Mar 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-126

 
અધ્યાય-૧૩૩-અર્જુને નિશાન પાડ્યું ને દ્રોણને મગરના મોંમાંથી છોડાવ્યા 

II वैशंपायन उवाच II ततो धनंजयं द्रोणः स्मयमानोSभ्यमापत I स्वयेदानिं प्रहर्तव्यमेतल्लक्ष्यं विलोक्यताम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,દ્રોણે હસતાં હસતાં ધનંજય (અર્જુન)ને કહ્યું-'હવે તારે લક્ષ્યને પાડવાનું છે,

તું એ લક્ષ્યને જો,ને હું આજ્ઞા આપું ત્યારે તરતજ તારું બાણ છૂટવું જોઈએ.

હે અર્જુન,પેલા ત્યાં રહેલા ભાસ પક્ષીને,વૃક્ષને અને મને પણ તું જુએ છે ને?'

અર્જુન બોલ્યો-'હું તો એક ભાસ પક્ષીને જ જોઉં છું,ઝાડને કે આપને હું જોતો જ નથી'

દ્રોણ બોલ્યા-તું એ ભાસને જુએ છે તો તું કહે કે તે કેવું છે?' અર્જુન બોલ્યો-'હું તો તે ભાસનું માત્ર માથું જ જોઉં છું,તેના ધડને જોતો નથી' આમ સાંભળતાં જ ગુરુદ્રોણ હર્ષથી રોમાંચિત થઈને બોલ્યા-'બાણ છોડ'

ને તરત જ વિચારવા થોભ્યા વિના જ અર્જુને બાણ છોડ્યું ને તે ભાસપક્ષીનું માથું કપાઈને નીચે પડ્યું.

ત્યારે હર્ષથી ગુરુદ્રોણ અર્જુનને ભેટ્યા ને માનવા લાગ્યા કે-હવે દ્રુપદ લડાઈમાં હાર્યો જ છે.(1-10)


પછી,કોઈ એક સમયે,ગુરુદ્રોણ,પોતાના શિષ્યો સાથે સ્નાન માટે ગંગાજી ગયા.તે જયારે ગંગામાં સ્નાન માટે પ્રવેશ્યા ત્યારે એક બળવાન મગરે,તેમને જાંઘને છેડેથી પકડ્યા,પોતે બળવાન હોવા છતાં,તે સર્વ શિષ્યોને કહેવા લાગ્યા કે-'તમે આ મગરને મારી મને છોડાવો' ત્યારે બાકીના શિષ્યો તો મૂઢની જેમ અવાચક થઈને ઉભા રહ્યા પણ,અર્જુને પાંચ સુતીક્ષ્ણ બાણ તે મગર પર ચલાવી તેને મારી નાખ્યો,ને ગુરુને મુક્ત કર્યા.


અર્જુનની આવી કરિયસિદ્ધિ જોઈને ગુરુદ્રોને તેને પોતાના સર્વ શિષ્યોમાં શ્રેષ્ઠ માન્યો.ને તે અર્જુનને કહેવા લાગ્યા-

'હે મહાબાહુ,હું તને આ 'બ્રહ્મશિર'નામનું શ્રેષ્ઠ ને અતિ દુર્ગર્ષ અસ્ત્ર તેના પ્રયોગ ને ઉપસંહાર સહિત આપું છું.

પણ,તેનો તું ક્યારે ય તેનો પ્રયોગ અલ્પ તેજવાળા મનુષ્યો પર કરીશ નહિ,કેમ કે તે જગતને બાળી નાખે તેવું અસામાન્ય ને શક્તિશાળી છે.પણ,જો કોઈ દૈવી શત્રુ,તને બાધા કરે તો તેના વધ માટે તું આ અસ્ત્રને વાપરજે'


'બહુ સારું' એમ કહીને અર્જુને તે પરમ શસ્ત્રને સ્વીકાર્યું.ગુરુએ ફરીથી તેને કહ્યું કે-'આ લોકમાં કોઈ પણ બીજો માણસ,તારા જેવો ધનુર્ધારી થશે નહિ,તું સર્વ શત્રુઓમાં અજેય રહેશે ને કીર્તિમાન થશે (1-23)

અધ્યાય-113-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE