May 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-182

 
અધ્યાય-૨૦૨-કર્ણે,યુદ્ધ કરવાની સલાહ આપી 

II कर्ण उवाच II दुर्योधन तव प्रज्ञा न सम्यगिति मे मतिः I न उपायेन ते शक्याः पाण्डवाः कुरुवर्धन II १ II

કર્ણ બોલ્યો-હે દુર્યોધન,મારો એવો મત છે કે-તારી સમજ બરાબર મને બરાબર લગતી નથી.પાંડવો આ ઉપાયોથી

અધીન થાય તેમ નથી.કેમ કે પહેલાં પણ આવા ઉપાયોથી તેમને વશ કરવાના પ્રયત્નો થયા હતા.તેઓ અહીં,

તારી સમીપમાં હતા,પક્ષ વિનાના હતા ને બાળક અવસ્થામાં હતા,છતાં,તેમને કોઈ બાધ કરી શકાયો નહોતો.

ને હવે જયારે તેમનો પક્ષ થયો છે,તેઓ વિદેશમાં છે ને સર્વ રીતે વૃદ્ધિ પામ્યા છે,

ત્યારે તે આવા ઉપાયોથી વશ થાય તેમ નથી,એવી મારી અટલ માન્યતા છે.

દૈવી શક્તિથી સમર્થ થયેલા અને બાપદાદાની ગાદી ઇચ્છતા,તેમને આપણે આપત્તિમાં નાખી શકીશું નહિ,

વળી,તેમનામાં પરસ્પર ફાટ પડાવવી પણ શક્ય નથી,કેમકે જેઓ,એક પત્ની પ્રત્યે રતિવાળા છે,તેઓ પરસ્પરમાં ભેદ પામે તેવો સંભવ નથી.તેમ જ કૃષ્ણાને પાંડવોથી વિરક્ત કરવી,તે પણ બની શકે તેમ નથી.તે પરણી હતી ગરીબ પાંડવોને પણ હવે તો તે જ પાંડવો સારી સ્થિતિમાં છે.તો તે હવે તેમને તજે શા માટે?

એક સ્ત્રીને અનેક પતિ હોય,એ સ્ત્રીને માટે ઈચ્છીત વાત છે,કૃષ્ણાને એ લાભ મળ્યો છે,

તો પછી,તે પાંડવોથી વિરક્ત કેમ થઇ શકે? (1-8)


પાંચાલનરેશ,દ્રુપદ,આર્યવ્રતવાળો છે,તે ધનનો લોભિયો નથી,તેને સઘળું રાજ્ય આપવામાં આવે તો પણ 

તે કુંતીપુત્રોનો ત્યાગ કરશે નહિ.તે જ રીતે તેનો પુત્ર,ગુણવાન ને પાંડવોમાં પ્રીતિવાળો છે.આથી હું માનું છું કે,તેં સૂચવેલા ઉપાયોથી કે બીજા કોઈ ઉપાયથી સાધ્ય થાય તેમ મને લાગતું નથી.છતાં,આપણે એટલું કરી શકીએ કે 

તે પાંડવો હજુ દૃઢમૂળ થાય નથી,ત્યાં સુધી,જો તમને ગમે તો-તેમના પર પ્રહાર કર્યા કરીએ.જ્યાં સુધી આપણો  પક્ષ મોટો છે ને પાંચાલનો પક્ષ નાનો છે,ત્યાં સુધી યુદ્ધનો પ્રારંભ કરી,તેમને મારવા જોઈએ.


હે દુર્યોધન,આમાં કંઈ વિચારવા જેવું નથી,જ્યાં સુધી,તેમની પાસે,પુષ્કળ વાહનો,મિત્રો ને સંબંધીઓ થયા નથી,

ને,જ્યાં સુધી દ્રુપદ,રણસંગ્રામ માટે તૈયારી ન કરે ,ત્યાં સુધી તમે પરાક્રમ બતાવો.વળી,શ્રીકૃષ્ણ પણ પોતાની ધનસંપત્તિ ને રાજ્ય સુધ્ધાં પણ પાંડવો માટે જરૂર પડ્યે ઓવારી નાખે તેમ છે.

પરાક્રમથી ભરતે આ પૃથ્વી જીતી છે ને પરાક્રમથી જ ઇન્દ્રે ત્રણે લોક ઉપર વિજય મેળવ્યો છે.એટલે ક્ષત્રિયો માટે પરાક્રમ જ પ્રશંસા પાત્ર છે,ને પરાક્રમ જ શૂરવીરોનો ધર્મ છે.આથી,હે રાજન,તું કહે તો તારી મોટી ચતુરંગિણી સેનાથી અમે દ્રુપદને મરડીને પાંડવોને અહીં શીઘ્ર લઇ આવીએ.કેમ કે તે પાંડવો,શામ,દામ,દાન કે ભેદથી વશ થાય એમ મને લાગતું નથી,એટલે તેમને યુદ્ધ કરી જીતી લેવા એ જ ઉપાય મને યોગ્ય લાગે છે (9-21)


વૈશંપાયન બોલ્યા-કર્ણનાં આ વચન સાંભળી,ધૃતરાષ્ટ્રે તેનો સત્કાર કરતાં કહ્યું કે-'હે સૂતનંદન,

તું મહાબુદ્ધિમાન છે અને અસ્ત્રવિદ્યામાં નિપુણ છે,તારાં આવાં પરાક્રમ કરવાનાં વચનો તને શોભે છે.

પણ,ભીષ્મ,દ્રોણ,વિદુર સાથે તમે બંને ફરીથી અહીં,આ બાબતે મંત્રણા કરો,જેથી અમારું મંગલ થાય' 

ત્યાર પછી,તે ધૃતરાષ્ટ્રે,તે સર્વ મંત્રીઓને તેડાવ્યા ને તેમની સાથે મંત્રણા કરવા માંડી.(22-25)

અધ્યાય-202-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE