Feb 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-096

 

અધ્યાય-૧૦૩-વંશવૃદ્ધિ માટે સત્યવતી ને ભીષ્મનો સંવાદ 


II वैशंपायन उवाच II ततः सत्यवती दीना कृपणा पुत्रगृद्धिनी I पुत्रस्य कृत्वा कार्याणि स्नुपाम्यां सह भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,પછી,પુત્રની ઈચ્છાવાળી,દિન અને કૃપણ થયેલી,સત્યવતીએ,પુત્રવધૂઓ સાથે પુત્રની પારલૌકિક ક્રિયાઓ કરી અને બંને વહુઓ ને ભીષ્મને આશ્વાસન આપ્યું ને પિતૃવંશ-માતૃવંશ ને ધર્મની તરફ દ્રષ્ટિ રાખીને ભીષ્મને કહ્યું કે-'ધર્મપરાયણ શાંતનુની કીર્તિ,પિંડ ને વંશવર્ધનને હવે તારો જ આધાર છે.

હે ધર્મજ્ઞ,તું વેદો ને શાસ્ત્રોને જાણે છે,સત્યપ્રિય છે,ધર્મ વિશે તારો નિર્ણય અચળ છે,તારો કુલાચાર શ્રેષ્ઠ છે ને

વિપત્તિમાં શુક્ર ને બૃહસ્પતિ જેવું તારું કર્તવ્યજ્ઞાન છે તે હું જાણું છું,આથી તારામાં પૂરો વિશ્વાસ રાખીને,

હું તને એક કાર્યમાં યોજ્યુ છું-તે સાંભળીને તારે તેમ કરવું જોઈએ તેમ હું માનું છું.'(1-7)

'હે પુરુષસિંહ,મારો પુત્ર ને તારો ભાઈ,વિચિત્રવીર્ય,બાળવયમાં અપુત્ર જ સ્વર્ગે ગયો છે,ને તેની યુવાન રાણીઓ,પુત્રની કામનાવાળી છે,તો આપણા ફૂલની વૃદ્ધિ મારે મારી આજ્ઞાથી,તું તેમનાથી પુત્રોત્પત્તિ કર.

મારી આજ્ઞાથી તું આ ધર્મને આચરવા યોગ્ય છે.અથવા તું રાજા તરીકે અભિષિક્ત થા અને દેશનું શાસન કર.

તું ધર્મપૂર્વક લગ્ન કર,ને તું પિતામહોને ડુબાડીશ નહિ,એવી મારી આજ્ઞા (ને વિનવણી) છે'(8-11)


ત્યારે,ધર્માત્મા ભીષ્મે ઉત્તર આપ્યો કે-હે માતા,તમે ચોક્કસ પરમધર્મ વિશે કહ્યું પણ,તમે મારી પ્રતિજ્ઞા જાણો જ છે.

હું ફરીથી તમારી આગળ તે સત્યને માટે પ્રતિજ્ઞા કરું છું કે-હું ત્રૈલોક્યને છોડી દઉં,દેવલોકના રાજ્યને કે તેનાથી પણ જે વિશેષ હોય, તેને પણ ત્યાગી દઉં,પણ,સત્યને કદાપિ છોડીશ(ત્યજીશ) નહિ,(12-15)


પૃથ્વી,ભલે પોતાની ગંધ છોડે,પાણી ભલે પોતાનો રસ છોડે, ભલે પોતાનું રૂપ છોડે,વાયુ ભલે પોતાનો સ્પર્શ છોડે,આકાશ ભલે  પોતાનો શબ્દ છોડે,સૂર્ય ભલે પોતાની પ્રભા છોડે,ચંદે ભલે પોતાનું શીતળત્વ છોડે,ઇન્દ્ર ભલે તેનું પરાક્રમ છોડે કે ધર્મરાજ ભલે પોતાનો ધર્મ છોડે,પણ હું સત્ય ત્યજવાનો વિચાર સુધ્ધાં કરીશ નહિ.


સત્યવતી બોલી-'હે સત્યપરાક્રમી,સત્ય વિશેની તારી નિષ્ઠાને હું જાણું છું,તું ઈચ્છે તો તારા પોતાના તેજથી,તું બીજા ત્રણ લોકોને સર્જી શકે,તારી (અખંડ બ્રહ્મચર્યની) પ્રતિજ્ઞાને હું જાણું છું તો પણ,તું આપદધર્મને જોઈને,પિતૃવંશની ધુંસરીને વહન કર.જે રીતે કુળનો તંતુ નાશ ન પામે,ધર્મનો પરાભવ ન થાય,તે રીતે તું આચરણ કર'

ત્યારે,વિલાપ કરતી,પુત્ર લાલસાવાળી,ને ધર્મવિરુદ્ધ બોલાતી તે દીન સત્યવતીને ભીષ્મએ કહ્યું કે-


'હે માતા,તમે ધર્મ તરફ દ્રષ્ટિ કરો,આપણા બધાનો વિનાશ કરો નહિ.જે ક્ષત્રિયનું સત્યમાંથી પતન થાય,

તેને ધર્મશાસ્ત્રો વખાણતાં  નથી.માટે,જેના વડે શાંતનુનો વંશ પૃથ્વીમાં અક્ષય થાય,તે સંતાન ક્ષાત્રધર્મને 

હું કહું છું,તે સાંભળીને તમે આપદકાળના ધર્મ  અને અર્થમાં કુશળ એવા પુરોહિતોને સાથે રાખી,

લોકાચાર વિશે,વિચારીને તેમના સૂચન (સલાહ) મુજબ જ તમે કરો (16-27)

અધ્યાય-103-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE