુ જે કંઈ કરું,તે સર્વ વિશે,તમારા પુત્ર કશો પણ વિચાર કરવો નહિ.કે કોઈ પ્રશ્ન પૂછવો નહિ.આ શરતે રહી,હું તમારા પુત્રની પ્રીતિ વધારીશ અને તમારો પુત્ર,પ્રિય અને પુણ્યવાન પુત્રો સાથે સ્વર્ગલોકને પામશે (12-16)


વૈશંપાયન બોલય્હે રાજન,આમ કહીને ગંગા ત્યાં અંતર્ધાન થઇ,ને પ્રતીપ,પુત્રજન્મની વાટ જોતો રહ્યો.

પછી,પ્રતીપે,પોતાની પત્ની સાથે પુત્ર માટે તપ કરવા માંડ્યું,ને સમય થાયે તે વૃદ્ધ દંપતીને મહાભિષ નામે પુત્ર થયો,તે શાંત થઇ જતા પ્રતીપ રાજાના વંશવિસ્તાર-રૂપ જન્મ્યો હોવાથી શાંતનુ કહેવાયો.કે જે શાંતનુને 

પોતાના કર્મોથી જીતાયેલા અક્ષય લોકનું સંસ્મરણ હતું તેથી તે પુણ્યકર્મો જ કરતો હતો(17-20)


પછી,એક વખતે,યૌવનમાં આવેલા પુત્ર શાંતનુને,પ્રતીપે કહ્યું કે-પૂર્વે એક સ્ત્રી (ગંગા) તારા કલ્યાણ માટે મારી પાસે આવી હતી,ઉત્તમ વર્ણવાળી,સ્વેચ્છાએ ગતિ કરતી,તે દિવ્ય સ્ત્રી તને એકાંતમાં મળે,ત્યારે,તારે એને કંઈ પૂછવું નહિ કે-તું કોણ છે?કોની પુત્રી છે?ને તે જે કંઈ કર્મ કરે તે વિશે પણ તારે તેને કશું એ પૂછવું નહિ,

મારી આજ્ઞાથી તું,પ્રતિભાવાળી એ સ્ત્રીનો પત્ની તરીકે સ્વીકાર કરજે (21-23)


પ્રતીપે,આમ કહીને શાંતનુને રાજ્યગાદીએ બેસાડીને,પોતે વનમાં ગયો.

એક વખતે,ઇન્દ્ર જેવી કાંતિવાળો,તે બુદ્ધિમાન,શાંતનુ રાજા,મૃગયા માટે ગંગા નદીના તીરે ફરતો હતો,ત્યારે તેણે,સાક્ષાત લક્ષ્મી જેવી ઝળહળતી ઉત્તમ એકલી સ્ત્રીને જોઈ,તે રાજા આશ્ચર્યચકિત થઇને તેને જોઈ રહ્યો.

અને તે સ્ત્રી પણ મહાતેજસ્વી રાજાને જોતાં,પ્રણયભરી થઈને,રાજાને જોતાં તૃપ્તિ ન પામી ને જોતી જ રહી.


પછી,શાંતનુએ મધુર વાણીથી તે સ્ત્રી (ગંગા)ને કહ્યું કે-તું દેવી છે?દાનવી છે?ગંધર્વી છે?અપ્સરા છે?

કે પછી યક્ષી,નાગિની કે માનવી છે? હે શોભના,હું તને પ્રાર્થના કરું છું કે-તું મારી પત્ની થા.(24-31)

અધ્યાય-97-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE